ભરોસો હોયને, તો આવો ! – એક વાર અચુક વાંચજો…

એકવાર ભરી સભામાં શ્રીજીમહારાજે, અચાનક જ દાદા ખાચરને આજ્ઞા કરી, “દાદા, આ કોળું છે, એને આ ભંભલી (સાંકળા મોંઢાવાળો મોટો ઘડો) માં નાખી દો..!”

સારું મહારાજ ! એમ કહીને દાદા ખાચર ઊભા થયા ને ગોઠણીયા વાળીને બેસી ગયા. અને ભંભલીમાં કોળું નોંખવા માટે મહેનત પ્રયત્નો કરવા લાગ્યા.

ઘડીકમાં કોળું નીચે રાખે, તો ઘડીક ભંભલી નીચે રાખીને કોળું ઉપરથી દબાવે. એમના પ્રયત્નો જોઈને તો એવું જ લાગે કે, ભરી સભામાં કોઈ બાળક રમકડાથી રમી રહ્યો હોય. આ દ્રશ્ય જોઈને બધા દરબારો હસવા લાગ્યા.

ત્યાં નજીકમાં બેસેલા સુરા ખાચરે સમજણપૂર્વક દાદા ખાચરને સલાહ આપી, “અરે દાદા, તમે ગાંડા ન થાવ..! કોળું, ભંભલીમાં એમ ને એમ નો જાય..!”

એ સાંભળીને, ભંભલીને દબાણ કરતાં કરતાં, દાદા ખાચરે ખૂબ જ નમ્રતાથી જવાબ આપ્યો, “સુરા દરબાર ! આ કોળું તો, એ ભંભલીની અંદર જશે તો ખરું જ ! કેમ કે અંદર નાંખવાની આજ્ઞા, શ્રીજીમહારાજે કરી છે. પરંતુ કેવી રીતે જઈ શકે, એની રીત મને આવડતી નથી.”

આ સાંભળીને શ્રીજીમહારાજ સિંહાસનેથી ઊભા થઈને, દાદા ખાચરને ભેટી જ પડ્યા. અને કીધું, “શાબાશ, દાદા ! ભરોસો હોયને, તો આવો !

દાદા ખાચરનો જવાબ અને શ્રીજીમહારાજનો રાજીપો જોઈને દરબારો પણ; બંને હાથે દાદા ખાચરને દિર્ધાયુષ્યના જાણે આશીર્વાદ આપવા લાગ્યાં.

જય શ્રી સ્વામિનારાયણ ..!

પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: