પાવાગઢ ડુંગરની ટોચ પર આવેલુ લકુલિશ પ્રાચીન મંદિર

પાવાગઢ ડુંગરની ટોચ પર આવેલા છાશિયા તળાવનાં દક્ષિણ તરફનાં કિનારે તળાવની મધ્યમાં આ પ્રાચીન મંદિર આવેલુ છે. પાવાગઢનું આ મંદિર સૌથી પ્રાચીન સ્થાપત્ય ગણાય છે. શ્રી કાલિકા માતાજીનાં પ્રમુખ ભૈરવ તરિકે પ્રસ્થાપિત કરાયેલા ભગવાન શ્રી લકુલિશનું આ પ્રાચીન મંદિર અત્યારે તો માવજત અને દેખભાળ વિનાં સાવ જર્જરિત ખંડેર હાલતમાં ઊભું છે.

જો કે વિશ્ર્વ ધરોહર સેન્ટરનાં કારણે પુરાતત્વ ખાતાનાં સંભાળ નીચે છે. પ્રતિહાર શૈલીનું આ મંદિર તેની દીવાલો પરની સુંદર શિલ્પાકૃતિઓ બારીકાઈથી તપાસતાં લગભગ દસમી-અગિયારમી સદીનું મંદિર હોય એવુ લાગે છે.

લકુલિશ ભગવાન શંકરનો અંતિમ અઠ્ઠાવીસમો અવતાર હતા. જેઓએ પાશુપત સંપ્રદાયનું પ્રવર્તન કર્યુ. હાલનાં વડોદરાનાં કાયાવરોહણ ગામે તેમનો જન્મ થયો હતો એમ મનાય છે. જ્યારે પણ પાવાગઢ જવાનુ થાય ત્યારે આ મંદિરની મુલાકાત લેવાનુ હુ ચુકતો નથી. આ વર્ષે વધુ વરસાદ થયો હોવાથી છાશિયુ તળાવ છલોછલ ભરેલુ હતુ તેથી દર્શને આવેલા શ્રદ્ધાળુઓ અહિ સ્નાન કરતા હતા.

સ્નાન કરે એ વાંધો નહોતો પણ સ્ત્રીઓ સ્નાન કરીને કપડા બદલવા માટે લકુલિશ મંદિરની અંદર જતી એ જોઈને દુઃખ લાગ્યુ. એકસમયે જ્યાં ભગવાન બીરાજતા એ જગ્યાને ચેન્જરૂમ તરીકે ઉપયોગ થતો જોઈને ઈતિહાસ પ્રેમીને દુઃખ લાગી જ આવે. ભીડનાં કારણે અમુક સ્ત્રીઓ મંદિર પાછળ પણ કપડા બદલતી હતી. મારે મંદિરની ફોટોગ્રાફી કરવી હતી પણ સ્ત્રીઓની ભીડ ઓછી જ નહોતી થતી.

ફોટોગ્રાફી માટે લગભગ હુ ત્યાં એક કલાક જેટલી રાહ જોયા બાદ થોડી ભીડ ઓછી થઈ તો જલદીથી ફોટો લેવા માંડ્યો જો કે અમુક સ્ત્રીઓનું કપડા બદલવાનું તો ચાલુ જ હતુ પણ પછી એની કાઈ પરવા કરવા વગર જલદીથી જેવા આવ્યા એવા ફોટો લઈ લીધા. મંદિરની અંદર તો ના જ જઈ શક્યો પણ એની થોડીઘણી ફોટોગ્રાફી આગળનાં વર્ષે કરી હતી.

મંદિરનાં ગર્ભગૃહમાં ચામાચિડીયાઓએ ઘર કરી દીધુ હતુ. હાલ કોઈ મૂર્તિ નથી અને ખંડેર હાલતમાં છે. મંદિરનો ઘુમ્મટ કોતરણીમય છે અને ઘુમ્મટની ફરતે સુંદર મૂર્તિઓ શોભે છે. બહાર મંદિરની દિવાલો પર બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનાં શિલ્પો, શિવ તાંડવ, નવદુર્ગા, ગજાનંદ,ગજેન્દ્રમોક્ષની મૂર્તિઓ શોભી રહી છે. લલાટબિંબ પર લકુલિશ ભગવાન છે.

અહિયા થોડા સમય પહેલા એક નંદી હતો પરંતુ હાલ એ જોવા નથી મળતો.

લખનાર : ચેતન સિંહ ઝાલા

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: