જાણો, ભૂઈ આંબલાના વૃક્ષ ના અદભૂત ફાયદાઓ

ભૂઈ આંબલાનો વૃક્ષ લગભગ એક ફૂટ સુધી ઊચો હોય છે. અને ભીની જમીનમાં બધે જોવા મળે છે. વધારે આ વૃક્ષ વરસાદની ઋતુમાં ઊગે છે, ઠંડીની ઋતુમાં નાના-નાના ફળ લાગે છે જે આંબલા જેવા હોય છે. આના પાન આબલાના પાન જેવા હોય છે એટલે આને ભૂઈ આબલા કહે છે. આ વૃક્ષના ફળ વધારે પ્રમાણમા લાગે છે. એટલે આને બહુ ફલા પાન કહેવામા આવે છે.

આ વૃક્ષ ગ્રીષ્મ ઋતુમાં સુકાય જાય છે. એટલે આ ફળનું  સંગ્રહ કાર્તિક મહિનામાં કરી લેવામાં આવે છે. આ વનસ્પતિની જડી બુટી કરિયાણા ની દુકાન પર મળે છે. તેને હિન્દીમાં ભૂઈ આવલા, મરાઠીમાં ભૂઈ આવલી, બંગલામાં ભૂઈ આવલા કહેવામા આવે છે.

આનું ફળ  વાતકારક, કડવું, કસૈલા, મધુર, શીતલ હોય છે. તે ઉધરસ, પીત્ત, રક્ત વિકાસ, કફ, ખજવાળને સારું કરે છે.

ભૂઈ આબલાના ફાયદા:

આનો ઉપયોગ આયુર્વેદ માં પ્રાચીનકાળથી  એંટીબાયોટીક રૂપમાં કરવામાં આવે છે. આ વનસ્પતિથી કેટલીક આયુર્વેદિક ઔષધી બનાવા માં આવે છે.  તાવ પછી આનું સેવન કરવાથી તાવને કારણેને આવેલી કમજોરી દૂર થાય છે. કફ તેમજ પિત્ત શામક હોવાથી આનો ઉપયોગ કફ અને પિત્તના રોગીના ઇલાજમાં કરવામાં આવે છે.

ગયા દિવસોમાં જ્યારે ચિકનગુનિયા ફેલાઈ રહિયું હતું ત્યારે આ વનસ્પતિના ઉપયોગથી રોગીને ખૂબ ફાયદો થયો હતો. રક્તવિકાર, ચામડીના રોગ, ઉધરસ, યોનિદોષ, વગેરે રોગોના ઇલાજમાં ઉપયોગ લાભપ્રદ સાબિત થાય છે. જરૂરત પ્રમાણે આના પાચેવ અંગોનો ઉપયોગ કરવામાં આવે છે.

પેચીશમાં આનો ફાયદો :

આને પેચીશ અને ડિસેંન્ટ્રી પાન કહે છે. વારંવાર થોડા-થોડા ઝાડ થવું આ રોગનું મુખ્ય લક્ષણ છે. આ ફળના ચૂર્ણનો કાઠો બનાવી દિવસમાં ત્રણ વખત પીવા થી લાભ થાય છે.

કમળાના રોગને દૂર કરવા :

આને પીલીયો પણ કહે છે. આના વૃક્ષની જડને દૂધની સાથે વાટીને ગાળીને 1-1 ચમચી રોગીને સવાર-સાંજ પીવું જોઇયે. બીજી વિધિ આના પાન વાટીને ચૂર્ણ બનાવી દેવું. એક ચમચી ચૂર્ણ એક ગ્લાસ દૂધમાં નાખીને ગરમ કરવું અને પછી ઉતારીને ઠંડુ કરવું. પછી ખાંડ મિક્ષ કરીને સવારે ખાલી પેટ રોગીને પીવદાવવું. 6 દિવસ સુધી ખાલી પેટ એક વાર પીવરાવી સાતવા દિવસે લોહી ચેક કરાવવું. આ પ્રયોગ ગુણ કારી છે. ગીને પરેજી થી સખતથી પાલન કરતા તેલ, ખટાશ, તળેલા પ્રદર્થ, મરચાં-મસાલા, મલાઈ દૂધ તેમજ દહી તેમજ વધારે ચીકાશયુક્ત પદાર્થ નું  સેવન કરીને શેરડીનો રસ, ફળનો રસ, છાસ, તેમજ બાફેલા ખોરાકનું સેવન કરવું જોઇયે.

ફ્લૂ માં ફાયદો :

ભૂઈ આબલા પંચાંગનું કાઢા બનાવવું, 4-4 ચમચી ઉકાળા ને દિવસમાં ત્રણ વખત સવારે બપોરે સાંજે રોગીને પીવડાવવું જોઇયે॰ આનાથી પસીનો આવે છે અને તાવ ઉતારી જાય છે. મળ શુધ્ધ થાય છે અને ઉંઘ સારી આવે છે. આ ઉકાળા ના સેવનથી તાવ આવતો પાન બંધ થઈ જાય છે, યકૃતમાં વૃધ્ધિ ઓછી થઇ જાય છે.

ગોનોરિયાને દૂર કરવા માટે :

આ એક ગુપ્ત રોગ છે. આ રોગથી  પીડિત રોગીને ભૂઈ આબલાનું ચૂર્ણનો ઉકાળા બનાવી 4 ચમચી ઉકાળા અને એક ચમચી ગોધૃત મિક્ષ કરી સવાર સાંજ પીવડાવથી મળ શુધ્ધ થાય છે, મૂત્રાશયનું શોધન થાય છે, અને મૂત્રની જલન શાંત થાય છે.

સુજનમાં લાભદાઈ ઔષધિ :

શોથને સુજન પણ કહે છે. ભૂઈ આબલાનું પંચાંગનું ફાલ્ટ બનાવી સવાર-સાંજે પીવાથી મૂત્ર સ્ત્રાવ વધે છે અને સુજન દૂર થાય છે.

આખા લાલ થવાથી એમાં ફાયદાકારક :

આને મેડિકલ ભાષામાં કંજક્તિવાઈટિસ કહે છે. આ રોગમાં આખા લાલ થાય છે. થોડી સોજો પણ થાય છે. અને ખૂબ દુખે છે. આખો ખોલવાથી દુખાવો થાય છે. આના ઈલાજ માટે ભૂઈ આંબલાને પંચાંગનું રસને તૈલમાં મિક્ષ કરી લેપ બનાવી લેવું. આ લેપમાં થોડું રૂ પલાળી ને આખ બંધ કરી, પાપણ પર આ રૂ રાખી સૂઈ રહેવું. આ ઉપાયથી આ રોગ દૂર થઈ જાય છે.

લિવરની કમજોરી દૂર કરવામાં ફાયદાકારક :

લિવરની કમજોરી દૂર કરવા માટે આનું ચૂર્ણ એક ચમચી જેટલું , સવારે ખાલી પેટ, એક ગ્લાસ છાસ ની સાથે પીવાથી લિવરને શક્તિ મળે છે.

ભૂખ ઓછી લાગવાની ઈલાજ :

ભૂખ ઓછી લાગે તો ભૂઈ આંબલા 5-6 પાન, ખાલી પેટ ચાવી ચાવીને ખાવાથી ભુખ લાગે છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: