GPSC પરીક્ષા તેમણે ૧૫માં રેન્ક સાથે પાસ કરી છે. અને GAS બની ગયા છે.

સાગર મોવલિયા. મુળ જામનગરના વતની અને હાલ સુરત રહેતા આ યુવાન, ઇન્ફોરમેશન ટેક્નોલોજીમાં એન્જિનિયરિંગ કર્યા બાદ તુરંત જ UPSC – GPSC પરીક્ષા આપી.  GPSC પરીક્ષા તેમણે ૧૫માં રેન્ક સાથે પાસ કરી છે. અને GAS બની ગયા છે.

સાગરના પિતાનું નામ કાંતિલાલભાઈ મોવલિયા। અને માતાનું નામ મંજુલાબેન, કાંતિભાઈ જામનગરના ચંદ્રગઢ ગામે ખેતીવાડી કરતા હતા પરંતુ નબળાં વર્ષોને લીધે તેઓ સુરત સ્થાયી થયા છે અને શણિયાદ ગામે ખેતીવાડીની જમીન લઈને ત્યાં ખેતી કામ કરે છે. તેમના સંતાનમાં પુત્ર સાગર અને પુત્રી રાજવી છે. રાજવી એમ. કોમ. થાય છે.

સાગરે સ્કૂલનો અભ્યાસ સુરતમાં કર્યા. તેમને ધો ૧૦માં ૮૭ ટકા માર્કસ હતા. ધો. ૧૧ – ૧૨ ( સાયન્સ ) તેમણે જામનગર કર્યું. ધો. ૧૨માં ૯૧ ટકા સાથે પાસ થયા. પછી અમદાવાદ એલ. ડી. કોલેજમાંથી IT માંથી IT એન્જિનિયરિંગ કર્યું. સાગર કહે છે કે, એન્જિનિયરિંગ પૂરું થયા પછી સીધી UPSC પરીક્ષાની તૈયારી કરી, આવું કેમ? કોણે પ્રેરણા આપી હતી.

સાગર કહે છે કે, એન્જિનિયરિંગના અભ્યાસ દરમિયાન NCC માં હતો. તેમાં અમારે ઘણાં સામાજિક કાર્યો કરવાના થતાં હતાં. મ્યુનિસિપલ કોપોરેશન સાથે પણ અમે ઘણા લોકસેવાનાં કાર્યા કર્યા મારા સિનિયર્સ UPSC ની તૈયારી કરતા હતા. મને થયું છે. ખરેખર લોકસેવા કરવી હોય તો UPSC પાસ થઈને અધિકારી બનવું પડે. મેં વિચાર્યું કે, એન્જિનિયરિગ કર્યા પછી ક્યાંક જોબ મળશે. તો પગાર સારો સમજણપૂર્વકનું મળશે પણ જોબ સેટીસ્ફેક્શન નહીં મળે. ત્યાં મશીનની જેમ કામ કરવા છતા  જોબમાં સંતોષ ન મળે એના કરતા UPSC આપવી સારી. આથી મારે તેની તૈયારી આરંભી.

મેં ગુજરાતી લિટરેચર સાથે UPSC એક્ઝામ બે વાર આપી બંને વારે ઇન્ટરવ્યુ સુધી પહોચી ગયો છું. આ વખતે પણ મેઇન્સ આપી છે UPSC માટે કોઈ કોચિંગ લીધું ન હતું. મિત્રોનું ગાઇડન્સ હતું.

તમે તૈયારી કેવી રીતે કરતા હતા? એવું પૂછતા સાગર મોવલિયાએ કહ્યું કે, હું અખબારો વધુ વાંચતો હતો. તેના પર ફોકસ કર્યું અગત્યનો સમાચારો તેમાંથી તારવી લેતો. શું કામનું છે? કામનું નથી, એ નક્કી કરીને વાંચતો, ઉપરાંત NCRTની બુક્સ અને રાઇટિંગ પ્રેક્ટિસ ખૂબ રાખેલી. ઓનલાઇન એક્ઝામ પણ આપું. આપણે ક્યાં છીએ તેનો ખ્યાલ આવે. GPSCની એક્ઝમ માટે મેં આ પદ્ધતિ જ અપનાવી હતી. દરરોજનું ૮-૧૦ ક્લાકનું સમજણપૂર્વકનું વાંચન તો કરવું જ.

ઇન્ટરવ્યમાં કોનું બોર્ડ હતું? શું પ્રશ્નો પૂછય।? સાગર કહે છે કે, GPSC ના ચેરમેન દિનેશ દાસાસરનું બોર્ડ હતું. હું IT માં ટેકનોલોજી વિશે, ITનું ફ્યુચર કેવું છે, શા માટે? એ વિશે, તમે DYSP બનો અને અમુક ચોક્કસ સંજોગો સર્જાય તો તેને કેવી રીતે ટેકલ કરો એ વિશે, પ્રશ્નો કહે છે કે, મને ઇન્ટરવ્યુમાં ૬૦ માર્કસ હતા. લેખિતમાં ૪૨૯ હતા. આમ કુલ ૪૮૯.રપ માર્કસ સાથે હું ૧૫માં રેન્કથી પાસ થયો છું.

સક્સેસ ફોમ્યુંલા: GAS સાગર મોવલિયા GPSCની તૈયારી કરનારાઓને સક્સેસ ફોમ્યુંલા શું આપશે? સાગર કહે છે કે, ગોલ નક્કી કરો, એ ગોલ હાંસલ કરવા કટિબદ્ધ બનો. તમારે આ થવું જ છે, એ માટે પૂરેપૂરો મહેનત કરો. આશાવાદી બનો. નિરાશાવાદીઓથી દૂર રહો. તમારે સફળ બનવાનું જ છે. એ ધ્યાનમાં રાખીને જ તેયારી કરો. તૈયારી દરમિયાન બીજી મોજમજા ભૂલી જાઓ. મામા – ફઈબાના સંતાનોના લગ્નમાં ન જઈ શકો તો ચાલશે. એકાદવાર નિષ્ફળ જશો તો સંબંધીઓ પૂછશે પણ તે મનમા લીધા વગર તમે મંડી જ પડૉ. જરૂર સફળ થશો. સૌને મારા તરફથી BEST OF LUCK.

પોસ્ટપસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: