શું હવામાં રહેલા પ્રદૂષણથી શરીરમાં ઇન્સ્યુલિન પેદા થવામાં મુશ્કેલી થાય છે ?

ખાણી પીણી અને જીવનશૈલીથી જ નહી વાયુ પ્રદૂષણનો ભોગ બનવાથી પણ ડાયાબિટીસ થાય છે. અમેરિકાની વોશિંગ્ટન યૂનિવર્સિટી ઓફ મેડિસિનના પ્રયોગાત્મક સંશોધનમાં પણ જાણવા મળ્યું હતું કે દર સાત માંથી એક વ્યકિતને ડાયાબિટીસ થવાનું કારણ વાયુ પ્રદૂષણ હતું.

૧૭ લાખથી પણ વધુ લોકોની ચકાસણી કરતા માલૂમ પડયું કે તેઓ ડાયાબિટીસનો કોઇ જ વારસો કે અન્ય કારણ ધરાવતા ન હતા. એક વર્ષ પહેલા થયેલા આ સંશોધનમાં વેટરન્સ અફેયર્સ કલીનિકલ એપિડેમિલોજી સેન્ટરના વૈજ્ઞાનિકો પણ સંકળાયેલા હતા.

એક માહિતી મુજબ ૩૨ લાખથી વધુ લોકો પ્રદૂષિત હવાના લીધે ડાયાબિટીસનો ભોગ બને છે. આમ ડાયાબિટીસ માત્ર તણાવવાળી જીવનશૈલી અને વારસાગત કારણોસર થાય છે એ સાચું નથી. વિશ્વમાં ૪૬ કરોડથી પણ વધુ લોકો ડાયાબિટીસની સમસ્યા ધરાવે છે.

ભારત અને ચીનમાં સૌથી વધુ વસ્તી અને સૌથી વધુ હવાનું પ્રદૂષણ  હોવાથી આ સંશોધન ચેતવણી રુપ છે. કારણ કે વિશ્વમાં ડાયાબિટીસના કુલ દર્દીઓના અડધા તો માત્ર આ બે દેશો જ ધરાવે છે.

વાયુ પ્રદૂષણથી શરીરમાં ઇન્સ્યુલિન પેદા થવામાં અવરોધ ઉભો થાય છે આથી શરીર બ્લડશુગરને શારીરિક સ્વાસ્થ્ય માટે જરુરી ઉર્જામાં પરીવર્તિત કરી શકતું નથી.પરિણામ સ્વરુપ શરીર  ડાયાબિટીસનો ભોગ બને છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: