ઘઉંની રોટલી ના ફાયદા – ગેરફાયદા વિશે શું આપ જાણો છો ??

ગુજરાતીઓ રોજિંદા ખોરાકમાં રોટલીનો ઉપયોગ કરતાં હોય છે, પરંતુ શું તમને ખબર છે કે વધારે રોટલી ખાવાથી પણ ચરબીના થર વધી શકે છે. નિષ્ણાતોનું માનવું છે કે રોટલીમાં સુગરનું પ્રમાણ વધારે રહેલું હોય છે અને તેના કારણે ડાયાબીટીસ પણ થઈ શકે છે. ઘઉં, ચોખા અને મકાઈમાં શરીર માટે જરૂરી માઈક્રો ન્‍યુટ્રીશિયન ખુબ જ ઓછા પ્રમાણમાં હોય છે. જેથી રોટલી બધુ પ્રમાણમાં ખાવાથી શરીરે સોજા અને ખંજવાળ આવી શકે છે. શરીર માટે ઘઉં, ચોખા અને મકાઈ જેવા અનાજની જેમ બાજરી, સોયાબીન જેવા જાડા (મોટા) ધાનનો ઉપયોગ ખોરાકમાં કરવો હિતાવહ છે.

ડોક્ટરના જણાવ્યાં પ્રમાણે, આપણા દેશમાં રોજીંદા ખોરાકમાં બાજરાના રોટલા જોવા મળતા હતા. પરંતુ ધીરેધીરે ખોરાકમાં પણ લોકોમાં શહેરીકરણ થઈ રહ્યું છે. બાજરીના રોટલા હવે શહેરી વિસ્‍તારોમાં જાણે અદ્રશ્‍ય જ થઈ ગયા છે અને ફાસ્‍ટફૂડના જમાનો આવતા સ્‍વાસ્‍થ્‍ય સંબંધી ચિંતાના કારણો વધી ગયા છે.

રોટલી ઘઉંથી બને છે અને ઘઉંમાં વધારે પ્રમાણમાં કોર્બોહાઈડેટ હોય છે જયારે શરીર માટે જરૂરી ગણાતા મીનરલ, વિટામીન્‍સ, ફાયબર, કેલ્‍સીયમ, આર્યન, મેંગેનીઝ સહિતના સુક્ષ્મ તત્‍વો (માઈક્રો ન્‍યુટ્રીશિયન) ઘણા ઓછા હોય છે. પરિણામે વધુ પડતી રોટલી ખાવાથી શરીરમાં સુગર વધે અને ડાબાબીટીસની સંભાવનાઓ વધી જાય છે.

રોટલીમાં માઈક્રો ન્‍યુટ્રીશિયન ખુબ ઓછા પ્રમાણમાં હોય છે જેથી તેની ઉણપથી ‘ગ્‍લુટેન એલર્જી’ થાય છે અને શરીરે સોજા કે ખંજવાળ આવવાની શરૂ થઈ જાય છે. આવા સંજોગોમાં ડોક્‍ટરો રોટલી નહીં ખાવાની સલાહ આપે છે અને બાજરીના રોટલા ખાવાનુ કહે છે. શરીર માટે માઈક્રો ન્‍યુટ્રીશિયન ખુબ જ જરૂરી છે અને તે મોટાભાગે મોટા અનાજમાંથી મળી રહે છે. જુવાર, બાજરા, રાગી, જવ, કોદરી, નાગલી, મોરયો, જેવા મિલેટ્સ ખોરાકમાં લેવુ હિતાવહ છે.

ઘઉં, ચોખા, મકાઈ જેવા અનાજમાંથી કાર્બોડાઈડ્રેટ મળે છે. તેમાંથી ઓછા પ્રમાણમાં ફેટ, પ્રોટિન, મિનરલ પણ મળે છે. જુવાર, બાજરા, સોયાબીન માંથી પ્રોટીન, કેલ્‍સીયમ, આર્યન, વિટામીન્‍સ, ફાયબર, મેગાનીસ મળી રહે છે. ચણા, મગ, તુવેર, અડદ, મસૂર જેવા કઠોળને જેનો ખોરાકમાં ઉપયોગમાં લેવાથી પ્રોટિન વધુ માત્રામાં મળે છે…. અને હવે આટલું જાણો ઘઉં વિશે

તો જાણો ઘઉં ની મુખ્ય 3 જાત છે,
1, બન્સી
2, ટુકડા (હાલ 496 તથા અલગ અલગ રિસર્ચ જાત આવે છે)
3, LOK-1

બન્સી

ઘઉં જવીયા ઘઉં તરીકે પણ ઓળખાય છે, તેમાં ફાઇબર સૌથી વધુ હોય છે, જવ જેટલાજ ફાઇબર હોવાથી જવીયા ઘઉં તરીકે ઓળખાય છે

તેમાં ગ્લુટેન નહિવત જેટલું હોય છે, તેમાં ફાઇબર વધુ હોવાથી પાચન જલ્દી થાય છે અને લોટ બાંધતી વખતે મોણ (તેલ) ના નાખો તો ચાલે, મોણ નાખવાથી રોટલી કડક લાગે

ટુકડા ઘઉં

ટુકડા હાલ અત્યારે સૌથી. વધુ પ્રચલિત અને ખવાતી જાણીતી જાત છે, તેમાં ફાઇબર થોડું ઓછું અને ગ્લુટેન થોડું વધારે હોય છે પણ અત્યારે સૌથી વધુ ખવાતી હોય તે જાત ટુકડા ઘઉં છે,

LOK-1

આ ઘઉં ખરેખર મિલબર ઘઉં જ કહેવાય છે, આમાં સૌથી વધુ ગ્લુટેન હોય છે અને ફાઇબર નહિવત જ હોય છે, માટે સસ્તા મળે છે અને સૌથી વધુ મેંદો બનાવવામાં ઉપયોગ થાય છે

શરીર ને સૌથી વધુ ફાઇબર ની જરૂરિયાત હોય છે,
ગ્લુટેન (મેંદો) પચવામાં ભારી અને કબજિયાત નું કારક છે

આ માહિતી જાણ માટે મુકેલી છે કે આપણા શરીર ને કેવો ખોરાક ફાયદાકિય છે,

નોંધ :-મેંદો શરીર ને નુકશાન કરે જ છે એ આપ સૌ જાણો જ છો… તો એ પણ યાદ રાખજો કે મેંદો એટલે એકદમ બારીક પીસાયેલા ઘઉં.

– ડો.સુરેશ સાવજ

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: