સવજી ધોળકિયાએ દુધાળા ગામના નારણ તળાવમાં નિત્યસ્વરૂપદાસ સ્વામિને વોટર રાઇડ્સનો અનુભવ કરાવ્યો

હરેકૃષ્ણ એક્સપોર્ટના માલિક સવજી ધોળકિયાએ અમરેલી જિલ્લાના દુધાળા ગામના નારણ તળાવમાં નિત્યસ્વરૂપદાસ સ્વામિને વિવિધ વોટર રાઇડ્સનો અનુભવ કરાવ્યો હતો.

સવજી ધોળકિયાએ આના ફોટો પોતાના સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે દુધાળા ગામ સુરતના ડાયમંડ કિંગ તરીકે ઓળખાતા સવજી ધોળકિયાનું ગામ છે અને તેમને જ પોતાનું મહત્ત્વનું યોગદાન આપીને આ તળાવને ઊંડું કરાવ્યું હતું.

તેમનું એક જ સ્વપ્ન હતું કે, તેમના ગામના લોકોને પાણીની તંગી પડે નહીં એટલા માટે તેઓ આ તળાવને ઊંડું કરવાની કામગીરી કરી રહ્યા હતા.

સવજી ધોળકિયા તેમને ગામના લોકોને પાણીની તકલીફ ન પડે તે ગામમાં તળાવો બનાવ્યા પરંતુ આસપાસના ગામના લોકોને પણ પાણીની તંગી ન પડે તે માટે આ નારણ તળાવનું કામ શરૂ કરાવ્યું હતું.

સવજી ધોળકિયાએ તેમના ગામ સહિત આસપાસના 20 ગામના લોકો માટે કરેલી મહેનત રંગ લાવી હતી અને ચોમાસાની સીઝનમાં દુધાળા ગામનું નારણ સરોવર પાણીથી છલોછલ ભરાઈ ગયું છે.

આ તળાવ ભરાવાના કારણે 20 ગામના ખેડૂતોને ખેતી માટે અને ગામના લોકોને પાણી માટે તકલીફ ભોગવવી નહીં પડે.

પોસ્ટ સ્રોત : ખબર છે.કોમ

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: