જાણો, નિર્ગુન્ડી ના વૃક્ષ ના અદભૂત ફાયદાઓ

નિર્ગુન્ડી માંસપેશીઓને આરામ, દર્દમાં રાહત, મચ્છરને દૂર કરવા, ચિંતા અને હાડકાના રોગને દૂર કરનાર એક ખુબજ સરસ આયુર્વેદિક દવા છે. આ ઝાડના દરેક ભાગો સારી રીતે સ્વાસ્થય ની દરેક સમસ્યાઓ માટે પ્રાકૃતિક સારવાર સ્વરૂપે આયુર્વેદમાં ઉપયોગ કરવામાં આવે છે. હિમાલયના વિસ્તારો માં જોવા મળતી નિર્ગુન્ડીને દર્દ દૂર કારવાની દવાઓમાં તેને એક માનવા માં આવે છે. તેનું વનસ્પતિ જગતમાં તેનું નામ વાઈટેક્સ નિર્ગુન્ડી છે. તે ઝાડની ખાસિયત એ છે કે તેના પાંદડા પાંચ પાનના સમૂહમાં હોય છે. તેનો પ્રયોગ આપણે બે બહાર અને અંદરના ભાગમાં ઉપયોગ કરવામાં આવે છે. તેની પ્રકૃતિ ગરમ હોય છે. તેના છોડ મધ્ય એશિયા અને ભૂમધ્ય સાગરમાં હોય છે.

નિર્ગુન્ડીના ફાયદા જાણીએ

વાળ માટે ફાયદાકારક :

આ ઝાડના પાનથી બનાવેલ તેલને વાળમાં એક સારા રૂપમાં ઉપયોગ કરવામાં આવે છે. તેનો નિયમિત ઉપયોગ થી વાળ નું ખરવાનું દૂર થાય છે, સાથે તે વાળના વિકાસને વધારવા માટે ઉપયોગી છે. અમૂક અભ્યાસો થી જાણવા મળ્યું છે કે તેના રોજ ઉપયોગ કરવાથી જૂ, ખોડો સહિત ઉંદરીને સારું કરવામાં ફાયદાકારક છે. સ્ત્રીઓ નિર્ગુન્ડીના તેલનો વાળના વિકાસ માટે અને ખોડો દૂર કરવા માટે ઉપયોગ કરે છે.

ઘા ને સારું કરવા માટે ફાયદા કારક :

એંટી બેક્ટેરિયા, પીડાહારી અને એંટી ઇફ્લોમેટરી ગુણોથી ભરપૂર નિર્ગુન્ડી નું તેલ વાગેલ જ્ગ્યા ને સારું કરવાની સારવારમાં મદદ રૂપ થાય છે. તેનાથી ઘાવને સારું કરવાની પ્રાકૃતિક સારવાર છે. તેનાથી ઘાવ માં થતી અન્ય કોઈ તકલીફને રોકવાના ઉપચારમાં વધારે પ્રગતિ કરે છે. તેની સાથેજ ચેપના કારણે ઘાવ માથી આવટી દુર્ગંધ ને પણ ઓછી કરવા માટે નિર્ગુન્ડી ફાયદો હોય છે. નિર્ગુન્ડી નો ઉપયોગ કરવાથી સારા ક્ષેત્રો માં દર્દ અને સોજા માં પણ આરામ મળે છે. આવી રીતે ઘાવ સારો કરવા માટે નિર્ગુન્ડીનું તેલ ખુબજ ફાયદાકારક છે.

પ્રજનન ક્ષમતા વધારવા માટે ફાયદાકારક :

ઘણા સ્વસ્થ્ય ફાયદા આપવા વાળી નિર્ગુન્ડી ઔષધી સ્ત્રીના સ્વાસ્થય સારું બનાવવાની સાથે –સાથે પ્રજનન ક્ષમતા વધારવામાં મદદ કરે છે. ઘણા અભ્યાસો દ્વારા જાણવા મળ્યું કે વંધ્યત્વથી પીડિત મહિલા ઓને 200 મિલી ગ્રામ નિર્ગુન્ડિના રસનું સેવન કરવું જોઈએ. નિયમિત રીતે 6 મહિના સુધી નિર્ગુન્ડિની ચા પીવાથી ઘણો ફાયદો થાય છે. તેનાથી મહિલાઓ ને પૂરતા પ્રમાણમાં વિટામિન અને ખનીજ પદાર્થો મળે છે. આવી રીતે મહિલાઓ વ્યંધત્વ નું પ્રાકૃતિક સારવાર કરવા માટે કરે છે.

માસિક ધર્મમાં ફાયદાકારક :

એક અભ્યાસ થી જાણવા મળ્યુકે નિર્ગુન્ડી સ્ત્રીઓ માટે ઘણી ફાયદા કારક હોય છે. એવું માનવમાં આવે છે કે જે સ્ત્રીઓ માસિક ધર્મથી પહેલા નિર્ગુન્ડી સેવન કરતી હોય ટે સારી રીતે ચિંતા, રક્તસ્ત્રાવ અને ડિપ્રેશન જેવા લક્ષણો નું પ્રબંધ કરવામાં સારી રહે છે જ્યારે લગભગ 3 માસિક ચક્રને માટે રોજ વપરાશ કરવાથી માસિક ધર્મ પછી થતી તકલીફ જેવીકે પેટનો દુખાવો , ખેંચાણ અને અન્ય લક્ષણોમાં ઘટાડો થાય છે . આવી રીતે મહિલાઓ આ નિર્ગુન્ડીનો ઘણો ફાયદો થાય છે.

મીનોપોઝ ઘટાડવા માં ફાયદા રૂપ :

કેટલાક અભ્યાસોથી જાણવા મળે છે કે નિર્ગુન્ડીના છોડનો ઔષધીય વપરાશ કરવાથી પ્રોજેસ્ટેરોન નું સ્તરને વધારી શકે છે. જેનાથી મહિલાઓના મૂડમાં સુધારો કરવામાં મદદ મળે છે. રજોવૃતિ સ્ત્રીઓમાં 50 વર્ષ થી વધારે ઉમરમાં થતી એક સામાન્ય સ્થિતિ છે. નિર્ગુન્ડિના વપરાશ પર અને તેના પછી થતી સમસ્યાઓ નું નિયંત્રણ કરી શકાય છે. આ સમયગાળા દરમિયાન સ્ત્રીઓમાં થતી સમસ્યાઓમાં મૂડ સ્વિંગ, યોનિ શુષ્કતા અને ગરમ ચળકાટ દરેકનો સમાવેશ થાય છે. જો કે આ સમસ્યામાથી છૂટકારો મેળવવા માટે 8થી 10 અઠવાડીયા લાગી થઈ શકે છે. પરંતુ નિર્ગુન્ડિની ઔષધી ખુબજ ફાયદાકારક છે.

પાચન માટે નિર્ગુન્ડીના પાવડરના ફાયદા :

જો તમે પાચનની વિકૃતિઓ થી ચિંતિત છો, તો નિર્ગુન્ડી તમારી મદદ કરી શકે છે. એવું માનવા માં આવે છે કે નિર્ગુન્ડી પાચનના વિકારો ને દૂર કરવા માટે ઉત્તમ વિકલ્પ છે. તે પાચનતંત્રની કાર્યક્ષમતામાં સુધારો અને મજબૂત કરવામાં મદદ કરે છે. તે ભૂખ વધારવામાં પણ મદદ કરે છે. આ ઉપરાંત નિર્ગુન્ડીની ઔષધીય ગુણ પેટનો દુખાવો, પેટનો ગેસ, આવરણ અને પેટમાં બળતરા જેવી અનેક સંસયાઓ દૂર કરવામાં માટે ફાયદાકારક છે. નિર્ગુન્ડિના પાનમાથી કાઢેલ રસનો ઉપયોગ કરીને. તે પાચનતંત્રને સાફ કરે છે. આ રીતે પાચનતંત્ર સારું બનાવવા માટે નિર્ગુન્ડી ખુબજ ફાયદાકારક.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: