કોડિયા (માટીના દીવા)

21મીસદીમાં આધુનિકતાની પાછળ દોડતા લોકો પોતાના પારંપરિક તહેવારોને પણ જાણે ભૂલી રહ્યા છે અને તેના પગલે તહેવારોની પારંપરિક સુંદરતા અને ભાઈચારો પણ જાણે ખોવાઈ રહ્યો છે. ત્યારે આજના સમયમાં પારંપરિક વસ્તુઓ હવે પોતાના અસ્તિત્વ માટે ઝઝૂમી રહી હોય તેમ લાગે છે. દિવાળીનો તહેવાર પણ તમામ તહેવારોમાંથી એક છે. જેમાં લોકો પારંપરિકતાથી દૂર થઈ રહ્યા છે. દિવાળીમાં માટીના કોડિયાથી ઘરમાં ચારે બાજુ રોશની કરાતી હતી પરંતુ હવે કોડિયાના અસ્તિત્વ સામે જોખમ ઊભું થયું છે અને લોકો રંગબેરંગી ચાઈનીઝ સીરિઝ તેમજ મીણબત્તી લાવી ઘરને રોશની કરતા થયા છે. જેના પગલે કોડિયા બનાવવાનું કામ કરતી કુંભાર (પ્રજાપતિ) જાતિ પણ હવે અન્ય વ્યવસાય તરફ વળી રહી છે.

પહેલા લોકો દિવાળીના દિવસો દરમિયાન ઘરને રોશનીથી શણગારતા હતા. રોશની કરવા માટે મોટી સંખ્યામાં લોકો કોડિયા લાવી તેમાં તેલ કે ઘી નાખી પારંપરિક રીતે રોશની કરતા હતા. જે પર્યાવરણને શુદ્ધ કરવામાં પણ મહતત્ત્વનું ભાગ ભજવતા હતા. પરંતુ હવે સમયની સાથે સાથે આધુનિકતાની ભાગદોડમાં લોકો પાસે જાણે સમય હોય તેમ હવે લોકોએ ઘરમાં રોશની કરવા માટે કોડિયાના બદલે ચાઈનીઝ સીરિઝ તેમજ મીણબત્તી પ્રગટાવવા લાગ્યા છે.

જેના કારણે દીવો (કોડિયું) બનાવવાનું કામ કરતી પ્રજાપતિ જાતિ પર સીધે સીધી અસર થઈ રહી છે. આજે તેઓ પોતાનું પારંપરિક કામ છોડીને અન્ય કામ તરફ વળ્યા છે.

માટીની વસ્તુઓ શોખ પૂરતી સીમિત રહી ગઈ છે

લોકોની પાસે જાણે સમય હોય તેમ દિવાળીના તહેવારો દરમિયાન લોકોના ઘરમાં રોશની કરવા માટે દીવા (કોડિયા) નો ઉપયોગ નહીંવત્ કરે છે. કેટલાક લોકો માત્ર પરંપરા નિભાવવાના નામે પાંચ દસ કોડિયાં પ્રગટાવે છે જ્યારે ઘરમાં રોશની કરવા માટે તો હવે લોકો મોટાભાગે સીરિઝ તેમજ મીણબત્તીનો ઉપયોગ કરી રહ્યા છે. આજે સમાજના ગણ્યાગાંઠ્યા લોકો બચ્યા છે જેઓ માટીના પારંપરિક વાસણો અને દીવા બનાવે છે. વધુમાં હવે તો લોકો માટીના વાસણો માત્ર ઘરને સજાવવા માટે શોખ ખાતર ખરીદતા હોય છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: