આ કારણોસર વર્ષોથી આપણા પુર્વજો કહેતા તાંબાના લોટામાં પાણીનું સેવન કરવું

વર્ષોથી આપણા પુર્વજો કેહતા આવ્યા છે તાંબાના લોટાના પાણીનું સેવન ખુબજ લાભદાયી અને રોગનાશક સાબિત થયું છે.પુર્વજોથી ચાલી રહેલ આ દેશી નુષકો જે આપણેને કેટલીક બીમારીઓથી દૂર રાખે છે અને શરીરને સ્વસ્થ બનાવે છે .ચલો આજે જાણીયે આમ કરવા પાછળના કેટલાક ફાયદાઓ.

૧.તાંબાના ના વાસણમાં રાખેલ પાણીને શુદ્ધ માનવામાં આવે છે.તે બધી જાતના બેકટેરિયાનો નાશ કરે છે જે ઝાડા,અને અનેક વાયરલ ઇન્ફેકશનથી પેદા થતી બીમારીઓથી દૂર રાખે છે.

૨.તાંબુ જે આપણા શરીરમાં રહેલી કોપરની કમીને દૂર કરે છે અને બીમારીઓ પેદા કરવાવાળા જીવાણુઓનો નાશ કરી આપણા શરીરની રક્ષા કરે છે .

૩.આ પાણીમાં રહેલ એન્ટિઓક્સિડન્ટ કેન્સર સામે લડવામાં મદદ કરે છે.અમેરિકાની કેન્સર કમિટીના કેહવા અનુસાર તાંબુ કૅન્સરને રોકવામાં મદદ કરે છે .

૪.ગેસ,એસીડીટી,કબજિયાત,અને કેટલીક પેટની તકલીફને દૂર કરે છે તાંબાનું પાણી.

૫.શરીરની તમામ આંતરિક સફાઈ માટે તાંબાનું પાણી રામબાણ છે.આ પાણી લીવર ને કિડનીને પણ સ્વસ્થ રાખે છે અને કોઈપણ પ્રકારના ઇન્ફેકશનને મટાડવા માટે આ પાણી ખુબજ લાબદાયક છે.

૬.તાંબુ એન્ટિબેકટેરિયલ,એન્ટીવાઇરલ અને એન્ટીઈમફ્લેમેન્ટરી ગુનો જાણીતું છે તે શરીરના આંતરિક અને બાહ્ય ઘા ને જલ્દી ભરવામાં મદદરૂપ બની રહે છે .

૭.તાંબામાં રહેલા ભરપૂર માત્રામાં મિનરલ થાઇરોઇડ ને દૂર કરવામાં મદદ કરે છે.

૮.તાંબામાં રહેલ એન્ટીઓસિડેન્ટ તત્વ વધતી ઉમર ની નિશાન જેવા કે કરચલીઓ,ડાઘને ઓછા કરી જવાન બની રાખવામાં મદદ કરે છે .

૯.એનિમિયા રોગ સામે લડી તેને દૂર કરે છે આ તાંબાનું પાણી.તે ભોજનના પદાર્થો માંથી આયરનને આસાનીથી શોષી લઇ જે એનિમિયાથી બચાવે છે .

૧૦.તાંબામાં રાખેલ પાણી પીવાથી ચામડીના રોગો જેવાકે ફોડલીઓ,ખીલ,ગુમડા અને કેટલાક ચામડીને લગતા રોગો સામે લડે છે .

૧૧.ચામડીને અલ્ટ્રાવાયોલેટ કિરણોથી બચાવવામાટે મેલાલીન નું નિર્માણ કરવામાં તાંબુ મહત્વની ભૂમિકા ભજવે છે મેલાલીન વાળ ,આંખો અને ચામડીના રંગ માટે જીમેદર હોય છે .

૧૨.તાંબામાં રાખેલ પાણી પાચનક્રિયાને સક્રિય બનાવે છે અને પાચનશક્તિ વધારે છે.

૧૩.હૃદયને સ્વસ્થ રાખી બ્લુડપ્રેસર ને નિયંત્રિત રાખી ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું રાખે છે અને હાર્ટ એટેકથી બચાવે છે .

૧૪.પિત્ત ,કફ જેવાંમાં તાંબાનું પાણી ખુબજ લાભદાયી છે.

૧૫.મગજને તેજ બનાવામાં મદદ કરે છે અને યાદશક્તિ પણ વધારવામાં મદદરૂપ સાબિત થયું છે આ તાંબાના નું પાણી.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: