જાણો, બબૂલના વૃક્ષ ના અદભૂત ફાયદાઓ

બબૂલ એટલે કે બાવળનું ઝાડ, એ મુખ્યત્વે આફ્રિકા ખંડ અને ભારત જેવા દેશમાં જોવા મળે છે. વર્ષોથી ભારત અને બીજા ઘણા દેશોમાં બાવળનો દેશી ચીકીત્સા પદ્ધતિમાં ખાસ ઉપયોગ કરવામાં આવે છે. તેનું ઝાડ કાંટાવાળું હોય છે અને પાંદડા ખુબજ નાના હોય છે. આ ઝાડ ના ફુલ ગોળ તેમજ પીળા રંગના હોય છે. બબૂલ વૃક્ષ ના લાકડા ને બાળવા માટે સૌથી સારા માનવામાં આવે છે. લગભગ 70 જેટલા રોગોમાં તે રાહત આપે છે. બબૂલ ના ફાયદા નીચે મુજબના છે.

બબૂલ વૃક્ષ ના અલગ અલગ ભાગો પોતાની શક્તિ ને લીધે ઝાડા માં ઉપયોગી નીવડે છે જેમકે, તેના કોમળ પાંદડા નું સફેદ અથવા કાળા જીરા સાથે મિશ્રણ કરી 12 ગ્રામ જેટલું મિશ્રણ દિવસમા ત્રણ વાર લેવાથી તે ઝાડા મટાડે છે. બબૂલના પાંદડા ને વાગ્યા પર પડેલા ઘા રૂજાવવા માટે ખુબજ ફાયદાકારક ગણવામાં આવે છે. તેના પાંદડા અને છાલમાં રક્ત્સ્ત્રાવ અને સંક્રમણને નિયંત્રિત કરવાની ક્ષમતા હોય છે.

બાવળના પાંદડા નો લેપ માથામાં લગાડવાથી વાળને ખરતા રોકી શકાય છે. આમ તેના પાંદડા વાળના સ્વાસ્થ્ય માટે ખુબજ ફાયદાકારક છે. દરરોજ આ ઝાડની તાજી છાલને ચાવવાથી દાંત મજબુત થાય છે અને પેઢા માથી નીકળતા લોહીને રોકવામાં મદદ મળે છે. તેનું દાતણ પણ દાંત માટે ઘણું ઉપયોગી બની રહે છે.

બબૂલની છાલ ખરજવાની સારવારમાં પણ ઉપયોગી નીવડે છે. 25 ગ્રામ બબૂલની છાલ અને 25 ગ્રામ કેરીની છાલને લગભગ 1 લિટર પાણીમાં ઉકાળીને તેની વરાળ દ્વારા પ્રભાવિત ભાગને શેકવાથી તેમાં રાહત થાય છે. ખંજવાળ અને ડ્રાયનેસથી છૂટકારો મેળવવા માટે પણ બબૂલના પાંદડા અને છાલ ફાયદાકારક છે.

લગભગ 250 ગ્રામ જેટલા બબૂલના પાંદડાને 1 લિટર પાણીમાં જ્યાં સુધી ચોથા ભાગનું પાણી બાકી રહે ત્યાં સુધી ઉકાળી તેને બરાબર રીતે નિતારીને આ પાણી આંખો પર લગાડવાથી એપીફોરા ( આંખોમાં આંસુ ભેગા થવાનો રોગ ) માટે પણ લાભદાયી છે. કફ અને પિત્તના રોગ માટે પણ બબૂલ ખુબજ ફાયદાકારક છે.

મોઢામાં પડેલા ચાંદાના નિવારણ માટે પણ બબૂલના પાંદડા ઉપયોગી છે. આંખ આવે ત્યારે બબૂલના પાંદડાનો લેપ લગાડવામાં આવે છે જે લાભદાયી બની રહે છે. બાવળની શીંગનો ઉપયોગ ઘૂંટણના દુખાવામાં રાહત મેળવવા માટે કરવામાં આવે છે.

જો શરીર પર ખુબજ પરસેવો થતો હોય તો બબૂલના પાંદડાને વાટીને શરીર પર ચોળીને થોડા સમય બાદ નહાવાથી તે ઓછો થઈ જાય છે. બબૂલની છાલનો ઉકાળો બનાવીને તેમાં સંચળ ભેળવી કોગળા કરવાથી કાકડા જલ્દી મટી જાય છે.

જો છાતીમાં બળતરા થતી હોય તો બાબુલનાં પાંદડા ને ઉકાળીને દિવસમાં ત્રણ વખત તેનું સેવન કરવાથી તે મટી જાય છે. બબૂલના સુકાયેલા પાંદડાના 50 ગ્રામ ભૂકામાં 100 ગ્રામ ખાંડ ભેળવીને 10-10 ગ્રામ સવાર-સાંજ દૂધ સાથે લેવાથી વીર્યના રોગમાં પણ ફાયદો થાય છે.

બાવળના ગુંદરને ઘી માં તળીને તેનો પાક બનાવી ખાવાથી પુરુષોમાં વીર્ય વધે છે અને ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓને શક્તિ મળી રહે છે.

બબૂલ એ બધાજ પ્રકારના પેટના રોગ માટે પણ ખૂબ લાભદાયી નીવડે છે. ફેકચર થયું હોય તો બાવળના બી ને વાટીને ત્રણ દિવસ સુધી મધ સાથે લેવાથી તેમાં રાહત થાય છે અને હાડકાં મજબૂત બને છે.

બબૂલની કોમળ શિંગોના ભૂક્કામાં સિંધાલું મીઠું ભેળવીને ખાવાથી ભોજનની રુચિ વધે છે અને પાચનશક્તિ પણ વધે છે. બબૂલની છાલ, શીંગ અને ગુંદરને બરાબર મિક્સ કરી વાટીને દિવસમાં 3 વાર 1-1 ચમચી લેવાથી કમરના દુખવામાં પણ રાહત મળે છે.

બાવળનો ગુંદર મોંમા રાખીને ચૂસવાથી ઉધરસ મટે છે. જીભમાં સોજો આવ્યો હોય કે બળતરા થતી હોય તો પણ બબૂલ ઉપયોગી બની રહે છે.

બવાસીર જેવા રોગોમાં પણ તે રાહત આપે છે. બબૂલના પાંદડાનો લેપ શરીર પર લગાડવાથી સ્થૂળતા દૂર થાય છે. 30 ગ્રામ બબૂલ ની છાલનો શરબત બનાવીને પીવાથી કોઢ પણ મટાડી શકાય છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: