અંધશ્રદ્ધામાં ભેરવાતા જતાં સમાજ માટે…! નવતર પહેલ કરી પ્રેરણાદાયી કાર્ય કરનાર ડો. મનસુખભાઈ કોટડિયા !

અંધશ્રદ્ધાના કિસ્સાઓ આપણે છાશવારે વાંચતા જ હોઈશું. તેમજ પાનના ગલ્લે કે ચોરે-ચોતરે એ મુદ્દાને એ રીતે રજૂ કરીએ છીએ કે, તમામ અંધશ્રદ્ધાઓથી આપણે પર છીએ. તમામ લોકો પોતાના મત મતાંતરો દ્વારા એ સાબિત કરવા માંગતા હોય છે કે, અમે અંધશ્રદ્ધામાં માનતા નથી.

પરંતુ વાસ્તવિકતા કંઈક ઓર જ હોય છે. ખરેખર તો અંધશ્રદ્ધા અને કુરિવાજો સમાજને કોરી ખાનારા દૈત્યો જ છે. સમાજ આવા દૈત્યોના નાગચૂડ ભરડામાં પીસાઈ રહ્યો છે. શ્રદ્ધા કોને કહેવી ? અંધશ્રદ્ધા કોને કહેવુ ? એની પરખ જ મનુષ્ય ભૂલી ગયો છે. પરિણામે સમાજને લૂંટનારા તત્તવોની હાટડીઓ ધમધોકાર ચાલે છે. અંધશ્રદ્ધા અને કુરિવાજો દૂર કરવા કંઈ કેટલાય આંદોલનો થયા છે.

પરંતુ મનુષ્યની વિચારસરણી બદલી નથી. ખાલી વાતો કરવાથી સમાજ સુધારણા નથી થતી પણ અમદાવાદમાં બાપુનગર ખાતે “ચિત્રકૂટ સર્જીકલ હોસ્પિટલ” ચલાવતા આદરણીય શ્રી ડૉ. મનસુખભાઈ કોટડીયા (સર્જન) જેવાં દીર્ધદષ્ટિ ધરાવતા કેટલાંય સમાજ પુત્રોએ પોતાની કાર્યશૈલીથી સામાજિક જાગૃતિ લાવવાના પ્રયાસો કર્યા છે. ડો.મનસુખભાઈ કોટડિયાએ પોતાનું નવું મકાન બનાવ્યું .

આમ તો મકાન બધા બનાવતા જ હોય છે. એમાં રહેવા પણ જતા હોય છે. પરંતુ ડો.મનસુખભાઈએ મકાન બનાવી તેમાં રહેવા જતા પહેલા પરંપરાગત ચાલ્યું આવતું “વાસ્તુ-પુજન” બંધ રાખીને વાસ્તુના જેટલો ખર્ચો થવાનો હોય એટલે પૈસા પોતાના વતનના ગામ ગીગાસણમાં જળસંચય યોજનામાં વાપરવાનો નિર્ણય કર્યો છે

લેભાગુઓ દ્વારા વાસ્તુ-પૂજા જેવા તિકડમમાં ફસાયેલી પ્રજાને કદાચ ડો. મનસુખભાઈ કોટડિયાનો આ નિર્ણય ગમ્યો પણ ન હોય !!! ડો.મનસુખભાઈ કોટડિયાના વાસ્તુ બંધ રાખવાના નિર્ણયથી કેટલાય લોકોની લાગણી દુભાઈ ગઈ હશે ? તેમાંથી કેટલાયે તો કહી પણ દીધું હશે ? કે ખવડાવવું પડે એટલે વાસ્તુ ન કર્યુ! વળી કેટલાયે તો એમ પણ કહ્યુ હશે કે પૈસા વાપરતાય ન આવડ્યા ? ઘણાએ તો એવું પણ કહ્યુ હશે ? વાસ્તુ કરવાથી તમારા ઘરમાં ક્યારેય કોઈ બીમાર નહિ પડે, તમારો ધંધો ક્યારેય નુક્શાનમાં નહીં જાય, તમારા ઘરે ક્યારેય નાનો-મોટો કજીયો નહીં થાય, તમારા ઘરમાં ક્યારેય ચોરી નહિ થાય વગેરે વગેરે

આ બધી બાબતોની દરકાર કર્યા વગર જૂની પરંપરાગત રૂઢીચૂસ્તતાને તોડી ડૉ. મનસુખભાઈ કોટડીયાએ સમાજ શું ટીકા કરશે ? એની પરવા કર્યા વગર જ અને વાસ્તુ કર્યા વગર નવા ઘરમાં રહેવા ગયેલ છે. તેઓ તો એ મકાનમા સુખી થશે જ પણ એ વાસ્તુના ખર્ચ જેટલા પૈસા એમણે ગીગાસણ જળસંચય યોજનામાં આપ્યા છે. તેથી ગીગાસણ ગામમાં પાણીનો સંગ્રહ કરવો શક્ય બનશે.

તથા ગીગાસણ ગામ આવા વિરલ વ્યક્તિત્ત્વને કાયમ માટે યાદ રાખશે. ડો.મનસુખભાઈએ આજના યુવાનોને પણ મૂક સંદેશો આપ્યો છે કે સમાજની ઉન્નતિ માટે શ્રદ્ધા-અંધશ્રદ્ધા, રિવાજ-કુરિવાજ નહીં પણ નક્કર કાર્યપ્રણાલી જ સમાજને બચાવી શકશે. કોઈ શું કહે છે ? એ જોવા કરતા સમાજને શું જરૂરી છે ? એ જોઈ સમાજને મદદરૂપ થવાથી સમાજમાં ચોક્કસ રામરાજ્ય સ્થપાશે.આદરણીય ડૉ. મનુસખભાઈને ખૂબખૂબ વંદન અને શુભકામનાઓ.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: