અળવી – શ્રેષ્ઠ ઔષધી છે.

એક ઉષ્ણકટિબંધિય બારમાસીય વનસ્પતિ છે જેને એનાં મૂળમાં થતી અળવીની ગાંઠ મેળવવા માટે તેમજ એનાં મોટાં કદનાં પાંદડાં મેળવવા માટે ઉગાડવામાં આવે છે. આ કાંજી ધરાવતી ગાંઠ અને પર્ણો બંન્ને ખાદ્ય પદાર્થો છે. આ વનસ્પતિ ઘણા પ્રાચીન સમયથી ઉગાડવામાં આવતી વનસ્પતિઓ પૈકીની એક છે.

પુખ્ત ન થયેલા છોડનાં પાન તથા ગાંઠ વિષકારક હોવાને કારણે અખાદ્ય ગણાય છે. આમ તેમાં રહેલા કેલ્શિયમ ઓક્ઝોલેટ નામના ઘટકને કારણે થાય છે, આ ક્ષારના સ્ફટિકો સોયાકાર હોય છે અને તેથી તે ગળામાં ખંજવાળ પેદા કરે છે. જો કે આ ક્ષાર ખાદ્ય પદાર્થ બનાવતી વેળા ગરમ થવાથી નષ્ટ થઇ જતો હોય છે. અથવા તેને રાતભર ઠંડા પાણીમાં રાખી મુકવાથી પણ ઝેરી અસર નષ્ટ થઇ જતી હોય છે.

અળવી અત્યંત પ્રસિદ્ધ અને સૌને માટે પરિચિત હોય તેવી વનસ્પતિ છે. અળવીની પ્રકૃતિ ઠંડી અને તર હોય છે. અળવીની અનેક જાતો થાય છે: રાજાળુ, ધાવાળું, કાળીઅળુ, મુંડળેઅળુ, ગીમઅળુ અને રામઅળુ. એ સર્વમાં કાળી અળવી ઉત્તમ છે. કેટલીક અળવીને મોટા અને કેટલીકને ઝીણા-નાના કંદ હોય છે, જેની તરેહતરેહની વાનગીઓ બનાવાય છે.

 

અળવીના પાનમાંથી પાત્રા કે પતરવેલીયા તરિકે ઓળખાતી પ્રખ્યાત ગુજરાતી વાનગી બને છે. અળવીની ગાંઠોનું શાક બને છે, જે ખાસ કરીને ફરાળ તરિકે ખાવામાં આવે છે. અળવી ઉનાળા અને ચોમાસા દરમ્યાન ઉગે છે. અળવી રક્તપિત્તના ઉપચારમાં વપરાય છે અને તે ઉપરાંત ઝાડા બંધ કરનારી અને વાયુ પ્રકોપ કરનારી વનસ્પતિ છે.

અળવી શીતળ, જઠરાગ્નિ પ્રદીપક, મલાવષ્ઠંભક-મળ રોકનાર, બળ અને વજનની વૃદ્ધિ કરનાર, પ્રસૂતાનું ધાવણ વધારનાર, અળવીના સેવનથી મળમૂત્ર સાફ થાય છે. આ કંદ ધાતુ વધારનાર, રક્તપિત્તનાશક, શક્તિવર્ધક અને વાયુની વૃદ્ધિ કરે છે.

નળવાયુ થવાથી પેશાબમાં બળતરા થતી હોય તો અળવીના પાનના અડધા કપ જેટલા તાજા જ કાઢેલા રસમાં એક ચમચી સાકર નાખી સવાર-સાંજ પીવો.

વાયુનો ગોળો થવાથી જો પેટ ફૂલી ગયું હોય તો અળવીના પાનને દાંડા સાથે બાફી તેના પાણીમાં અડધી ચમચી ઘી નાખી સવાર-સાંજ પીવું. અળવીના પાનના રસમાં જીરાનું ચૂર્ણ નાખી પીવાથી પિત્તની તકલીફ મટે છે.અળવીના કંદનું શાક ખાવાથી ધાવણ વધે છે. અળવીના દાંડાની રાખ મધ સાથે આપવાથી કૃમિ મટે છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: