સુરતના હીરા ઉદ્યોગપતિએ આદિવાસી બાળકો માટે બે વર્ષમાં 67 હોસ્ટેલ બનાવી લોકાર્પણ કરી, ભવિષ્યમાં 41 હોસ્ટેલ બનવાનો ટાર્ગેટ..

સુરતને કર્મભૂમિ બનાવનાર હીરા ઉદ્યોગપતિ સમાજનું રૂણ અદા કરવા માટે આદિવાસી વિસ્તારમાં ભાગીદારીમાં 108 હોસ્ટેલ બનાવવાનું નક્કી કર્યું હતું. માત્ર બે વર્ષમાં 67 હોસ્ટેલ બનાવી દીધી છે.

મૂળ ભાવનગરના વલ્લભીપુર તાલુકાના હળિયાદ ગામના વતની કેશુભાઈ ગોટીએ સુરતને ત્રણ દાયકાથી વધુ સમયથી કર્મભુમિ બનાવી છે. સુરતમાં મોટા પાયે તેઓનો હીરાનો ઉદ્યોગ છે. સમાજનું ઋણ અદા કરવા હીરા ઉદ્યોગપતિ કેશુભાઈ ગોટીએ આદિવાસી બાળકોના વિકાસ માટે અને તેઓના અભ્યાસ માટે બે વર્ષ પહેલા હોસ્ટેલ બનાવવાનું નક્કી કર્યું હતું. ત્યાર બાદ તેઓએ 108 હોસ્ટેલ બનાવવાનું નક્કી કર્યું હતું. કારણ કે માળામાં 108 મણકા હોય એટલે 108 હોસ્ટેલ બનાવવાનું નક્કી કર્યું હતું. એક હોસ્ટેલનો ખર્ચ 25 થી 30 લાખ છે.

તે માટે તેઓએ માતૃશ્રી કાશીબા હરીભાઈ ગોટી ચેરીટેબલ ટ્રસ્ટ નામથી ટ્રસ્ટ બનાવ્યું છે. જેટલા પણ હોસ્ટેલ બન્યા છે અને બનાવવાના છે. તેમાં અડધા ભાગીદાર આ કેશુભાઈનું ટ્રસ્ટ હોય છે અને બાકીના અડધા ભાગીદાર અન્ય કોઈ પણ સંસ્થા કે વ્યકિત હોય છે. તમામ હોસ્ટેલોના અડધા ભાગીદાર કેશુભાઈનું ટ્રસ્ટ અને અડધામાં અન્ય લોકો છે. માત્ર બે વર્ષમાં તેઓએ 67 હોસ્ટેલ બનાવી ખુલ્લી મુકી છે.જ્યારે 4 હોસ્ટેલ બનીને તૈયાર છે. હજી 41 હોસ્ટેલ બનાવવાની છે.તેઓએ એક હોસ્ટેલ ઓરિસ્સાના આદિવાસી વિસ્તારમાં પણ બનાવી છે. હોસ્ટેલ પર જે અડધા ભાગીદાર હોય છે તેમનું નામ લખાય છે. તેમાં પોતાના ટ્રસ્ટનું નામ નથી હોતું.

ભગવાને એટલું આપ્યું કે, લોકોની સેવા કરી શકું

ડાંગમાં સેવાકિય પ્રવૃત્તિ માટે જઈએ છે એટલે ત્યાંના લોકોની જરૂરિયાતનો ખ્યાલ છે. તેથી તેમની જરૂરિયાત હોસ્ટેલની હોવાનું જણાયું હતું. તમામ ભાગીદારોએ સહકાર આપ્યો છે. ભગવાને મને એટલું આપ્યું કે હું લોકોની સેવા કરી શકું માટે હોસ્ટેલ બનાવવાનું નક્કી કર્યું હતું- કેશુભાઈ ગોટી, હોસ્ટેલ બનાવનાર

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: