લાઠી શહેર માં સમસ્ત લેઉવા પટેલ ટ્રસ્ટ આયોજિત સાતમો સમૂહ લગ્નોત્સવ યોજાયો

લાઠી શહેર માં શ્રી લાઠી લેઉવા પટેલ ટ્રસ્ટ દ્વારા સાતમા સમૂહ લગ્નોત્સવમાં ૨૫ નવદંપતી એ સપ્તપદી ની પ્રતિજ્ઞા લીધી અનેકો મહાનુભવો સંતો ઉદારદીલ દાતા ઓ ની ઉપસ્થિતિ માં ભવ્ય રીતે સમૂહ લગ્નોત્સવ સંપન્ન થયા હતા.

શ્રી લાઠી લેઉવા પટેલ ટ્રસ્ટ આયોજિત સાતમા સમૂહ લગ્નોત્સવ માં કાગવડ ખોડલધામ ના નરેશભાઈ પટેલ લાઠી ભામાશા મનજીભાઈ ધોળકિયા શિવમ જેવલર્સ ના ઘનશ્યામભાઈ શંકર સાંસદ શ્રી કાછડીયા ધારાસભ્ય શ્રી વિરજીભાઈ ઠુંમર લાઠી તાલુકા પંચાયત ના પ્રમુખ જનકભાઈ તળાવીયા માજીધારા સભ્ય બાવકુભાઈ ઉઘાડ ખોડલધામ ટ્રસ્ટ ના વસંતભાઈ મોવલિયા સહિત અનેકો સામાજિક સ્વૈચ્છિક રાજસ્વી અગ્રણી ઓ ની વિશાળ ઉપસ્થિતિ માં ૨૫ નવદંપતી ઓ ને વ્યોમ હો પૃથ્વી દંપતી હો સુમંગલમ ની શુભેચ્છા પાઠવી હતી.

શ્રી લાઠી લેઉવા પટેલ સમાજ ટ્રસ્ટ દ્વારા સુંદર આયોજન ઉદારદીલ દાતા ઓ સ્વંયમ સેવકો ના સંકલન થી સાત માં સમૂહ લગ્નોત્સવ ની ઉત્તમોત્તમ વ્યવસ્થા ની સરાહના કરતા અનેકો મહાનુભવો અભિભૂત થયા હતા.

લાઠી સમસ્ત લેઉવા પટેલ સમાજ આયોજિત સમૂહ લગ્નોત્સવ માં ૨૫ નવદંપતિ ઓ ને સામાજિક સંવાદિતા સંયુક્ત કુટુંબ ભાવના ની શીખ સાથે ઉદારહાથે કરીયાવર ની ભેટ અપાય હતી.

 

-રિપોર્ટ નટવરલાલ ભાતિયા

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: