આ સ્થળો વિષે તમે કયારેય નહિ જાણ્યું હોય, તો જાણો વધુમાં

૧. કરણી માતા મંદિર ભારતનું અજાયબી આકર્ષણ આ લાંબી પૂંછડીઓવાળા ઉંદરોની પૂજા કરવા યાત્રાળુઓ દેશનોકની નિયમિત સફર કરે છે. દેવી કર્ણ માતા તેમના જીવનકાળમાં ચેરિન કુળનો એક ભાગ હતી.

તે 150 વર્ષની વયે જીવી અને તે યુવાન અને સુંદર રહી. તેના મૃત્યુ પછી, તે ઉંદર બની હતી. ચેરિનના અનુયાયીઓ માને છે કે એકવાર તેઓ મરણ પામ્યા પછી, તેઓ પણ ઉંદરની જેમ પુનર્જન્મ થશે અને ત્યારબાદ, જ્યારે ઉંદર મૃત્યુ પામશે, ત્યારે તે ફરીથી માનવ તરીકે જન્મશે. અને તેથી ચક્ર ચાલુ રહે છે.

૨. વારાણસી – વિશ્વના સૌથી જૂના વસવાટ કરેલા સ્થાનોમાંથી એક કાશી આ સંસારની સૌથી પુરાણી નગરી કહેવાય છે. આ નગરી વર્તમાન વારાણસી શહેરમાં સ્થિત છે. વિશ્વના સર્વાધિક પ્રાચીન ગ્રંથ ઋગ્વેદમાં કાશી નગરીનો ઉલ્લેખ જોવા મળે છે.-કાશિરિત્તે.. આપ ઇવકાશિનાસંગૃભીતા: પુરાણોમાં વર્ણવ્યા આ નગરી આદ્ય વૈષ્ણવ સ્થાન છે. પહેલાં આ નગરી ભગવાન વિષ્ણુ (માધવ) પુરી હતી. જે સ્થળે શ્રીહરિકના આનંદાશ્રુ પડ્યાં હતાં, ત્યાં બિંદુસરોવર બની ગયું અને પ્રભુ અહીંયાં બિંધુમાધવના નામથી પ્રતિષ્ઠિત થયા હતા.

આ ઉપરાંત એવી પણ એક કથા છે કે જે વખતે ભગવાન શંકરજીએ કુ્રદ્ધ થઇને બ્રહ્માજીનું પાંચમું મસ્તક કાપી નાખ્યું, તો આ મસ્તક એમના કરતલ સાથે ચોંટી ગયું. બાર વર્ષો સુધી અનેક તીર્થોમાં ભ્રમણ કરવા છતાં પણ તેઓના હાથથી મસ્તક અલગ થયું નહીં. પરંતુ જે સમયે એમણે કાશી નગરીની સીમામાં પ્રવેશ કર્યો, ત્યાં જ બ્રહ્મહત્યામાંથી એમને મુક્તિ મળી અને એમના હાથથી મસ્તક પણ અલગ થઇ ગયું. જે સ્થળ પર આ ઘટના ઘટી, તે સ્થાન કપાલમોચન-તીર્થ કહેવાયું. મહાદેવજીને કાશી નગરી એટલી સારી લાગી કે એમણે આ પાવન પુરીને વિષ્ણુજી પાસે પોતાના નિત્ય આવાસ માટે માંગી લીધી, ત્યારથી કાશી નગરી મહાદેવજીનું નિવાસ-સ્થાન બની ગઈ.

3.મહારાષ્ટ્રમાં લોનાર તળાવ – એક ઉલ્કા દ્વારા રચાયેલ લોનાર તળાવ મહારાષ્ટ્ર ના બુલદાના જિલ્લાના લોનાર ખાતે આવેલું તળાવ છે, જે ઉલ્કાના પડવાથી બનેલું છે. આ તળાવ બેસાલ્ટ ખડકો પર બનેલું છે, તેમજ સેલાઇન અને આલ્કાઇન બંને ગુણધર્મો ધરાવે છે. ભૂસ્તરશાસ્ત્રીઓ, પુરાતત્વશાસ્ત્રીઓ તેમજ અવકાશવિજ્ઞાનીઓએ તળાવનાં ગુણધર્મો વિશે વિવિધ અભ્યાસો કરેલ છે. લોનાર તળાવનો વ્યાસ ૧.૨ કિમી (૩,૯૦૦ ફીટ) તેમજ ૧૩૭ મીટર (૪૪૯ ફીટ) ઊંડાઇ ધરાવે છે. આ તળાવનો પરિઘ ૧.૮ કિલોમીટર (૫,૯૦૦ ફીટ) છે. આ તળાવની ઊંમર ૫૨,૦૦૦ ± ૬,૦૦૦ વર્ષો (પ્લેસ્ટોસિન) મનાય છે, તેમ છતાં, ૨૦૧૦માં થયેલ અભ્યાસ મુજબ તેની ઊંમર ૫,૭૦,૦૦૦ ± ૪૭,૦૦૦ વર્ષો મનાય છે.

 

સ્મિથસોનિયન ઇન્સ્ટિટ્યુટ, યુનાઇડેટ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વે, જીઓલોજીકલ સોસાયટી ઓફ ઇન્ડિયા, અને સાગર યુનિવર્સિટી અને ભૌતિક અનુસંધાન પ્રયોગશાળાએ આ તળાવ પર વિસ્તૃત સંશોધનો કરેલ છે. ૨૦૦૭માં આ તળાવમાં નાઇટ્રોજનમાંથી એમોનિયામાં થતું જૈવિક રૂપાંતરણ શોધાયું છે.

4.સાપસીડીની રમતનું બોર્ડ

સાપસીડી અથવા સાપ અને સીડી (હિન્દી:सांपसीढ़ी) ભારતીય ઉપખંડમાં પ્રાચીન કાળથી ચાલી આવેલ એક રમત છે, કે જે બોર્ડ પર રમાય છે. મોટે ભાગે, આ રમત બાળકોમાં ખૂબ જ લોકપ્રિય છે. તેની શોધ ભારતમાં થઈ હતી. તે સમયમાં આ રમત મોક્ષપથ અથવા પરમ્‌ પદમ્‌ નામથી પ્રચલિત હતી.

આ રમતનો પહેલાં હિન્દુ ધર્મના મૂળભૂત સિદ્ધાંતોના શિક્ષણ આપતી વખતે ઉપયોગ કરવામાં આવતો હતો. બ્રિટિશરોએ આ રમતને Snakes and Ladders નામ વડે પ્રચલિત કરી છે. તે તેરમી સદીમાં થઈ ગયેલા જ્ઞાનેશ્વર નામના સંતની શોધ હતી એમ માનવામાં આવે છે, પરંતુ કેટલાક સ્રોતો અનુસાર બીજી સહસ્ત્રાબ્દિના સમયમાં શોધાયેલ છે”

ચોરસ પાસા વડે રમાતી આ રમત, કોડી કે છીપલાં વડે પણ રમી શકાય છે. પાસા ફેંકીને તેની સંખ્યા મુજબના ખાનાં ગણી, મહોરાને આગળ વધારતા જવાનું હોય છે. પરંતુ જો આગળ વધતાં સીડીનું ખાનું આવે તો સીડી વડે ઉપર ચડવાનું હોય છે, જ્યારે સાપના મોં વાળા ખાનામાં આવે તો એની પુંછડી સુધી નીચે ઉતરવાનું હોય છે. આ રમત બોધ આપે છે કે જીવનમાં સદ્‌ગુણોનું પ્રતીક સીડી છે, જ્યારે સાપ એ દુર્ગુણોનું પ્રતીક છે. સદ્‌ગુણો જીવનને ઉન્નત બનાવે છે, જ્યારે દુર્ગુણો જીવંતનું અધઃપતન કરે છે.

આજના જમાનામાં પણ દરેક રમકડાંની દુકાને મળતી આ રમત બાળકોમાં અત્યંત લોકપ્રિય છે.

5. વિશ્વની એકમાત્ર ફ્લોટિંગ પોસ્ટ ઓફિસ

ફ્લોટિંગ (તરતું) લેક, ફ્લોટિંગ મસ્જિદ, ફ્લોટિંગ માર્કેટ અને હવામાં તરતી રેસ્ટોરાં હોઈ શકે તો તરતી પોસ્ટ ઓફિસ કેમ ન હોય. વિશ્વની એકમાત્ર ફ્લોટિંગ પોસ્ટ ઓફિસ ભારતમાં જ આવેલી હોય તો ભારતીય તરીકે આપણને કેટલું ગર્વ થાય. બરફાચ્છાદિત પહાડોની વચ્ચે તળાવમાં તરતી પોસ્ટ ઓફિસ હોય તો જવાનું મન કોને ન થાય! ધરતી પરનું સ્વર્ગ કહેવાતા કાશ્મીરના શ્રીનગરમાં આવેલી છે વિશ્વની એકમાત્ર ફ્લોટિંગ પોસ્ટ ઓફિસ.

શ્રીનગરમાં આવેલા ખૂબસુરત ડલ લેકમાં તમે ફ્લોટિંગ પોસ્ટ ઓફિસ જોઈ શકો છો. પહેલી નજરે તમને એવું લાગશે કે ડલ લેકમાં જોવા મળતી શિકારા બોટ જેવી જ બોટ છે પરંતુ નજીક જશો ત્યારે ઈન્ડિયન પોસ્ટ ઓફિસનો લાલ અને પીળા રંગનો લોગો જોવા મળશે. સાથે જ એક બોર્ડ લગાવેલું છે જેના પર ‘ફ્લોટિંગ પોસ્ટ ઓફિસ, ડલ લેક’ લખવામાં આવ્યું છે.

6. શનિ શિંગનાપુર – દરવાજા વિનાનું ગામ

મહારાષ્ટ્ર માં શનિદેવનું શિંગળાપુર ગામ આવેલું છે કે જ્યાં જેટલા પણ ઘર છે એમાંથી કોઈ પણ ઘરને કોઇ દિવસ તાળાં લાગતાં નથી. છતાં ત્યાં કોઇ દિવસ એકેય ઘરમાં ચોરી થતી નથી કારણ કે, આ ગામની રક્ષા ખુદ શનિદેવ પોતે જ કરે છે.

પરંતુ બહુ ઓછા લોકોને ખબર હશે કે સૌરાષ્ટ્ર નું પાટનગર એવું રાજકોટ ની ભાગોળે પણ એક શનિ શિંગળાપુર નામનું ગામ આવેલું છે . જેનું સાચું નામ સતળા છે.

રાજકોટથી ૩૦ કિલોમીટર દૂર અમદાવાદ-રાજકોટ નેશનલ હાઇવે પર સાતડા ગામમાં એક પણ ઘરમા બારી બારણું કે દરવાજા જોવા મળતા નથી. છતાં આ ગામમા કોઇ દિવસ ક્યારેય ચોરી થઇ નથી.

કહેવાય છે કે સાતડા ગામની રક્ષા ખુદ ભૈરવદાદા કરે છે. દશકાઓ પહેલા સાતડા ગામના અમુક વડીલોએ ભૈરવદાદાને માથું નમાવી ગામની રક્ષા કરવાનું કહી ઘરમાંથી બારણાં, દરવાજા કઢાવી નાંખ્યા હતાં. બસ પછી તો પરિવર્તનનો પવન આખા ગામમાં એવો ફૂંકાયો કે આજની નવી પેઢી પણ પોતાના ઘરમાં આ જૂની પરંપરા એમ ને એમ જાળવી રાખી છે.

ત્રીસ વર્ષ સરપંચ રહી ચૂકેલ માજી સરપંચ મનસુખભાઈ મેઘાણીએ કહ્યું હતું કે, ‘ભૈરવદાદાનો કોઇ ચોક્કસ ઇતિહાસ કોઇને પણ ખબર નથી આમ છતાં વડીલોએ વર્ષો પહેલા ભગવાન પર અતુટ શ્રધ્ધા રાખી ઘરમાં દરવાજા મુકાવ્યા ન હતાં અને તે દિવસથી ગામમાં એક વખત પણ ચોરી થઇ નથી.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: