શહેરી જીવનના જુના સંભારણા – પોપટભાઈ પટેલ ઘેલડા

મારા ગ્રામ્યજીવનના સ્તંભોના લેખોની લેખમાળાથી ગ્રામ્યજીવનના લુપ્ત થતા કે લુપ્ત થવાને કિનારે ઉભેલા લોકજીવનને રજુ કરવાનો એક પ્રયાસ કર્યો છે.તેમાં પચાસેક લેખ લખાઈ ચુક્યો છું. હવે શહેરી જીવનના જુના સંભારણા આપની સમક્ષ રજુ કરી રહ્યો છુ.

૧.એક ખુમચા જેવું ગળે ટાંગી ખારી શીંગ.. અને તેના માટીની નાની માટલીમા સળગતી અગ્નિ રાખી ગરમાગરમ ખારી શીંગનું રટણ કરતા કરતા ગાર્ડનમાં આટા મારતા અને ચાર રસ્તા,માર્કેટના નાકે,રેલ્વે બસ સ્ટેન્ડ બહારને અંદર લોકો પણ હવે લુપ્ત થતા જાય છે..આવા જ ચણાજોર ગરમવાળા..

૨.એક નાનુ ચામડાનુ પર્સને તેમાં બે ચાર સોયા કોટન(રૂ)લઈ બગીચામાં હરતા ફરતા કાનમાંથી મેલ કાઢનારા લુપ્ત થઈ ગયા છે.કાનમાંથી કાકરી નિકળે તો એક કાકરીનો રુપિયો ના નીકળે પચાસ પૈસા….

૩.સળિયાના એક સ્ટેન્ડ પર તેલની એકાદ બે બોટલ,એક ચાદર સાથે સાજના સમયે બગીચામાં,સ્ટેશનની આસપાસની ફુટપાથ પર તેલ માલિશ ચંપીવાળા સાજના સમયે રોડ પર એક ચાદર પાથરી માલિશ કરનાર.

૪.કેટલીક નામી અને ધોરી માર્ગની હોટલ,પાનના થડા,રેસ્ટોરન્ટમાં મોટા અવાજે વાગતા રેડિયો….

૫.હાઈવેની હોટલો,શહેરની નામાકિત રેસ્ટોરન્ટમાં પચ્ચીસ પૈસા નાખી પોતાનુ મનપસંદ ગીત સંભળાવતુ ચેન્જર..

૬.ક્રિકેટ ચાલુ હોય ત્યારે તો ખાસ પોકેટ રેડિયો પર ક્રિકેટની કોમેન્ટરી કાન પાસેરાખી સાભળતા અને કોક કોક તેને વિકેટને સ્કોર પુછનાર…

૭.ચાવીવાળુ થાળી વાજુ તો બહુ આગળની વાત પણ મસમોટી પેટી જેવો ટેપ રેકોર્ડર ખભે ટીગાળી જેમાં ટી સીરીઝની પટ્ટીવાળી કેસેટ્સ મોટે અવાજે વાગતી હોયને પોતે તેના તાલે મસ્તીમાં હોય..ઢગલાબધ કેસેટો તેના ખાસ મળતા સ્ટેન્ડમાં રાખવાની..

૮.મેળામાં, જાહેર સ્થળે મુબઈ દેખો..સારી દુનિયા દેખો,આગ્રાકા તાજમહાલ દેખો,મીનાકુમારીકે સાથ મુમતાઝ દેખો..બોનસમે વૈજંતિમાલા ઔર નરગીસ..એવા ડબ્બા વાળા..

૯.દર ગુરુવારે શુક્રવારથી રિલીઝ થનાર ફિલ્મનાં બેનર થિયેટર પર દોરનાર પેઈન્ટરો…

૧૦.પાચ ત્રણ રૂપિયા બાલ્કની બાલ્કની, ચાર બે રૂપિયા અપર કલાસ એક રુપિયા લોઅર કલાસ..એવી ધીમે ધીમે બોલનાર થિયેટરના ટીકીટ બ્લેકર્સ..

૧૧.એ ય ને માલિક કરતાંય વધારે પાવર વાળા થિયેટરના લાલા…

૧૨.બાળકોને શાળાએ લઈ જતી,સ્ટેશનની બહાર ઉભી રહેતી,કાકરીયાની પાળે ઉભીરહેતી ઘોડાગાડી..

૧૩.વાડજથી મણીનગર,નરોડાથી મણીનગર,નારણપુરાથી મણીનગર, વાડજથી અમરાઈવાડી,ચાદખેડાથી વાસણા,લાલ દરવાજાથી ગાધીનગર વચ્ચે દોડતી બે માળની બસ.

૧૪.શાળાના દરવાજા પાસે એક નાની ખાટલી કે ખુમચામા આમળા,આબલી,ગોળી,બાફેલા ચણા,ભુગળા,

૧૫.એક સાયકલ પર પતરા એક થર્મોકોટેડ પેટીમાં રૂપિયાની ચાર એવી કુલ્ફીવાળાને.તેમનો ભોપુ…ભોપુ..

૧૬.વહેલી સવારે ને મીલો છુટવાના સમયે રોડ પરની સાયકલોની વણઝાર..અને હપ્તે સાયકલ લેવા આપતી દુકાનો..

૧૭.મિલોમા પાળી શરૂ થયાના સમયે વાગતી સાયરન..

૧૮.લાલ દરવાજે મજુર મહાજનની બોલબાલા

૧૯.પગારના દિવસે ધીરાણ વસુલવા મીલને નાકે ઉભા રહેતા પઠાણો,

૨૦.દરરોજ સવારે ૧૦.૩૦ કલાકે વાગતી સબ સલામતની સાયરન..

૨૧.સવાર,બપોરને સાજે ઘર પાસે કોલસાની સગડીઓના ધુમાડા…

ર૨.શિયાળામાં શહેરની ફુટપાથો પર ઉની કપડાં વેચતા નેપાળીઓને ભાવ રકઝક.

૨૩.રેલ્વેપુરા પોસ્ટ ઓફિસે મિલની પગાર તારીખે વતનમાં નાણાં મોકલવા મનીઓર્ડર કરવા માટેની પરપ્રાંતીયોની કતાર..

ર૪.રેવડી બજાર અને ભદ્રની તાર ઓફિસે તાર કરવાવાળાની લાઈન..

ર૫.રાત્રીના નવ વાગ્યા પછી અડધા ભાવે ફોન કરવા STD PCO પરની લાઈનો..

૨૬.દિવાળી પર ત્રણ દરવાજે બચુભાઈ રેડીમેડની એક જ ભાવની દુકાન પરની ભીડ..

ર૭.દિવાળી પર ઘરનું ઘી અને લોટ લઈ બેકરી પર બિસ્કીટ પડાવવાની લાઈન..

૨૮.ઠેર ઠેર ઉભાં કરેલા મ્યુ.ડેરીના દુધ કેન્દ્રો અને ત્યાં મળતી પ૦૦ મી.લી. અને ર૦૦.મી.લી.દૂધની કાચની બોટલો..

૨૯.ચંદ્રવિલાસ પર ડોલચામા દાળ લેનારની ભીડ

૩૦.શાળા કોલેજ જનાર વિધ્યાર્થીઓ ની એમ.ટી.એસ. બસની કન્સેશન ટીકીટ..

૩૧.રાજેશ કટ લાબાવાળા અને બેલબોટમ પેન્ટ..

૩૨.સળગતી સગડી લઈ પ્લાસ્ટીકને સાધનારા..

૩૩.બાળાઓના કાન નાક વિધનારાઓ..

૩૪.સાકડીશેરીએ ગામડીવાળા,રાયપુર કરસન લાલજીને મણીનગર રામજી માધાની દુધના વારાવાળા ભૈયાજીઓની દૂધના કેનો સાથેની સેકડો સાયકલની વણઝાર

૩૫.નદીના પટમાં સરકસ,કાકરિયા ફુટબોલ ગ્રાઉન્ડ,એચ.એલ.ગ્રાઉન્ડમાં નેતાઓની સભાઓ,

૩૬.BSNLના લેન્ડલાઈન ટેલીફોન જોડાણ મેળવવાની પડાપડી,VIPક્વોટાથી જોડાણ મેળવવાનું સ્ટેટસ….

૩૭.બહારગામ ફોન કરવા STD કોલ એકસેન્જે નોધાવવા,ઉતાવળ હોય તો લાઈટનીગ કોલ નોધાવવા,તેનુ વાયા નોધાવવુ,જેની સાથે વાત કરવી હોય તેને બોલાવીને ઓપરેટર ફોન.લાઈન આપે તેને P.P.(particular person)કોલ કરવાનો

૩૮.બજાજના સ્કુટરના લેટરની બોલાતી ઓન..

૩૯.ચડ્ડાવાળી અને ટોપી અને કેન્વાસના બુટ પહેરેલી પોલીસ

૪૦.ખાખી ડગલો,ખાખી પેન્ટ પહેરી ખાખી થેલો લઈ સાયકલ પર આવતો ટપાલી..

૪૧.પ્રેમ દરવાજા પાસે ભાટીયા બ્રધરની ભાડે મળતી રેકડાગાડીને તેને ખેચનાર મારવાડી ભાઈ બહેનો..અને દરેક પુલ પર આ ગાડીઓને ધક્કો મારનારા..

૪૨.રૂપમ્ થિયેટરનુ એ.સી. રૂપાલીની સીટો અનુપમનો ડોલ્બી સાઉન્ડ

૪૩.બ્લેક એન્ડ વ્હાઈટ ટી.વી.પર રામાયણ અને મહાભારત ની સીરીયલ જોવા પાડોશીના ત્યાં ભીડ..

૪૪.ભાડેથી મળતા V.C.R./D.V.D પ્લેયર ને ફીલ્મોની કેસેટ્સ

૪પ.રેલ્વે સ્ટેશન પર ઉતારૂઓનો માલ સામાન મુકવાના લોકર્સ…

૪૬.ઉનાળામાં ઓફિસ અને બંગ્લાઓના બારી દરવાજે ઠંડક માટે લટકતી ખસની ટટ્ટીઓની સોડમ

૪૭.માણેકચોકના શેર બજાર અને ફર્નાન્ડિઝ પુલે વાયદા બજારમાં એ લીધા એ દીધાની કોલાહલ..

૪૮.સપરિવાર સાયકલ સવારોને રોકતી પોલીસ

૪૯.સાયકલને પણ ખોલાવી કલર કરાવાની મજા..

૫૦.ઉનાળામાં મહાજનો તરફથીઠેર ઠેર પાણીની પરબો..

૫૧.જાહેર રસ્તા પર અમ.મ્યુ.ની કીડાથી બદબદતી જાહેર મુતરડીઓ..

૫૨.દેડકા નામે ઓળખાતી એમ્બેસેડર કાર

પ૩.લોખંડની પાઈપના લોખંડની પટ્ટીઓ વાળા પલંગો.

૫૪.મિલની નોકરી સરકારી નોકરી કરતાંય સારી ગણવાની..

૫૫.જુના ચાકુ ની ધાર કાઢવા વાળા જુનીસાયકલ સાથે અલગથી ધાર કાઢવા વાળા…ચક્કુ છુરી તેજ કરા લો..

૫૬.સાયકલ લઇ ને સાથે ઘંટડી વગાડતો ગુલાબી કલર ની સુતરફેની વેચવા વારો..

૫૭.શ્રવણ મહિના માં દરેક સોસાયટી અને વિસ્તાર માં ફરતા ફરતા ધાર્મિક ભજન ગાતા અને મહિના ના છેલ્લે દિવસે ઘરે ઘરે દક્ષિણા માંગતા મથુરા થી આવતા ચોબા….

૫૮.નાના શહેર માં પેહલા ચોરો નો વધારે ત્રાસ હતો ત્યારે નેપાળી ગુરખા જે સોસાયટી માં બધી શેરી માં આવતા બત્તી લઇ ને અને સાથે લાકડી લઇ ને વીજપોલ માં ઠક ઠક આવાજ કરી ને પોતાની હાજરી નોંધાવે અને મહિના ના અંતિમ દિવસ માં ઘરે ઘરે નકી કરી રાખેલી રકમ લેવા આવે….

૫૯. ટ્રેન માં રેલવે સ્ટેશન પર ડોલ લઇ ને ૫૦ પૈસા માં સ્ટીલ ના ગ્લાસ માં બારી એ થી ઠંડુ પાણી પાતા વૃધ્ધોને બાળકો…….

૬૦.ઉનાળા માં ગામડા માં છકડો રીક્ષા લઇ ને આવતા લોકો જે તરબૂચ આપતાં સામે ભંગાર ની કોઈ લોખંડ ની વસ્તુ આપવાની જેવી વસ્તુ એ પ્રમાણે એવડી સાઈઝ નું તરબૂચ….

૬૧.ગુજરાત બહાર બીજા રાજ્ય માં ધાર્મિક સ્થળ પર ફરવા જઇયે ત્યારે મંદિર ની બહાર સિક્કા ના પરચુરણ ની થપી કરી ને બેસતા લોકો ૧૦ રૂપિયા ની નોટ ની સામે ૭ રૂપિયા ના છુટા સિક્કા આપે…

૬૨.અમદાવાદના કાપડ બજાર,અનાજ બજાર,ઘી બજાર,ચોખા બજારમાંની દુકાને દુકાને ફરી ભીખ માગતા ભિખારીને માત્ર દસ પૈસાનો સિક્કો અપાતો..જેની કિમત નહીં હોવા બરાબર હતી. વેપારીઓે ને સિક્કા બજારમાં મળતા ન હતા.સામે પક્ષે ભીખારીના સિક્કા બજારમાં ચાલતા નહોતા..અને બે ઉ વચ્ચે જ આ ચલણની આપ લે થતી રહેતી…અને એક એક ભીખારી સસ્તાઈના સમયે પચાસ સો રૂપિયા કમાઈ લેતા…અને દસ પૈસાનો સિક્કો આપી વેપારીઓ પણ બચત કર્યાનો સંતોષ પણ અનુભવતા….

મને જે યાદ આવી તે લુપ્ત વાતો સંકલિત કરી છે.આપ પણ કોઈ લુપ્ત થયેલી કે લુપ્તતાને આરે હોય તેવી વિગતો કોમેન્ટ બોક્ષે જણાવી આ યાદી સારી રીતે પૂર્ણ કરાવવા સહાય કરો..તેવી વિનંતી છે.

સંકલન : પોપટભાઈ પટેલ ઘેલડા

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: