કેરોસીનના દીવા (દીવા-બત્તી)

‘દીવા’ સાથે ‘બત્તી’ ક્યારે જોડાઈ ગઈ એ અમને ખ્યાલ નથી પણ અમારા વડીલો પાસેથી સાંભળેલી ‘ફાનસ’યુગની વાતો સાંભળી અમે અમારી જાતને સદનસીબ સમજતા કે અમે લાઈટમાં ભણ્યા. અમે ભલે ‘બત્તી’માં ઉછર્યા પણ ત્યારે કેરોસીન-દીવા, ફાનસ સાવ નવરાં નહોતાં થયાં.

આ કેરોસીનના દીવા ખાલી ડબા/શીશી ઉપર સાઇકલની ટ્યુબનુ વાલ્વ ફીટ કરી એમાં વાટ નાંખી બનાવવામાં આવતા.

‘બત્તી’ તો ઘણા સમયથી આવી’તી પણ કેરોસીન ભરેલાં દીવા તૈયાર જ રાખવાં પડતાં. વીજળી ક્યારે વેરણ થાય એનો ભરોસો ન રહેતો. જેવી લાઈટ જાય કે દીવા પેટાવી દેવામાં આવતા.

ધીમેધીમે દીવા ભૂલતા ગયા અને ‘બત્તી’નું રાજ ફૂલ્યું-ફાલ્યું. ફાનસ ઓછાં થતાં ગયાં અને અને પેટ્રોમેક્સની રોશનીનો રોફ ઘટતો ગયો. લાઈટના ગોળા આવ્યા, વીજળીના ચાળા પાડતી ‘લબૂક-ઝબૂક’ ટ્યુબ લાઈટ આવી તે હજી આજે પણ દીવાલોને વળગી છે.

બહાર પ્રસંગે વપરાતી પેટ્રોમેક્સ ગઈ અને સૂરજ સામે ધૂળ ઉડાડતી હેલોઝન આવી, વીજળીના ગોળા ગયા ને એલઈડી આવી. આમ અંધારું ઉલેચતા પ્રકાશના વિવિધ સાધનોનો પરિવાર બહોળો થતો ગયો.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: