જાણો, સમગ્ર ગુજરાતમાં વાવાઝોડા બાદ ક્યારથી શરૂ થશે ઠંડીનું રાજ

રાજ્યમાં બે વાવાઝોડાની વિદાય પછી હવે શિયાળાની જમાવટ થવા લાગી છે. રાજ્યમાં શિયાળાની સૌપ્રથમ કડકડતી ઠંડી નલિયામાં પડી છે. નલિયામાં 14.2 ડિગ્રી ઠંડી નોંધાતા લોકો સિઝનની પહેલી ઠંડીમાં ધ્રુજી ઉઠયાં હતા. હવામાન ખાતાએ આજથી જ રાત્રિ તાપમાન ગગડવાની જાહેરાત કરી છે. તેમજ વધીને એકાદ સપ્તાહમાં એટલે કે 15મીથી શિયાળાની ઠંડી શરૂ થવાની આગાહી કરી છે.

સામાન્ય રીતે નવેમ્બરથી જ શિયાળાની શરૃઆત થાય છે પરંતુ ગુજરાતમાં ઠંડીની જમાવટ થોડી મોડી થાય છે. લગભગ અડધો નવેમ્બર વિતી જાય પછી ઠંડીનું પ્રમાણ વધવા લાગે છે. હવામાન ખાતાના અધિકારીએ કહ્યું કે આજથી જ રાત્રિનું તાપમાન ગગડતું જશે. હવે રાત્રિના ઠંડીનો અનુભવ થશે. 15મી સુધીમાં કે ત્યારબાદ ઠંડીમાં ઉત્તરોતર વધારો થશે. આજે અમદાવાદનું મહત્તમ તાપમાન 31.4 અને લઘુતમ તાપમાન 22.4 ડિગ્રી નોંધાયું હતું.

રાજ્યમાં સૌથી નીચું તાપમાન સરહદી કચ્છ જિલ્લાના નલિયામાં 14.2 ડિગ્રી નોંધાયું હતું. અચાનક જ ઠંડીમાં વધારો નોંધાતા અહીંના લોકો ધ્રુજી ઉઠયા હતા. ગડી વાળીને મુકેલા ગરમ વસ્ત્રો પહેરવાની ફરજ પડી હતી. નલિયામાં સામાન્ય રીતે સૌથી વધુ ઠંડી નોંધાતી હોય છે. કેમકે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન તરફથી વહેતા ઠંડા પ્રવાહો આ શહેરને ઘેરી વળે છે. નલિયા સિવાય કંડલા એરપોર્ટ, ભૂજ, કેશોદ, ડીસા, રાજકોટમાં 20 ડિગ્રી કરતા નીચું તાપમાન નોંધાયું હતું.

ક્યાં કેટલી ઠંડી

નલિયા-14.2 ડિગ્રી

ભૂજ-18.7 ડિગ્રી

કંડલા એરપોર્ટ-18.7 ડિગ્રી

રાજકોટ-19 ડિગ્રી

કેશોદ-19.4 ડિગ્રી

ડીસા-19.5 ડિગ્રી

કંડલા પોર્ટ-20 ડિગ્રી

સુરેન્દ્રનગર-20.5 ડિગ્રી

આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી

હવામાન ખાતાએ મહા વાવાઝોડાની વિદાય બાદ પણ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન ખાતાની આગાહી કહે છે કે દીવના કેટલાક વિસ્તારો, ગુજરાતના કેટલાક જિલ્લામાં, સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી ૨૪ કલાકમાં ભારે વરસાદ વરસી શકે છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: