ચાલો જાણીએ કેવી રીતે બન્યા ? ખેડૂતપુત્ર જયમીન પટેલ ડેપ્યુટી કલેક્ટર !!

તેમના પરિવારમાંથી અત્યાર સુધી કોઇ સરકારી નોકરી કરતું જ ન હતું !, જયમીને મિકેનીકલ એન્જિનિયર બન્યા પછી GPSC ક્રેક કરી છે.

જયમીન પટેલ, ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના નાના એવા પડુસમા ગામના આ ખેડૂત પુત્રમીકેનીકલ એન્જિનિયર બન્યા પછી 60150 ક્રેક કરીને GAS બની ગયા છે. તેમના પરિવારમાંથી કોઇપણસરકારી નોકરી કરતું નથી. અને જયમીન સીધા ડેપ્યુટીક્લેકટર બન્યા છે. પડુસમા ગામના ખેડૂત મુકેશભાઇઅને જ્યોત્સનાબેનના સંતાનોમાં બે મોટી પુત્રીઓ કિરણબેન અતે સુનીતાબેન અને પુત્ર જયમીન.

જયમીને ધો.૧૦ સુધીનો અભ્યાસ ગામડાની સ્કૂલ એમ.એસ. વિદ્યાલયમાં કર્યા. તેને SSC માં ૮૫ ટકા માર્કસ હતાં. આ પછી ધો.૧૧ અને ૧૨ સાયન્સ કડી કેમ્પસની આર.સી. પટેલ હાયર સેકન્ડરી સ્કૂલમાંક્યું. તેમાં ૮૧ ટકા સાથે પાસ થયા બાદ અમદાવાદની એલ.ડી.આર.પી. કોલેજમાંથી બીઈ- મીકેનીક્લનો અભ્યાસ કર્યો.

જયમીન ક્હે છે કે, અમારા ઘરની આર્થિક સ્થિતિ થોડી નબળી હતી. આથી મારે જોબ કરવી જરૂરી હતી.આથી હું કેમ્પસ ઇન્ટવ્યું, સરકારી પરીક્ષાઓ આપતો હતો. પરંતુ થોડા ઓછા માર્કસ કે, પેપર લીંક થવાને કારણે હું રહી જતો હતો પરંતુ મને વાસ્મો સંસ્થામાં આસિસ્ટન્ટ મેનેજર, મીકેનીક્લ તરીકે અમદાવાદ જિલ્લામાં જ જોબ મળી. જેમાં હું મારો ફયુચર ગોલ આગળ વધારી શકું તેમ હતો. આથી મેં જોબ સાથે UPSC ની તૈયારી શરૂ કરી.

જયમીને પટેલે ઓંગસ્ટ-૨૦૧૫થી માર્ચ- ૨૦૧૬ સુધી જોબ કરી. એ પછી રાજીનામું આપીને પૂરો સમય UPSC ની તૈયારીમાં આપવા લાગ્યા. તેઓ કહે છે કે, ૨૦૧૬માં મેં પહેલો પ્રયાસ આપ્યો. તેમાં સફળ ન થયો. ૨૦૧ ૭માં બીજો પ્રયાસ આપ્યો, તેમાં મેઇન્સ લખી હતી. ૨૦૧ ૮માં તો ઇન્ટરવ્યુ સુધી પહોંચી ગયો હતો. પણ ત્યાં સફળતા ન મળી UPSC ૨૦૨૦માં ફરીથી આપવાનો છું. આ દરમિયાન હું ૨૦૧૭માં ચીફ ઓફિસર-વર્ગ-૨ તરીકે ત્રીજા રેન્ક સાથે પાસ થયો હતો. પછી GPSCની સેક્શનઓફિસરની પરીક્ષા ૧૩૯ માં રેન્ક સાથે પાસ કરી. હું મહેસુલ વિભાગમાં સેકશન ઓફિસર હતો.

૨૦૧૮માં GPSC એ ક્લાસ -૧-૨ની પરીક્ષા લીધી. તેમાં હું લેખિતમાં ૪૨૬ અને ઇન્ટન્યુમાં ૬ ૨ માર્કસ મળીને કુલ ૪૮૮ માર્કસ સાથે પાસ થયો. મારો ૧૮મો રેન્ક છે. ઇન્ટરવ્યુ બોર્ડ કોનું હતું ? કેવા પ્રશ્રો પૂછાયા ? જયમીન પટેલ કહે છે કે, મારે પટ્ટણી સરનું બોર્ડ હતું. મારી જૂની જોબ વિશે, UPSCની તૈયારી વિશે, કરન્ટ ક્લાઇમેટ ચન્જ વિશે. મેં નોકરી માટે DYSP સર્વિસને પહેલી પસંદગી આપી હતી. આથી,DYSP ની ડયૂટી શું હોય શકે ? ગુજરાતમાં કોસ્ટલ એરિયા વધુ છે, તો ત્યાં સુરક્ષા સંબંધી કેવા પગલાં લઇ શકાય ? ખેતી વાડીમાં કેવી રીતે આવક વધારી શકાય? વગેરે પ્રશ્નો પૂછાયા હતાં.

GPSC પરીક્ષાની તૈયારી કેવી રીતે કરી ? જયમીન પટેલ ક્હે છે કે, જોબ હતી, ત્યારે ટાઇમ મેનેજમેન્ટ કરીને સવારે ૭ થી ૧૦ વાગ્યા સુધી લાયબ્રેરીમાં જતો હતો. સાંજે ૬ ૬ પછી ફરી ત્યાં જઇને૧૨ વાગ્યા સુધી વાંચન કરતો હતો. મારી સફળતાનો યશ મારા માતા પિતા, પરિવાર, મિત્રોને જાય છે.

સક્સેસ ફોર્મ્યુલા :

GAS જયમીન પટેલ સક્સેસ ફોર્મ્યુલા શું આપશે? તે ક્હે છે કે, જે ફિલ્ડમાં આગળ વધવુ હોય તો ફિલ્ડના સૌથી સફળ વ્યક્તિને તમારા રોલ મોડલ બનાવો. NCRTની બુક્સ વાંચવાની ખાસ જરૂર છે. ગુજરાતના યુવાનો શોર્ટકટ તરફ વધુ જાય છે. હવે UPSC-GPSC ના સીલેબસ સરખા થઇ ગયા છે, ત્યારે તમારી જાત ઉપર વિશ્વાસ રાખીને આગળ વધો. આકરા તાપ,વરસાદ, ઠંડી વચ્ચે ખેડૂતો કેવી કઠીન સ્થિતિમાં કામ કરે છે, અમે નજરે જોયુ છે. આથી આવી મહેનત મજૂરી કરનારા મારા માતા- પિતાને મેં રોલ મોડલ બનાવ્યા છે, સૌને મારા તરફથી BEST OF LUCK

પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: