આ ગારમેન્ટની દુકાનમાં રોજ ગાય શાં માટે બેસવા આવે છે ? જાણો વધુમાં

આંધ્રપ્રદેશના કડપા જિલ્લાના મૈદુકુર નગરમાં છેલ્લા ૬ મહિનાથી એક ગાય ગારમેન્ટની દુકાનમાં બેસે છે. ગાયની આદત લોકોમાં ચર્ચાનો વિષય બની છે.

બપોરે આવીને ૩ થી ૪ કલાક આરામ કરીને જતી રહે છે. નવાઇની વાત તો એ છે કે દુકાનમાં ગ્રાહકોને બેસવા માટે પાથરવામાં આવેલા પાથરણાની વચ્ચે  ગાય બસે છે. દુકાનદાર અને ગ્રાહકો પણ ગાયની આ હરકતથી ટેવાઇ ગયા છે. દુકાન માલિકના જણાવ્યા અનુસાર ગરમી શરુ થઇ ત્યારે અચાનક જ ગાય આવીને પંખા નીચે બેસી ગઇ હતી.

આ ગાયને ઉઠાડવા માટે પ્રયાસ કર્યો પરંતુ તેની કોઇ જ અસર થઇ ન હતી. પછી તો બીજા દિવસે પણ એ જ સમયે ગાય  દુકાનમાં ઘૂસી હતી ત્યાર પછી આજ સુધી દુકાનમાં આવીને બેસવુંએ ગાયનો નિત્યક્રમ બની ગયો છે.પહેલા તો ગ્રાહકોને ગાય બેઠેલી જોઇને નવાઇ લાગતી હતી પરંતુ હવે તે ટેવાઇ ગયા છે. પત્નીને વાત કરીતો ગાયને શુકનવંતી ગણીને તેની પૂજા કરી હતી.

કેટલાક ગ્રાહકો પણ ગાયને વ્હાલ કરવા લાગે છે. ગાય કોઇને મારતી નથી કે કોઇ પણ પ્રકારનું નુકસાન પણ પહોંચાડતી નથી. તે ગોબર કે છાણ મૂત્રની ગંદકી પણ કરતી નથી.ગાય આરામ કર્યા પછી એની આપમેળ જ જતી રહે છે.

શરુઆતમાં તો ગાયના આવવાથી ગ્રાહકો પર વિપરીત અસર થશે એવો ડર હતો પરંતુ ગાયના આગમન પછી વેપારમાં પણ વૃદ્વિ થઇ છે. સ્થાનિક બજારમાં ગારમેન્ટની દુકાન ગાયવાળી દુકાન તરીકે જાણીતી બને છે. આ ગાય કેટલા દિવસ સુધી દુકાનમાં આવતી રહેશે તે કોઇ જાણતું નથી. સ્થાનિક લોકો ગાયના આ વર્તનને ઋણાનુંબંધ સમજે છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: