જાણો કોળાથી થતા ફાયદાઓ

ડાયાબિટીસ ઉપરાંત ઘણી બીમારીઓને તમારી પાસે ફરકવા પણ નહીં દે

કોળાની શાકભાજી તો તમે ખુબ ખાદ્યી હશે અને તમને પસંદ પણ હશે, પણ શું તમે જાણો છો કે આ તમારા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક હોય છે. તેમાં રહેલા પોષક તત્વ પેટ સંબંધિત પરેશાનિઓને દુર કરવાથી લઈ હાર્ટને સ્વસ્થ્ય રાખવામાં મદદ કરે છે. જાણો કોળાથી થતા ફાયદાઓ વિશે…..

 

પેટને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે

કોળું  આપણા પેટ માટે ખુબ જ ફાયદાકારક હોય છે. તે આપણી પાચન ક્રિયાને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે. તેમાં ભરપુર માત્રામાં ડાયટરી ફાયબર હોય છે જેના સેવનથી પેટ સંબંધિત તમામ પરેશાનિઓ તમારા આસ-પાસ પણ ભટકતી પણ નથી. તદ્દપરાંત તે તમને એસીડીટી અને પેટની બળતરામાંથી પણ રાહત અપાવે છે.

ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક 

વિટામિન c થી ભરપુર કોળું  આપણા શરીરમાં ઈન્સ્યુલિનની માત્રાને કંટ્રોલ રાખે છે અને વધેલા શુગરની માત્રા પણ ઓછી કરવામાં મદદ કરે છે. ડાયાબિટીસ દર્દીઓને અઠવાડિયામાં ઓછામા ઓછું 2 વાર કોળું  ખાવું જોઈએ.

 

કેન્સરથી બચાવ

કોળામાં એવા એન્ટી-ઓક્સીડેન્ટ્સ ગુણ હોય છે, જે શરીરમાં કેન્સર સેલ્સને વધવાથી રોકે છે. માટે તમારી ડાયટમાં કોળાનું શાક, સુપ કે સ્નેક્સને સામેલ કરો. તેના સેવનથી તમે કેન્સર જેવી ગંભીર બીમારીના જોખમથી બચી શકો છો.

તણાવને કરો દૂર

તેનું સેવન કરવાથી, અનિંદ્રા, ગુસ્સો અને ડિપ્રેસન જેવી સમસ્યાઓ દૂર રહે છે. તદ્દપરાંત પાકેલું કોળું  ખાવાથી યાદ-શક્તિ પણ વધે છે.

હાર્ટને રાખે છે સ્વસ્થ્ય

કોળાનું સેવન કરવાથી આપણા શરીરનું કોલેસ્ટ્રોલ લેવલ મેન્ટેઈન રહે છે, જેનાથી હાર્ટ સ્વસ્થ્ય રહે છે. પણ જો તમને કોઈ પ્રકારની હાર્ટ સંબંઘિત કોઈ પરેશાની છે તો તેનું સેવન તમારા માટે ફાયદાકારક છે.

વજન ઘટાડવામાં મદદગાર

તેમાં કેલોરી ઓછી અને ફાયબરની માત્રા વધારે હોય છે માટે તેને ખાવાથી વારં-વાર ભૂખ નથી લાગતી. તેનાથી પેટ પણ ભરેલું રહે છે અને તમે ઓવરવેઈટિંગ નથી થતા, જેનાથી વજન ઓછુ કરવામાં મદદ મળે છે.

આંખોની ચમક થાય છે તેજ

કોળામાં રહેલા વિટામિન એ આપણી આંખો માટે ફાયદાકારક હોય છે. તેના માટે રોજ એક કપ કોળાનું સેવન કરો, કેટલાક દિવસોમાં તમારી આંખોની ચમક તેજ થઈ જશે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: