જાણો, સદાબહાર ના ફૂલ ના અદભૂત ફાયદાઓ

સદાબહાર એક એવું ફૂલ છે કે જે આખા વર્ષના 12 મહિના સુધી ખીલે છે. આ ફૂલને નયનતારા અને બારમાસી ના નામથી પણ ઓળખવામાં આવે છે. સદાબહાર ફૂલમાં ઓષધીય ગુણો પણ જોવા મળે છે. તે ઝાડી વગરનો છોડ છે તેના પાન ઈંડા જેવા આકારના હોય છે. તેના ફૂલમાં 5 પાંખડી હોય છે. સદાબહારના ફૂલના ફાયદા, ઘરેલુ ઉપચાર અને તેનો ઉપયોગ ઘણો ફાયદા કારક માનવા માં આવે છે. સદાબહારના ફૂલ સફેદ, ગુલાબી, જાંબુડા રંગના, ફાલસાઈ રંગના હોય છે. અંગ્રેજી ભાષામાં તેને વિંકા કહેવામા આવે છે. સદાબહારના ફૂલને ભગવાનની પુજા કરવા માટે ઉપયોગ લેવા માં આવે છે. તેના ફૂલ જોવામાં ખુબજ સુંદર હોય છે જે આપણું મન મોહિત કરે છે. આવો તેના ફાયદા વિશે જાણીએ.

સદાબહારના ફાયદા વિશે જાણીએ

ડિપ્થીરિયાના ની સારવાર માટે

સદાબહારના પાનમાં વિન્ડોલીન નામનો ક્ષાર હોય છે જે ડિપ્થીરિયાના જીવાણુ કારિનેબેક્ટેરિયા ડિપ્થીરિયાની વિરુધ્ધ સક્રિય થાય છે. એટલા માટે તેના પાનનો ઉપયોગ ડિપ્થીરિયાની બીમારીની સારવાર માટે કરવામાં આવે છે. અને તેના છોડ ના મૂળ નો ઉપયોગ વીંછી ,અને સાપના અને બીજા કોઈપણ જીવજંતુ ના કરડવા પર તેનું ઝેર ઉતારવા માટે ઉપયોગ કરવામાં આવે છે. અને તેના પાનને વાટીને લગાવવાથી ડિપ્થીરિયા માં ફાયદો થાય છે.

ડાયાબિટીસમાં ફાયદાકારક :

દક્ષિણ આફ્રિકામાં સદાબહારના છોડ નો ઉપોયોગ ડાયાબિટીસની સારવાર માટે કરવામાં આવે છે. સદાબહારના મૂળ લોહીમાં શુગરનું પ્રમાણ ઓછું કરે છે. તેના પાનના રસનો ઉપયોગ હડ્ડાડંખ ની સારવાર માટે પણ કરવામાં આવે છે. ડાયાબીટીસના ના દર્દીઓ માટે એંટી–ડાયાબિક ની જેમ કામ કરે છે. સદાબહારના પાન ખાવાથી લોહિ માં શુગરનું પ્રમાણ કંટ્રોલમાં રાખે છે. ડાયાબીટીસના દર્દીઓ તેના સફેદ ફૂલો ને સવારે ભૂખ્યા પેટે ખાવાથી ડાયાબિટીસ દૂર થાય છે. રોજ તાજા પાનને પાણીની સાથે વાટીને તેનો રસ બનાવીને જમીને પછી પીવાથી ખૂબ ફાયદો થાય છે.

કેંસરથી બચવા માટે :

આયુર્વેદમાં માં જાણકાર સફેદ ફૂલ વાળો સદાબહારનો છોડ કેંસરની બીમારીની સારવારમાં ખૂબ સારી માનવામાં આવે છે. તેના પાંદડા કેન્સર વિરોધી હોય છે. તે કેંસરના સેલ્સને વધવાથી રોકે છે અને ખરાબ થયેલ ભાગને બીજીવાર સારું બનાવે છે. અને જો કેંસરના 1 સ્ટેજ વાળા દર્દીઓને સદાબહારના પાનનો રસ પાવાથી તેને વધતી બીમારી ને રોકવામાં ઘણો ફાયદો થાય છે. અને છેલ્લા સ્ટેજમાં જો તેનો ઉપયોગ કરવાથી દર્દીની ઇમ્યુનિટી શક્તિશાળી બનાવે છે. જેનાથી તે થોડાક વધારે સમય જીવન જીવી શકે છે.

મોઢા અને નાક માથી લોહી નીકળવું બંધ કરે :

મોઢા અને નાકથી લોહી નીકળવા પર સદાબહારનો ઉપયોગ કરવાનું સૂચન કરવામાં આવ્યું છે. લોર્ડ બેકનને પણ અવયવના જકડાવવા પર તેણે સદાબહારના મૂળનો ઉપયોગ કરવા ની સલાહ આપી છે. તેનો ઉપયોગ સ્કર્વી, ઝાડા, ગળાના દુખવામાં, ટન્સીલ્સમાં સોજો, લોહી નીકળવામાં આવી દરેક તકલીફોમાં ફાયદાકારક છે.

મોનોરેજિયા ના ઉપચાર માટે :

સદાબહારના છોડ પેટ માટે સારું સાબિત થાય છે. તેના પાંદડા નો રસ મોનોરેજિયા ની બીમારીની સારવાર માટે ઉપયોગ કરવામાં આવે છે. ખાસ કરીને આ બીમારીમાં સાધારણ સ્વરૂપે પિરિયડ આવવા લાગે છે. સદાબહારના પાનને વાટીને પાણીમાં નાખી તેનો રસ બનાવીને પીવાથી પણ ફાયદો થાય છે. અને તેના મૂળને સૂકવીને પાઉડર બનાવીને રોજ પીવાથી પણ મોનોરેજિયાની બીમારીમાં ફાયદો થાય છે.

ફેફસાના ઇન્ફેકશન માટે :

સદાબહારનો ઉપયોગ ફેફસાના ઇન્ફેકશન જેવીકે ઉધરસ, ગળું બેસી જવું, આવી તકલીફોની સારવારમાં ઉપયોગ કરવામાં આવે છે. સદાબહારના ફૂલોમાં ક્ષારીય તત્વો જોવા મળે છે. જે ઉધરસ ની ર્તકલીફમાં સંજીવની બુટીની જેમ સ્વાસ્થય માટે ફાયદાકારક છે. સદાબહારના પાન તોડવાથી તેનામાં દૂધ નીકળે છે. તે દૂધ ઘાવ પર લગાવવાથી ઇન્ફેક્ષન થતું નથી. અને જલ્દી સારું થાય છે.

જો વાળ ખરતા હોય કે સફેદ જેવી તકલીફથી ઘણા લોકો પરેશાન હોય છે. તેના ઉપાય માટે સદાબહારના ફૂલને કૂચડીને માથામાં ભરવાથી વાળ ખરતા અટકે છે અને સફેદ વાળમાં રાહત મળે છે. અને તેના મૂળને વાટીને તેલમાં ભેળવીને તેલ માથામાં નાખવાથી પણ વાળમાં ઘણો ફાયદો થયા છે.

અડધા કપ પાણીમાં સદાબહારના ના ત્રણ તાજા ગુલાબી ફૂલ 5 મિનિટ પલાળીને રાખો. પછી ફૂલ બહાર કાઢી લો પછી તે પાણી ભૂખ્યા પેટે પીવું અને 8થી10 દિવસ કરવાથી શુગરમાં ઘણો ફાયદો થાય છે.સદાબહારના ના ફૂલો અને પાનના રસ ને ખીલ પર લગાવવાથી થોડા દિવસમાં કરવાથી ફાયદો થાય છે. પાન અને ફૂલ ને વાટી ને તેનો લેપ ખીલ પર લગાવવાથી ખીલ દૂર થાય છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: