12 નવેમ્બર 2019 : આજનો દિવસ આપના માટે કેવો રહેશે જાણો

જ્યોતિષ શાસ્ત્રની ગણના અનુસાર આજનો દિવસે તમને આર્થિક લાભ થવાના છે જેથી તમારા ખુશીઓ આવશે અને પરિવારના સભ્યોની કિસ્મતમાં જોરદાર બદલાવ આવવાની શક્યતા છે જેથી તમે તમારું કરિયર બનાવામાં ખૂબ સારી તક મળવાની છે

મેષ રાશિ.

આજે રાશિ પરિવર્તનથી સામાજિક વ્યવહારિક કામકાજમાં આપે વ્યસ્ત રહેવાનું બને. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી લાભ થાય.નોકરી ધંધાના કામમાં વ્યસ્ત રહો, દોડધામ શ્રમ રહે પરંતુ કાર્યનો ઉકેલ આવવાને લીધે રાહત શાંતિ અનુભવો.

વૃષભ રાશિ.

અગત્યના કામકાજ અંગેની મિલન મુલાકાતમાં, મહત્ત્વના નિર્ણય લેવામાં આપને સાનુકૂળતા જણાય. અન્યનો સાથ સહકાર મળે.આપના અનુભવ આવડત, સૂઝબુઝના લીધે કામમાં પ્રગતિ કરી શકો, તેનો ઉકેલ લાવી શકો. પુત્ર પૌત્રાદિકનો સાથ મળી રહે.

મિથુન રાશિ.

રાજકીય-સરકારી કામમાં, ખાતાકીય કામમાં રૃકાવટ મુશ્કેલી જણાય. આકસ્મિક ખર્ચ ખરીદીના લીધે નાણાંભીડ અનુભવાય.આપ હરો ફરો કામકાજ કરો પરંતુ આપના હૃદય મનને શાંતિ રાહત જણાય નહીં. વાદ વિવાદ મન દુઃખથી સંભાળવું પડે.

કર્ક રાશિ.

આપને કાર્યસફળતા મળી રહે. પુત્ર પૌત્રાદિકના સાથ સહકારથી કામનો ઉકેલ લાવી શકો. પરંતુ ગુરુ ગ્રહની પ્રતિકૂળતાથી ચિંતા ઉચાટ રહ્યા કરે. આકસ્મિક લાભ ફાયદો જણાય. ધર્મકાર્ય શુભકાર્યના લીધે હૃદય મન પ્રસન્નતા અનુભવે. દેશ પરદેશની કાર્યવાહીમાં, કામમાં સાનુકૂળતા જણાય, પ્રગતિ જણાય.

સિંહ રાશિ.

નોકરીધંધાના કામમાં આપને પ્રગતિ જણાય. આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. ધંધામાં આવક થાય.નોકરી ધંધાની સાથે કૌટુંબિક પારિવારિક કાર્યમાં પણ આપે વ્યસ્ત રહેવું પડે. નોકર ચાકર વર્ગનો સાથ સહકાર પ્રાપ્ત કરી શકો.

કન્યા રાશિ.

દેશ પરદેશના કામમાં આપને સાનુકૂળતા જણાય. સહકાર્યકરવર્ગ નોકર ચાકરવર્ગનો સાથ સહકાર મળી રહે. ધંધામાં આવક થાય.માનસિક પરિતાપ છતાં આપના કામમાં વ્યસ્ત રહેવું પડે. વિચારોની દ્વિધાના લીધે નિર્ણય લેવામાં અસમંજસતા અનુભવાય, ઉતાવળ ન કરવી.

તુલા રાશિ.

બેંકના કામમાં, વીમા કંપનીના કામમાં, શેરોના કામમાં આપે સાવધાની રાખવી પડે. અન્ય કોઈના ભરોસે કામ કરવું નહીં. કોર્ટ કચેરીના કામમાં, રાજકીય સરકારી કામમાં આપે સાવધાની રાખવી, સાસરી પક્ષ મોસાળ પક્ષે બીમારી ચિંતા ખર્ચ દોડધામ અનુભવાય.

વૃશ્ચિક રાશિ.

ગુરુ ગ્રહની પ્રતિકૂળતાથી જાહેર સંસ્થાકીય કામમાં, રાજકીય સરકારી કામમાં આપે સાવધાની રાખવી. કોર્ટ કચેરીના કામમાં ઉતાવળ ના કરવી. આપની ગણત્રી પ્રમાણેનું કાર્ય થવાથી આનંદ ઉત્સાહ અનુભવો, મહત્ત્વના નિર્ણયો લેવાના હોય તો તે લઈ શકાય.

ધન રાશિ.

આપને કામમાં દોડધામ શ્રમ જણાય. હરિફવર્ગ ઇર્ષ્યા કરનારનો સામનો કરવો પડે. સાસરી પક્ષની ચિંતા અનુભવાય. જમીન મકાન વાહનની લે વેચના કામમાં સાનુકૂળતા જણાય. મિત્ર વર્ગ સાથે, પ્રિય પાત્ર સાથે મુલાકાતથી આનંદ થાય.

મકર રાશિ.

દિવસ જેમ જેમ પસાર થાય તેમ તેમ સાનુકૂળતા થતી જાય. કામનો ઉકેલ આવવાથી રાહત શાંતિ અનુભવાય. નોકરી ધંધામાં બઢતી બદલીના પ્રશ્નમાં આપને પ્રગતિ જણાય. હકારાત્મક ફેરફારના લીધે આનંદ અનુભવો.

કુંભ રાશિ.

આપ હરો ફરો કામકાજ કરો પરંતુ આપના હૃદય મનને વ્યગ્રતા બેચેની અનુભવાય. પરંતુ ગુરુ ગ્રહની સાનુકૂળતા શરૃ થવાથી આગામી સમય સફળતાનો રહે. મિત્ર વર્ગની ચિંતા પરેશાની જણાય.આરોગ્યને અસ્વસ્થતાને લીધે બેચેની વ્યગ્રતા જણાય, કૌટુંબિક, ચિંતા વિવાદ અનુભવો નાણાંકીય લેવડદેવડમાં સાવધાની રાખવી.

મીન રાશિ.

દિવસ દરમ્યાન આપે ધીરજ અને શાંતિ રાખવી. યાત્રા પ્રવાસમાં બહારનું ખાવા પીવામાં સાવધાની રાખવી. આજથી આઠમા ગુરુ ગ્રહની પ્રતિકૂળતાથી આગામી સમય તકલીફનો રહે. પુત્ર પૌત્રાદિકના સાથ સહકારથી નોકરી ધંધામાં આપના ધાર્યા પ્રમાણેનું કાર્ય કરી શકો. પ્રિયપાત્ર સાથેની મુલાકાત આનંદ આપે.

પોસ્ટપસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: