જાણો, લાજવંતી ના છોડ ના અદભૂત ફાયદાઓ

લાજવંતીને છુઈ-મુઈ ના નામથી પણ ઓળખાય છે. મશહૂર ફૂલના છોડ ચંચલ હોય છે. અંગ્રેજીમાં તેને મિમોસા પ્યુડિકા કહેવામાં આવે છે. વનસ્પતિના જગતમાં મિમોસા પ્યુડિકાના નામથી જાણવામાં આવે છે. આ છોડ ફળદ્રુપ જમીનમાં વધારે જોવા મળે છે. તેના છોડ નાના હોય છે અને તેમાં અનેક ડાળીઑ પણ હોય છે.

લાજવંતીનો છોડ ગુલાબી રંગનો હોઈ છે. તે સાચું છે કે લાજવંતીના પાનને અડવાથી તેના પાન સંકોચાય જાય છે. તેની આ ખૂબીના કારણે તેને છુઈ –મુઈ, લજૌલી, શર્મિલી, અને લાજવંતીના નામે ઓળખવામાં આવે છે. લાજવંતીના પર્ણો અને તેના મૂળમાં એંટીવાયરલ અને એંટીફ્ંગલ જેવા ગુણો હોય છે.તેના કારણે ઘણા રોગોની સાથે લડવા માટે તૈયાર હોય છે.

લાજવંતીથી આંખો નીચેના કાળા દાગ, શારીરિક નબળાઈ, નાકોળી ફૂટવી, નપુંસકતા, ડાયાબીટીસ, પેટના કૃમિઓ, કબજીયાત, ગેસ, બવાસીર, આંખનો રોગ, ટોન્સિલ્સ,જેવી બીમારીઓના ઉપાય માટે લાજવંતી ઘણી ફાયદાકારક છે.

આવો જાણીએ લાજવંતીના ફાયદા

ડાયાબીટીસમાં ફાયદાકારક :

ડાયાબીટીસના દર્દીઓને લાજવંતીના પાનનો ઉકાળો પીવાથી ઘણો ફાયદો થાય છે. ઉકાળો બનાવવા માટે 100 ગ્રામ લાજવંતીના પાનને 300 મિલી પાણીમાં નાખીને તેનો ઉકાળો બનાવીને પીવડાવાથી ડાયાબીટીસના દર્દીઓને ઘણી રાહત મળે છે. ઉકાળો નિયમિત રોજ પીવાથી ડાયાબીટીસમાં પણ ઘટાડો થાય છે. તેના પાનને સૂકવીને તેનો પાઉડર બનાવીને રોજ સવાર- સાંજ 1ચમચી પીવાથી ખૂબ ફાયદો થાય છે.

નપુંસકતા અને નબળાઈ દૂર કરવા :

લાજવંતીના પાન ઘણી તકલીફોમાં સારવાર આપે છે. ચાર એલચી, 4 ગ્રામ લાજવંતીના મૂળ, 4 ગ્રામ સેમલની છાલને પીસીને 1 ગ્લાસ દૂધમાં મેળવીને રોજ રાતે સુતા પહેલા પીવાથી નપુંસકતાની તકલીફમાં આરામ મળે છે. રોજ રાતે સુતા પહેલા લાજવંતીના બીજનું ચૂર્ણ બનાવીને દૂધ સાથે પીવાથી શારીરિક થાક દૂર થાય છે. અને તેના પાનનો ઉકાળો પીવાથી પણ રાહત મળે છે.

ઘાવને જલ્દી દૂર કરે :

કોઈ પણ પ્રકારનું વાગ્યું હોય તેને સારું કરવા માટે લાજવંતીના મૂળનું ચૂર્ણ બનાવીને દિવસમાં 3 વાર થોડા ગરમ પાણીની સાથે લેવાથી વાગ્યાનું નિશાન જલ્દી સારૂ થાય છે. અને તેના પાનને વાટીને વાગ્યા પર લગાવવાથી થોડા સમયમાં સારું થાય છે.

સ્તનનું ઢીલાપણું દૂર કરવા :

લાજવંતી અને અશ્વગંધાના મૂળો સરખા પ્રમાણમાં લઈને તેનો લેપ બનાવવો તેને ઢીલા સ્તનો પર હળવા હાથે માલિશ કરો તેમ કરવાથી સ્તનનું ઢીલાપણું દૂર થાય છે. સ્તનમાં ગાંઠ કે કેન્સર હોય તો લાજવંતી અને અશ્વગંધાના મૂળને વાટીને લગાવવાથી ઘણો ફાયદો થાય છે. આમ કરવાથી ઘણો ફાયદો થાય છે.

ઉધરસમાં રાહત આપે :

ઉધરસ હોય તો લાજવંતીના છોડના મૂળના ટુકડા કરી તેની માળા બનાવીને ગળામાં પહેરવાથી ઉધરસમાં આરામ મળે છે. તેના મૂળને વાટીને મધમાં મેળવીને ચાટવાથી અથવા તેના મૂળને ખાલી ચૂસવાથી ઉધરસ મટે છે. લાજવંતીના પણ ચાવવાથી પણ ગળાના દુખાવામાં આરામ મળે છે. અને લાજવંતીના પાન સૂકવીને તેનો ભૂકો બનાવીને મધમાં મેળવીને ગોળી બનાવીને ખાવાથી પણ ખુબજ ફાયદો થાય છે.

ઝાડામાં ફાયદાકારક :

લાજવંતીના મૂળનું ચૂર્ણ બનાવીને તેને દહી સાથે મેળવીને ખાવાથી ઝેરી ઝાડા જલ્દી મટે છે. અને લાજવંતીના મૂળનો ઉકાળો બનાવીને પીવાથી ઝાડામાં ઘણો ફાયદો થાય છે. અને તેના પાનને ચાવવાથી પણ ખૂબ ફાયદો છે. અને તેના પાનનો ઉકાળો પીવાથી પણ ઝાડામાં ઘણો ફાયદો થાય છે.

ચામડીને લગતા ચેપ માટે :

લાજવંતીના મૂળ અને પાનમાં એંટીમયક્રોબિયલ, એંટીવાયરલ અને એંટીફાંગલ જેવા ગુણો હોય છે. જે ચામડીને થતાં ચેપને થતું અટકાવે છે. લાજવંતીના પાનનો રસને દિવસમાં 3 થી 4 વાર શરીર પર લગાવવાથી ઘણો આરામ મળે છે. અને તેના પાનનો ભૂકો બનાવીને તેનું ચૂર્ણ બનાવીને 2 ટાઈમ લેવાથી ખુબજ ફાયદો થાય છે.

સર્પદંશમાં ફાયદાકારક :

સર્પદંશ માં લાજવંતી ખુબજ ઉપયોગમાં આવે છે. તેનો ઉકાળો પીવાથી પણ ઘણો ફાયદો થાય છે. સર્પદંશ માટે લાજવંતીના મૂળનો ઉકાળો બનાવીને શરીરના જ્યાં સાપે દંશ અથવા સાપ ના ડંખ હોય તેના પર લેપ લાગવાવથી ઝેરની અસર ઓછી થાય છે. જ્યારે કોઈને પણ સર્પદંશ હોવાથી દર્દીને તેના જેવુ રસને પીવાથી ઘણો ફાયદો થયો છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: