ડેન્ગ્યુથી બચવા માટે સલામતથી સારવાર

ડેન્ગ્યુ એ એડિસ ઇજિપ્તિ નામના મચ્છર કરડવાથી થતો વાઇરલ ચેપ છે. આ મચ્છરો મેલેરિયા ના મચ્છર થી વિપરીત ચોખ્ખા પાણી માજ પેદા થાય છે અને સવારે ૯ થી સાંજે ૫ ના ગાળા માજ કરડે છે આથી એને ઓફીસ ટાઈમ મચ્છર પણ કહે છે. આ મચ્છરો માં પણ માદા જ પોતાના ઈંડા ના પોષણ માટે લોહી ચૂસી માનવી ને કરડે છે જ્યારે નર મચ્છર શાકાહારી હોય છે અને લોહી ચૂસતા નથી.

ડેન્ગ્યુ ના લક્ષણો માં આંખો ના પાછળ ના ભાગ માં ખૂબ માથું દુખે, શરીર કળે, સ્નાયુઓ દુખે, પેટ માં દુખાવો અને ઉલટી થાય, પેઢા માંથી લોહી નીકળે કે શરીર ઉપર લાલ ચકામાં પડે, ખજવાળ આવે વગેરે તકલીફો થાય.

ડેંગ્યુ માં હાડકા ની અસ્થિમજ્જા પર ની અસર ને લીધે તેમાંથી બનતા શ્વેતકણો અને ત્રાકકણો (પ્લેટલેટ)  ની સંખ્યા ઘટી જાય છે.પ્લેટલેટ સામેના રોગપ્રતિકારક એન્ટીબોડી ના હુમલા થી પણ પ્લેટલેટ ઘટી જાય. ત્રાકકણો ખૂબ ઘટે (૧૦,૦૦૦ થી નીચે) કે દર્દી ને રક્તસ્ત્રાવ શરૂ થયી જાય તોજ તેને પ્લેટલેટ ચડાવા પડે.સામાન્ય રીતે સિંગલ ડોનર પ્લેટલેટ એટલે કે એક જ ડોનર માંથી પ્લેટલેટ બહાર કાઢી બાકી નું લોહો ડોનર ને પાછું ચડાવી આવા પ્લેટલેટ સારવાર માં વપરાય છે.

ડેન્ગ્યુ ના નિદાન માટે ગજ૧ એન્ટી જન અને ઈંલખ ઈંલૠ એન્ટીબોડી ટેસ્ટ કરવામાં આવે છે.

ડેંગ્યુ માં લોહી ની ધમનીઓ અને કેશિકાઓ માંથી પ્રવાહી સિરમ લીક થવાથી લોહી સકેન્દ્રીત એટલે કે કોન્સન્ટ્રેટ થયી જાય છે અને પેટ ફેફસા ની આજુબાજુ હૃદય ની આજુબાજુ ના આવરણ માં પાણી ભરાઈ છે

ડેંગ્યુ માં બે પ્રકાર ની વિષમતા જોવા મળે છે

૧) ડેંગ્યુ શોક સિન્ડ્રોમ:- જેમાં દર્દી નું બીપી ઉત્તરોતર ઘટ્તું જાય છે અને રક્તચાપ વધારવા ઇન્જેક્શનો આપી સારવાર કરવા અને પ્રવાહી સલાઈન આલબ્યુમીન ના બાટલા ચડાવી દર્દી ને ઘનિષ્ઠ સારવાર કેન્દ્ર મા દાખલ રાખવા પડે છે

૨) ડેન્ગ્યુ હેમરેજીક ફીવર:- આમાં પ્લેટલેટ ખૂબ ઓછા થાય કે ડીઆઇસી નામ ની પરિસ્થિતિ ચેપ ની સામે લડતી પ્રતિકારક શક્તિ ને કારણે ઉભી થતા લોહી પાતળું પડે ગંઠાતું બન્ધ થયી જાય અને જુદા જુદા અવયવો અને અંગ મા રક્તસ્ત્રાવ થવા લાગે. આ સ્થિતિ માં પણ દર્દી ને ઘનિષ્ઠ સારવાર કેન્દ્ર માં દાખલ કરી સારવાર આપવી જરૂરી છે.

જો કોઈ ને પ્રથમ વાર ડેન્ગ્યુ થયો હોય તો વિષમતાઓ ઉભી થવા ની શકયતા ઓછી હોય છે (પ્રાઇમરી ડેંગ્યુ) ફરી થતા ડેન્ગ્યુ માં વિષમતાઓ થવા ની શકયતા વધુ હોય છે (સેક્ધડરી ડેન્ગ્યુ)  બધા જ ડેંગ્યુ ના દર્દીઓ ગંભીર હોતા નથી. મોટા ભાગના દર્દીઓ ને ઓપીડી બેઝ પર ઘરે જ સારવાર આપી શકાય. ફરિયાદો આધારિત ટેકા રૂપ દવાઓ ખૂબ પ્રવાહી જ્યુસ પાણી એ ખાસ અગત્ય નું છે. દર બીજા દિવસે કે જરૂર પડે ત્યારે લોહી માં હિમેટોક્રિટ પ્લેટલેટ અને શ્વેતકણો ના રિપોર્ટ ડોકટર પાસે તેમની સલાહ મુજબ કરાવવા જરૂરી. સો એ પાંચ કે છ દર્દી ને વિષમતા ઉભી થાય તો ઘનિષ્ઠ સારવાર આપવી પડે એ માટે બાકીના ૯૪-૯૫ દર્દીઓ એ ડરી જવા ની કોઈ જરૂર નથી.

ડેંગ્યુ ન થાય એ માટે ઘર પાસે કુંડા માટલા નાના ખાબોચિયા વોટર કુલર વાસણ વગેરે માં પાણી ભરાઈ ન રહે ને મચ્છર ન પેદા થાય તેનું ધ્યાન રાખો. આખી બાય ના કપડાં પહેરો. પગ પણ આખા ઢંકાય તેવા કપડાં પહેરો. ઓડોમોસ જેવું ક્રીમ લગાડો બાળકો ને ખાસ. મચ્છર ભગાડતા ઓલ આઉટ જેવા મશીનો અને કાચબા છાપ જેવી ગૂંચલા અગરબતીઓ મચ્છર તો ભગાડે પણ તેનો કેમિકલ ધુમાડો સસણી અને કફ કરી મૂકે તેથી તેનો ઉપયોગ વિવેકપૂર્ણ રીતે કરવો

ડેંગ્યુ ની રસી શોધાણી છે હજુ માર્કેટ માં મુકાણી નથી છેલ્લી ટ્રાયલ બાકી હોવાથી ત્યાં સુધી કડતાં માદા મચ્છર થી ચેતતા માનવ નર અને માદા સદા સુખી !!!!!

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: