બ્રેનડેડ વૃદ્ધા કાંતાબેન દુર્લભજીભાઈ સાવલિયાના પરિવારે તેમના અંગોનું દાન કરી પાંચ વ્યક્તિઓને નવજીવન આપ્યું

સુરતના અડાજણ વિસ્તારના બ્રેનડેડ વૃદ્ધા કાંતાબેન દુર્લભજીભાઈ સાવલિયાના પરિવારે તેમના કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી પાંચ વ્યક્તિઓને નવજીવન આપી માનવતાની મહેક પ્રસારી સમાજને નવી દિશા બતાવી છે. ચક્કર આવતા મોપેડ પરથી પડી ગયા બાદ મગજમાં લોહીનો ગઠ્ઠો જામી જતા બ્રેનડેડ જાહેર કરાયા હતા.

મૂળ અમરેલી જિલ્લાના હુડલી ગામના અને હાલ અડાજણ સ્તુતિ રેસીડન્સીમાં કાંતાબેન દુર્લભજીભાઈ સાવલિયા(ઉ.વ.75) પરિવાર સાથે રહેતા હતા. ગત 9 નવેમ્બરના રોજ કાંતાબેન અડાજણ ટીજીબી હોટલ પાસે આવેલા માલવિયા પેથોલોજી લેબોરેટરીમાં બ્લડ ટેસ્ટ કરાવીને તેમના પુત્રવધુ સાથે એક્ટીવા પર ઘરે પરત ફરી રહ્યા હતા.

દરમિયાન તેમના ઘરની પાસે ચક્કર આવતા એક્ટીવા પરથી નીચે પડી જતા માથામાં ઇજાઓ થવાથી તેઓ બેભાન થઇ ગયા હતા. તેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સમાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી હતી. તપાસ માટે સીટી સ્કેન કરાવતા મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું અને સોજો હોવાનું નિદાન થયું હતું. ત્યારબાદ તેને કાંતાબેનને બ્રેનડેડ જાહેર કર્યા હતા.

કાંતાબેનને બ્રેનડેડ જાહેર થતા ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી પરિવારના સભ્યોને ઓર્ગન ડોનેશનની જાણકારી આપી તેનું મહત્વ સમજાવ્યું હતું. કાંતાબેનના પતિ દુર્લભજીભાઈ અને પુત્ર નરેશભાઈએ જણાવ્યું હતું કે, તેઓ ખુબજ ધાર્મિક વૃતિના હતા અને સ્વાધ્યાય પ્રવૃત્તિ સાથે જોડાયેલા હતા. તેમણે વાંચનનો ખુબ જ શોખ હતો.

તેઓ જીવનમાં હંમેશા બીજાને મદદરૂપ થવા તૈયાર રહેતા હતા. વધુમાં નરેશભાઈએ જણાવ્યું હતું કે મારા પિતરાઈ ભાઈની બંને કિડની2009માં ખરાબ થઇ ગઈ હતી અને તેમનું ટ્રાન્સપ્લાન્ટ 2010માં થયું હતું. દરમિયાન તેમની માતાએ એક કિડની આપી હતી. ટ્રાન્સપ્લાન્ટના નવ વર્ષ પછી ફેબ્રુઆરી 2019માં ન્યુમોનિયા થવાને કારણે 42 વર્ષની વયે તેમનું મૃત્યુ થયું હતું. આથી કિડની નિષ્ફળતાની પીડા શું હોય છે તે અમે સારી રીતે જાણીએ છીએ.

અમદાવાદની IKDRC ડોક્ટરની ટીમે આવી કિડની અને લિવરનું દાન સ્વીકાર્યું હતું. જ્યારે ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટી ચક્ષુબેંકે સ્વીકાર્યું હતું. દાનમાં મેળવવામાં આવેલી બન્ને કિડની અને લિવરનું ટ્રાન્સપ્લાન્ટ ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓમાં અમદાવાદની IKDRCમાં ડોક્ટરની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: