હવે લર્નિંગ લાયસન્સ માટે તેમજ આ કામો માટે RTO નહીં જવું પડે, જાણો કેમ ?  

CM રૂપાણીએ પત્રકાર પરિષદ કરી જાહેરાત કરી છે કે કાલથી અર્થાત્ તા. 15 નવેમ્બર 2019થી લર્નિંગ લાયસન્સ ( ડ્રાઈવિંગ) માટે RTO જવાની જરૂર નથી આપણાં ગામ કે શહેરની નજીકના ITI (ઈન્ડસ્ટ્રિયલ ટ્રેનિંગ સેન્ટર) તથા પોલિટેકનિક કોલેજ (ડિપ્લોમાં કોલેજ) માંથી જ નીકળી જશે.

લર્નિંગ લાયસન્સ મેળવવાં આ સ્ટેપ્સ ફોલો કરવા :

15 નવેમ્બર 2019થી રાજ્યના તમામ તાલુકાઓમાં આવેલી 221 ITIમાં લર્નિંગ લાયસન્સ નીકળશે

20 નવેમ્બર 2019થી ITI ઉપરાંત નજીકની 29 પોલિટેકનિક કોલેજ (ડિપ્લોમાં કોલેજ)માંથી પણ લર્નિંગ લાયસન્સ નીકળશે

લર્નિંગ લાયસન્સની ફી parivahan.gov.in પરથી ભરી શકાશે એટલે કોઈ પણ પ્રકારની લાઈનમાં ઉભવું નહીં પડે

લર્નિંગ લાયસન્સ માટે એપોઈન્ટમેન્ટ માટે cot.gujarat.gov.in પર એપ્લાઈ કરવાનું રહેશે, કોઈ અધિકારી પાસે કે એજન્ટ પાસે ધક્કા ખાવાની જરૂર નથી

કોઈ પ્રકારની વધુ માહિતીની જરૂર પડે તો rtogujarat.gov.in અથવા cot.gujarat.gov.in પરથી મેળવી શકાશે, કોઈ પણ એજન્ટ પુછવાની જરૂર નથી

કોઈ પણ અરજદારે લર્નિંગ લાયસન્સ ફી સિવાયના કોઈ પણ રૂપિયા એજન્ટ કે અધિકારીને આપવાના રહેતાં નથી

નીચેની તમામ પ્રક્રિયા હવેથી ઓનલાઈન થશે

1) ડ્રાઈવિંગ લાયસન્સનું રિન્યુઅલ

2) ડુપ્લીકેટ ડ્રાઈવિંગ લાયસન્સ

3) ડ્રાઈવિંગ લાયસન્સ રિપ્લેસમેન્ટ

4)વાહનની  ડુપ્લીકેટ RC બૂક

5) વાહનની કોઈ પણ માહિતી

6) હાઈપોથીકેશન રીમુવલ

7)ડ્રાઈવિંગ લાયસન્સ માહિતી

નોંધ-  આ તમામ ઓનલાઈન પ્રક્રિયાઓ માટે rtogujarat.gov.in અથવા cot.gujarat.gov.in વેબસાઈટનો ઉપયોગ કરી OTP (વન ટાઈમ પાસવર્ડ) મેળવવાનો રહેશે

ફરિયાદ માટેના હેલ્પ લાઈન નંબર, ઈમેઈલ

વાહન માલિકોને ફરિયાદ કરવા માટે બે હેલ્પ લાઈન નંબર

07923257808

07923251369

ઈ-મેઈલ : cot-trans-complain@gujarat.gov.in

વધારાની વિગતો માટે વેબસાઈટ cot.gujarat.gov.in પર પણ મુકવામાં આવી છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: