પ્રસાદીનો પત્થર

ભગવાનના સંબંધમાં આવેલી દરેક વસ્તુ, જગ્યા કે જીવ દિવ્ય અને ચમત્કારી બની જતાં હોય છે. અમદાવાદ પાસે આવેલું સંપ્રદાયનું મહાતીર્થ એવા જેતલપુર ગામમાં ‘બેનીબા’ નામના એક કુસંગી બાઈ રેતા’તા. ગામમાં આટલા બધા સત્સંગી હોવા છતાં ક્યારેય સંતસંગનો રંગ લાગ્યો જ નઈ. પછી પરોપકાર કે દાન ધરમની ભાવના તો ક્યાંથી જાગે ? એટલે બેનીબા તો માત્ર લેવામાં જ માને, આપે ઈ બીજા.

એવામાં બેનીબાના ઘરે ભૂતનો ઉપદ્રવ થયો.ભૂતડુંએ એવું કર્યું કે, રાત્રે બહાર બાંધેલું પાડીયું ઊચકીને ઘરના મેડા ઉપર ચડાવી દીધું. સવારે મેડે પાડિયું દેખીને બેનીબાને નવાઈ લાગી. આખું ગામ આ તમાશો દેખવા ભેગું થયું. …….નીચે ઉતાર્યું.

પછી તો ઈ રોજનું થઈ ગયું. ભૂતડું બીજું તો કાંઈ જ નુકસાન ન કરે. રાત પડે એટ્લે નાનકડું પાડીયું ઉપાડીને મેડે મૂકી આવે. અને બીજા દિવસે સવારે બેનીબા કોકની મદદ લઈને મહા મહેનતે નીચે ઉતારે.

હવે બેનીબાને રોજેરોજ તો કોણ આવી મદદ આપવા આવે..? ત્રસ્ત થઈને બેનીબાએ ગામના આગેવાનોને આનો કોઈ રસ્તો કાઢવા કાકલૂદી કરી. ત્યારે બધાએ મળીને ભુવા ડાકલા બેસાડવાનું નક્કી કર્યું. દૂર દૂરથી પ્રખર ભુવા આવીને દોરાધાગા ને અન્ય પ્રયત્નો કરી જોયા. પણ બધાય નિષ્ફળ ગયા. આ બધામાં બેનીબાએ પાણીની જેમ પૈસા વાપર્યા. કદી દાનધરમ કાણી પાઈ સુદ્ધાં નો આપનારુ બેનીબાનું કુટુંબ નારાજ થઈ ગયું. પણ ભૂતના ઉપદ્રવ નો અંત નો આવ્યો.

બેનીબાને મરવાના વોંકે જીવતા હોય એવી સ્થિતિ થઈ ગઈ. બેનીબા ભૂત અને પાડીયા થી; અને ગામના લોકો બેનીબાથી કંટાળી ગયા. રોજ સવાર થાય અને બેનીબા તેડવા આવે.

એક દિવસ બેનીબાને નસીબે સાથ આપ્યો. એકાદ સત્સંગી માણસે બેનીબાને સલાહ આપી કે, “આમ ને આમ દોરા ધાગા કરવાથી કામ નો થાય. આ બધા પાછળ પાયમાલ થવા કરતાં સારૂ છે કે, ભગવાનને શરણે જાવ. આપણાં જ ગામમાં સ્વામિનારાયણના ચુસ્ત સત્સંગી આશ્રિત ગંગામાં છે. એ ભજનભક્તિવાળા સત્સંગી છે. અને સહજાનંદ સ્વામી તેમને ‘માં’ કહીને બોલાવે છે. તેમના હાથની રસોઈ પણ જમે છે. તમે ગંગામાં ને તમારી સમસ્યા જણાવો. કદાચ કોઈ સમાધાન મળી જાય.”

બેનીબા તો ગંગામાંના ઘરે પહોચીને ખૂબ રોયા અને પોતાનું દૂ:ખ જણાવ્યુ.

ગંગામાંએ તો બરાબરનો લાગ જોઈને, બેનીબાની સાન ઠેકાણે લવ્વાં માટે કીધું, “ભલે હું એ માટે પ્રયત્ન કરીશ. પણ આમાં તો એવું કે, ભગવાન ની મરજી હોય તો જ કામ થાય. પહેલાના જન્મમાં જેવા કર્મો કર્યા હોય, તેવું ભોગવવું પડે. હવે આ જ જનમની વાત કરીએ તો, ભગવાને તમને ઘણું બધુ આપ્યું છે. તેમ છતાં ક્યારેય પણ તમે ધરમના કામ માટે એમાંથી કાંઈ વાપર્યુ છે ખરું ? ભગવાને આપણને જે આપ્યું હોય, એને આપણે એકલા જ ભોગવીએ, અને બીજાને કાઈ જ નો આપીએ; તો પછી ભગવાન તો નારાજ જ થાય ને !”

ગંગામાંની આ વાત સાંભળીને બેનીબાની આંખો ઉઘળી ગઈ. અને કીધું, “તમે કેશો તેમ બધુ હું કરીશ. પણ મને આમાંથી મુક્તિ અપાવો. મારાથી હવે વધુ સહન નઈ થાય.”

પછી ગંગામાંએ એક ઉપાય કર્યો. ને કીધું, “એક વાર મારા ઘરે શ્રીહરિ ખૂબ માંદા થઈ ગયેલા ત્યારે કીધેલું કે, આખા ગામની બહેનો પાણીના બેડલા ભરીને મને નવડાવે. અને એ પાણી નો પ્રવાહ તળાવે પહોચે, તો અમે સાજા થઈએ તેમ છે. અને મે ગામની બધી બહેનોને બોલાવી ને આ પ્રમાણે કરવા કીધું, તો દરેક બહેનો હોંશે હોંશે પાણીના બેડા ભરીને લાવી હતી. ત્યારે એ પાણી ગલી ગલીએ ફરી વળ્યું’તું. એ વખતે તમે, સમ ખાવા પૂરતા, એક લોટા જેટલું પાણી રેડવા’ય નોતા આયા.”

થોડા જ સમય પહેલા આ ઘટના બનેલી, એટલે બેનીબા ને આખો પ્રસંગ યાદ આવી ગયો. પણ એ સમય તો વીતી ગયો. એટલે અવસર ચૂકી ગયા પસ્તાવો થયો. પણ ગંગામાંના પ્રભાવના લીધે, બુદ્ધિમાં પરીવર્તન આવ્યું જ. સત્સંગનો પ્રભાવ જ એવો હોય છે.

અને ગંગામાંએ આગળ કીધું, “જે પત્થર પર બેસાડીને, ભગવાન સ્વામિનારાયણને નવડાવ્યા હતા. એ પ્રસાદીનો પત્થર મારે ત્યાં જ પડ્યો છે. એ હું તમને આપું છું. તમારે ત્યાં દીવાલમાં આ પત્થરને ચોંટાડજો. કદાચ આમ કરવા થી ભગવાન તમારા ઉપર કૃપા કરી શકે.”

એમ કહીને ગંગામાંએ, પ્રસાદીનો પત્થર આપીને બેનીબા ને વિદાય કર્યા. બેનીબાએ ઘરે આવીને, કડીયા પાસે એ પત્થર ને દીવાલે લગાવી દીધો. બધાય વિચારે છે કે આજે રાત્રે શું થવાનું હશે..?

પણ આ શું ? આખીય રાત કશું નો થયું. સવારે જઈ ને દેખ્યું તો, પાડીયું તેની જગ્યા પર જ બાંધેલું, ત્યાં જ બેઠેલું હુતુ. એ જ દિવસથી ભૂતડાનો ઉપદ્રવ પણ બંદ થઈ ગ્યો. ઘર ગામમાં શાંતિ થઈ ગઈ. અને બેનીબાને શ્રીહરિમાં આસ્થા બંધાણી અને તેમના સહિત આ ચમત્કાર વિષે જાણીને, ગામના ઘણા સમજદાર લોકો સત્સંગી થઈને શ્રીહરિના આશ્રિત બન્યા.

પછી તો જ્યારે પણ શ્રીજીમહારાજ કે સંત– ભક્તો ની સેવા કરવાની તક મળે, તો બેનીબા પોતાનું અહોભાગ્ય માનતા. શ્રીહરિ અને સંતોની આજ્ઞા પણ પાળતા. ભૂતડું તો ખરેખર બેનીબા પર ઉપકાર જ કરી ગયું. અને પ્રસાદી નો પત્થરે પણ ચમત્કારથી કમાલ કરી. બેનીબાના કઠોર હૈયાને પિગળાવી દીધું.

આમ શ્રીહરિના સ્પર્શવાળી જે કોઈ વસ્તુ હોય, ત્યાં ભૂતડુ નો ટકી શકે. સનાતન સત્ય બધાયને સરસ રીતે સમજાઈ ગયું.

જય શ્રી સ્વામિનારાયણ ..!

પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: