જાણો, સેમલ ના વૃક્ષ ના અદભૂત ફાયદાઓ

આ એક આયુર્વેદિક વૃક્ષ છે જેના બધા ભાગ જેમ કે, ફૂલ, ફળ, પાન, જડ, અને છાલ વગેરેનો ઉપયોગ અનેક પ્રકારની બીમારીયોને દૂર કરવા માટે કરવામાં આવે છે. આયુર્વેદમાં આને યૌન સ્વાસ્થ્યને વધારવા, અસ્થમા, લોહીની કમી, ઝાડા, જેવી સમસ્યાથી છુટકારો મેળવવા સેમલનો ઉપયોગ કરવામાં આવે છે. તો હવે આપરે જાણીએ સેમલ સબધિત ફાયદાઓ.

સેમલના ફાયદા

તમારા સ્વાસ્થ્યથી સબંધિત સમસ્યાઓનું સમાધાન કરવા માટે સેમલ વૃક્ષનો ઉપયોગ આયુર્વેદિકના નિયમ પ્રમાણે કરી શકાય છે. આ એક બહૂઉદેશીય વૃક્ષ છે. આ મુખ્યરૂપથી આપણાં ઉપયોગી ફાઈબર, ખાવા યોગ્ય ફૂલો અને આ વૃક્ષના અન્ય ભાગોનો ઉપયોગ કરવામાં આવે છે. આ વૃક્ષનો ઉપયોગ ક્યારેક લોકો પોતાના ઘરની બહાર ઘરની સુંદરતા વધારવા માટે કરે છે. સેમલના વૃક્ષ નો ઉપયોગ કરી અનેક સ્વાસ્થ્ય લાભ પ્રાપ્ત કરી શકાય છે જે નીચે પ્રમાણે છે.

મૂત્રવર્ધકના રૂપમા સેમલનો ફાયદો:

જો તમને પેશાબ સબંધિત કોઈ પ્રકારની સમસ્યા છે તો તમે સેમલની જડોનો ઉપયોગ કરી શકો છો. આ તમારી પેશાબ સબંધિત સમસ્યાઑ ને દૂર કરવા સૌથી પ્રભાવિત અને આયુર્વેદિક ઉપચાર છે. સેમલની જડ તમારા માટે ટોનિકનું કામ કરે છે. સેમલની જડનો ઉપયોગ કરી તમે કોલેરા, ક્ષય રોગ સબંધિત સમસ્યા, પેશાબ સબંધિત સમસ્યા, પેટ નો દુખાવો વગેરે સમસ્યાઓના ઉપચાર થાય છે. આ પ્રકારે તમે સેમલની જડનો ઉપયોગ કરી અનેક પ્રકારની સમસ્યાઓને દૂર કરી શકો છે.

લોહીને શુધ્ધ કરવા માટે:

તમારા શરીરમાં વધારે ચામડીના રોગ લોહીમાં ઉપસ્થિત અશુધ્ધિયોને કારણે થાય છે. જો તમે આ સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે સેમલ પાન ફાયદાકારક છે. સેમલના તાજા પાન તોડી અને તેને પાણી સાથે વાટી દેવું. આ વાટેલી પેસ્ટમાં એક ગ્લાસ પાણી  મિક્ષ કરી કપડાંથી ગાળી લેવુ, અને આનું સેવન કરવું. આ તમારા લોહીને સાફ કરવામાં મદદ કરે છે.

સેમલની જડ માસિક ધર્મ માટે ઉપયોગી:

એવી સ્ત્રીઓ માટે સેમલની જડ એક ઓષધિ નું કામ કરે છે. જે માસિક ધર્મના સમયે વધારે લોહીથી પરેશાન છો. તો આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે સેમલની જડને સુખવી તેનો પાઉડર બનાવી લેવો અને આનું 100 ગ્રામના પ્રમાણમા મૂલેઢી પાઉડર 50 ગ્રામ અને સ્વાર ગેરુને 25 ગ્રામ મિક્ષ કરવું. આ મિક્ષરને રોજ પાણી સાથે દિવસમાં બે વખત સેવન કરવું. આ સ્ત્રી વધારે સ્ત્રાવને રોકવા મદદ કરે છે.

સેમલની છાલનો ઉપયોગ ખીલ માટે લાભદયી:

તમે તમારા ચહેરાને સુંદર બનાવી રાખવા અને ચહેરાના ખીલ અને ત્વચાની ખામીને દૂર કરવા માટે સેમલની છાલનો ઉપયોગ કરી શકો છો. તમે સેમલના વૃક્ષના કાટાવાળા ભાગને કાઢી લેવું અને આનું પેસ્ટ તૈયાર કરવી. સેમલની છાલનું પેસ્ટ બનાવી પછી તેનો ઉપયોગ પ્રભાવિત ક્ષેત્રમાં કરવું. આ ખીલ- ફોલ્લીઓના ઉપચારની સાથે સથે ત્વચાની જલનનો પર ઈલાજ કરે છે. જો રોજ તમે આ છાલનો ઉપયોગ ત્વચા પર કરવામાં આવે તો આ ખીલના ડાઘ  પણ ઓછા કરે છે.

કમજોરીને દૂર કરવા માટે સેમલના ફૂલનો ઉપયોગ ફાયદેકારક:

જો તમારી શારીરિક કમજોરી છે તો તમારા માટે સેમનનું ફૂલ ટોનિકથી ઓછુ નથી. તમે આ ફૂલની ડાળી વાળા ભાગ જે લીલા રંગનો હોય છે એને હજુ છાયદાવાળા ભાગમાં સૂકાવી દેવું. સુખાયેલા આ ફૂલને વાટીને પાઉડર બનાવી લેવો. 1 ગ્લાશ દૂધની સાથે 2 ચમચી મધ, 1 મોટી ચમચી દેશી ઘી અને 1 નાની ચમચી સેમલના ફૂલ મિક્ષ કરી દિવસમાં બે વખત સેવન કરવું. આ તમારા શરીરની કમજોરી દૂર કરે છે.

સેમલના જડની છાલનો ઉપયોગ મા ના દૂધ વધારવા માટે:

સ્તનપાન કરાવતી માતાએ વધારે પોષણની આવશ્યકતા હોય છે, જો એને યોગ્ય પોષણ પ્રાપ્ત નહીં થાય તો આના ફળ સ્વરૂપે એમની દૂધ ઉત્પાદનની ક્ષમતા ઓછી થઈ જાય છે. જે બાળક માટે હાનિકારક થઈ શકે છે. પરંતુ મહિલાઓની દૂધની ક્ષમતા વધારવા માટે સેમલની જડની છાલનો ઉપયોગ કરી શકાય છે. તમે આના જડની છાલને કાઢી અને છાયદામાં સુકાય દેવી. પછી તેને વાટી લેવી. સ્ત્રીયે આ પાઉડરને પાણી અને દૂધની સાથે દિવસમાં બે વાર સેવન કરવું. સ્ત્રીના દૂધ ઉત્પાદનની ક્ષમતા વધે છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: