નાગરવેલ – શ્રેષ્ઠ ઔષધી છે.

ગામ શહેરમાં ઠેર ઠેર જોવા મળતા “પાન કોર્નર”માં ખરેખર નાગરવેલના પાનની આડશમાં પાન ઓછા અને તમાકુ ,બીડી ,સિગરેટ જેવા વ્યસન વધારે વેચાય છે એ હકીકત છે .

કટુ અને તિકત રસ ધરાવનાર, કફ -વાતના રોગોને હરનાર નાગરવેલ એ મુગલ સામ્રાજ્ય પહેલા પણ જમ્યા પછી અને જમ્યા પહેલાના વ્યંજન , ગાયીકી , શોખ – પાચન માટે ખવાતા .

સૌથી જૂનામાં જૂનો નાગરવેલના પાન ખાવાનો ઉલ્લેખ યુરોપિયન પુસ્તકોમા માર્કો- પોલો (ઇ.સ.1298) માંથી મળે છે . એ પછી વાસ્કો- ડી- ગામા વગેરેના લખાણોમાં પણ મળે છે .

સંસ્કૃત સાહિત્ય , ઉર્દૂ – હીન્દી -મરાઠી સાહિત્ય અને આપણા ગુજરાતી લોકગીતો , ભજન ધોળમા પણ નાગરવેલના પાન નો ઉલ્લેખ છે .

આપણી ઘણી શુભ વિધિઓમાં પણ તુલસીપત્ર સાથે નાગરવેલનનુ પાન વપરાય છે . જે શુભ પ્રસંગે ખવાતા મિઠાઈ ( કફકર ) અને ભેગા થયેલા લોકસમૂહના સંસર્ગના સંભવિત રોગો સામે રક્ષણનો ( antiseptic) દૂરંદેશી ઉપાય છે .

અંગ્રેજીમાં Betel leaf અને લેટીનમા piper betel તરીકે ઓળખાતી નાગરવેલ વેલા સ્વરૂપની વનસ્પતિ , ઠંડા વાતાવરણમાં થતી, પાણી વગર સૂકાઈ જતી ,જમીન કે કુંડામાં પણ સહેલાઈથી ઉછેરી શકાતી , ઉષ્ણ ગુણવાળી ,પાચન માટેની શ્રેષ્ઠ ઔષધી છે .

મોઢાની દુર્ગંધ , દાંતના દુખાવા ,કાનમાં રસી, શ્વાસતંત્રના રોગો , પાચનતંત્રના રોગોમાં ઉત્તમ કામ આપતી નાગરવેલમા કૃમિનો નાશ કરવાનો પણ ગુણ છે.

માત્ર નાગરવેલનું પાન અથવા ચૂનો , કાથો, વરિયાળી ,એલચી નાખીને ખવાય ત્યાં સુધી બરાબર છે. પરંતુ ક્ષણિક સ્વાદ માટે કે નશા માટે વધારે પડતી સોપારી કે તમાકુ નાખીને ખાવું કોઈને પણ ક્યારેય હિતાવહ નથી .

આજકાલ તો નાગરવેલના પાનમાં વિવિધ ફ્લેવરના મધુર મસાલા નાખીને 20 રૂપિયાથી માંડીને 200 રૂપિયા સુધીનું એક પાન વેચાય છે . જેમાં સંપત્તિનો વ્યય અને દેખાડો જ છે . …. પાચન કે ઉપરોક્ત રોગો માટે ફકત એક નાગરવેલનું પાન જ કાફી છે . જો દરરોજ મળી શકે તો ….

સંસ્કૃતમાં ” પાન ” અને ફારસીમાં ” તંબૂલ ” તરીકે ઓળખાતી નાગરવેલનું ચરકમા ” તાંબુલ” , સુશ્રુતમાં અન્નપાનવિધિમા ઉલ્લેખ છે . ધન્વંતરિ નિઘંટુમાં શ્વેત અને કૃષ્ણ એવા પાનના બે ભેદ દર્શાવેલા છે .જ્યારે રાજ નિઘંટુકારે સાત પ્રકાર દર્શાવ્યા છે .જેમાં ….શ્રીવાટી ,અમ્લવાટી ,સરસા ,ગુહાગરે , અમ્લસરા , પટુલિકા અને વ્હેસનિયા . નાગરવેલ આ નામથી વિવિધ રાજ્ય- દેશમાં ઓળખાય છે.

એન્ટિસેપ્ટિક એવી નાગરવેલ ઉષ્ણ હોવાથી તેના પાનમાંથી જલદ તેલ કાઢવામાં આવે છે . જે ” ચેવીકોલ ” નામથી ઓળખાય છે . આ ચેવીકોલ કાર્બોલિક એસિડ કરતા પાંચ ગણો અને યુજેનોલ કરતા બે ગણો વધારે જલદ છે . આના પરથી આપણને નાગરવેલની ઉષ્ણતાનો ક્યાસ આવે છે ….

બાળક કફથી ભરાયુ હોય , સસણી , પેટમાં આફરો , કોઇ સ્થાન પર સોજા…..મા નાગરવેલનું પાન સહેજ ગરમ કરી એ ભાગ પર મૂકવામાં આવે છે .

ગૂમડાં પર પાનનું ડ્રેસિંગ જલ્દી રુઝ લાવે છે .

ડૉ. ભારતી જી. બોરડ ….✍

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: