ચાલો જાણીએ,ભીંડા ના દમદાર અનેક ફાયદાઓ…

ભીંડા ફક્ત એક શાકભાજી જ નહી પણ આપણા શરીરને તંદુરસ્ત રાખવામાં મદદ કરનાર આર્યુવેદિક ઓષધી તરીકે પણ ઉપયોગ કરી શકાય છે. ભીંડામાં વિટામિન એ, બી, ઈ ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે અને મેગ્નેશિયમ, પોટેશિયમ. કેલ્શિયમ જેવા તત્વો પણ જોવા મળે છે. ભીંડાનુ સેવન કરવાથી આપણુ શરીર અનેક રોગોથી છુટકારો મેળવી શકાય છે.

ભીંડામાં રહેલા ચીકણા રેસાદાર ફાઈબર આપણા શરીરને સ્વસ્થ રાખે છે.

ભીડાનુ સેવન કરવાથી પેટ સંબંધિત રોગો જેવા કે પેટનો દુ:ખાવો, કબજિયાત, પેટમાં ભારેપણુ અનુભવવુ જેવી બધી સમસ્યાઓમાંથી રાહત મળે છે અને સાથે આપણી પાચન ક્રિયાને પણ ઠીક કરવામાં મદદ કરે છે.

ભીંડાનુ સેવન કરવુ ડાયાબીટિશના રોગીઓ માટે પણ ફાયદાકારી સાબિત થાય છે.

ભીંડાના શાકનુ સેવન કરવાથી નેત્ર દ્રષ્ટિ તેજ થાય છે અને આંખો સંબંધિત રોગોમાંથી રાહત મેળવી શકાય છે.

વાળોની સારી કંડીશનિંગ માટે ભીંડાને પાણીમાં ઉકાળીને એ પાણીમાં લીંબુના કેટલાક ટીપા નાખીને વાળમાં લગાવો.

ભીંડામાં રહેલા લસદાર ફાઈબર અને કેલ્શિયમ હાડકાઓ માટે ફાયદાકારી હોય છે અને સાંધાના દર્દમાંથી રાહત અપાવવામાં મદદરૂપ સાબિત થાય છે.

ભીંડામાં એવા એંટીઓક્સીડેંટ્સ જોવા મળે છે જે આપણી ત્વચા માટે ફાયદાકારી સાબિત થાય છે. ભીંડાનુ સેવન કરવાથી ચેહરાના દાગ-ધબ્બાથી રાહત મળે છે અને ચેહરાની કરચલીઓમાંથી રાહત મળે છે.

ભીંડાનું સેવન કરવાથી યુરીન ખુલીને આવે છે અને બળતરા પણ ઓછી થાય છે.

ભીંડા વજન ઓછુ કરવામાં પણ મદદ કરે છે. તેનુ સેવન કરવાથી વજન ઘટવુ શરૂ થઈ જાય છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: