રાજ્ય સરકાર : કમોસમી વરસાદથી થયેલા નુકસાનને લઈ 4 લાખ ખેડૂતોને પાક વિમા સિવાય રૂ.700 કરોડ ચૂકવાશે

રાજ્ય પડેલા લીલા દુષ્કાળને પગલે આજે રાજ્ય સરકારે 4 લાખ કરતા વધુ ખેડૂતોને પાક વિમા સિવાયની વધારાની રૂ.700 કરોડની સહાય જાહેર કરી છે.કમોસમી વરસાદથી થયેલા નુકસાનને લઈ રાજ્ય સરકારે મદદ માટે ખેડૂતોને હૈયા ધારણા આપી છે. નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યા મુજબ, અત્યાર સુધીમાં 5 લાખ હેક્ટર જમીનમાં સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ ખેડૂતોમાંથી જેમને 33 ટકા કરતા વધુ નુકસાન થયું હોય એવા ખેડૂતોને 1 હેક્ટર દીઠ પિયત વિસ્તારમાં રૂ. 13, 500 અને બિન પિયત વિસ્તારમાં હેકટર દીઠ રૂ. 6800 સહાય આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

RTGSના માધ્યમથી ખેડૂતોના ખાતામાં સહાય જમા થશે

જો ખેડૂતોને વધુ સહાય ચૂકવવી પડશે તો તે રાજ્ય સરકારના બજેટમાંથી પણ ચૂકવવામાં આવશે. ખેડૂતોના પાકના અંદાજો કૃષિ વિભાગ દ્વારા મેળવવામાં આવી રહ્યા છે. આ સહાય લાભાર્થી ખેડૂતોના ખાતામાં RTGSના માધ્યમથી અને કલેક્ટર દ્વારા જમા કરાવવામાં આવશે.

33 ટકા કરતા ઓછુ હોય તેવા ખેડૂતોને પણ રાજ્ય સરકાર દ્વારા સહાય

નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યા મુજબ, રાજ્યમાં ચાલુ વર્ષે થયેલા ભારે તથા કમોસમી વરસાદને પરિણામે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં જુલાઇ,ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં પડેલા ભારે વરસાદ તેમજ ઓક્ટોબરના અંતિમ તથા નવેમ્બરના પ્રથમ અઠવાડીયામાં પાકને નુકશાન થયું હતું. આ સંદર્ભે રાજ્ય સરકાર દ્વારા ત્વરિત સર્વેની કામગીરી શરૂ કરી હતી, જે પૂર્ણતાના આરે છે. આ ઉપરાંત કમોસમી વરસાદના સરવેમાં ખેડૂતોના પાકને જે નુકશાન થયુ છે પરંતુ નુકશાન નિર્ધારીત ધોરણ ૩૩ ટકા કરતા ઓછુ હોય તેવા ખેડૂતોને પણ રાજ્ય સરકાર દ્વારા સહાય કરવાનો નિર્ણય કર્યો છે.

18 નવેમ્બરથી ટેકાના ભાવે મગફળીની પુનઃ ખરીદી શરૂ કરાશે

ઉલ્લેખનીય છે કે, 4 લાખથી વધુ ખેડૂતોને રૂ.7૦૦ કરોડની કેન્દ્ર અને રાજ્ય સરકારની સહાય આપવામાં આવશે આ ઉપરાંત પ્રધાનમંત્રી ફસલ વિમા યોજનામાં વિમો લેનાર ખેડૂતોને પાક વિમા યોજનાની ગાઇડલાઇન મુજબનો લાભ અલગથી મળશે. રાજ્યમાં થયેલા માવઠાને લીધે મગફળીની ટેકાના ભાવે ખરીદી મુલતવી રખાઇ હતી તે આગામી 18 નવેમ્બરથી પુન: શરૂ કરાશે.

25 લાખ મેટ્રિક ટન મગફળી અને 90 લાખથી વધુ ગાંસડી કપાસનું ઉત્પાદન થવાનો અંદાજ

રાજ્યમાં સારા ચોમાસાને કારણે ખરીફ સીઝનમાં 86.77 લાખ હેક્ટર વિસ્તારમાં કપાસ, મગફળી, ડાંગર, કઠોળ પાકો દિવેલા તલ વિગેરે પાકોનું સારા પ્રમાણમાં વાવેતર થયું છે. કપાસની 90 લાખથી વધુ ગાંસડી અને મગફળીનું અંદાજે 25 લાખ મેટ્રિક ટનથી વધુ, ડાંગરનું 20 લાખ મેટ્રીક ટનથી વધુ અને દિવેલાનું 14 લાખ થી વધુ મેટ્રિક ટન ઉત્પાદનનો અંદાજ છે.

રૂ.500 કરોડ કેન્દ્ર સરકાર અને રૂ.200 કરોડ રાજ્ય સરકાર આપશે

રાજ્ય સરકારે જાહેર કરેલા રૂ. 700 કરોડના સહાય પેકેજ માટે 500 કરોડ કેન્દ્ર સરકાર અને રૂ.200 કરોડ ગુજરાત સરકાર આપશે. અત્યાર સુધીમાં 1 લાખ 90 હજાર ખેડૂતોએ પાક નુકશાની માટે અરજીઓ કરી છે. ગત વર્ષે સરકારે રૂ. 2600 કરોડના પાક વીમાનું વળતર વીમા કંપનીઓ પાસેથી અપાવ્યું છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: