ચોમાસામાં આપણે સાંભળીએ છીએ કે ફલાણા ડેમ માંથી આટલા સો ક્યુસેક પાણી છોડ્યું પણ મહદ અંશે કોઈને ખબર નથી હોતી કે આ ક્યુસેક એટલે કેટલું?
એક ક્યૂસેક એટલે એક સેકન્ડમાં એક ઘનફૂટ પાણી વહી જવું. એક ઘનફૂટ પાણી એટલે ૨૮.૩૨ લિટર થયું. જો નદીમાંથી એક ક્યૂસેક પાણી વહેતું હોય તો એક સેકન્ડમાં ૨૮.૩૨ લિટરના હિસાબે એક મિનિટમાં ૧૬૯૯.૨ લિટર પાણી વહેતું હોય અને એક કેલાકમાં ૧૦૧૯૫૨ લિટર પાણી વહી જતું હોય.
જો સમાચાર આવે કે બંધમાંથી ૪૦૦ ક્યૂસેક પાણી છોડાયું તો એનો અર્થ હવે સમજી શકાશે કે દર કલાકે બંધમાંથી ૪,૦૭,૮૦,૮૦૦ લિટર પાણી છોડવામાં આવે. એ હિસાબે આખા દિવસનો અને ૨૪ કલાકનો હિસાબ કરીએ તો આંકડો ગણતાં ન ફાવે એટલો મોટો થઈ જાય.
આટલો મોટો આંકડો લખતાં, બોલતાં અને સમજતાં ગરબડ ન થાય એટલા માટે ક્યૂસેકનું એકમ બનાવવામાં આવ્યું છે. પંચાયત કે મ્યુનિસિપાલિટીનુ પાણી ન આવતું હોય અને બોરવેલ કરાવીએ તો વાતો થાય છે કે ૭૦૦ ફૂટ ઊંડે સુધી ખોદ્યું તો બે ઈંચ પાણી મળ્યું. આ બે ઈંચ એટલે પાણીનો થર બે ઈંચનો છે. પરંતુ બોરવેલ કે કોઈપણ કૂવામાં પાણી સ્થિર ભરેલું હોતું નથી. એ ભૂગર્ભના પોલાણોમાં વહેતું પાણી હોય છે. જો કૂવામાં એક ઈંચ પાણી મળે તો એનો અર્થ એવો થાય કે તેમાં દર કલાકે ૬૦૦ લિટર પાણી વહેતું જાય છે.
ક્યુસેક એ સ્વતંત્ર એકમ નથી પણ સમય સાથે જોડાયેલ એકમ છે.
એક સેકન્ડમાં ૧ ઘનફૂટ (આશરે ૨૮ લીટર) પાણી વહે તેને ૧ ક્યુસેક કહેવાય.
૧ સેકન્ડમાં ૨૮ લિટરના હિસાબે ૨૪ કલાકમાં કેટલું પાણી વહે એ હિસાબ હવે આપ કરજો…
જેથી 600 ક્યુસેક એટલે,
600*28*60*60*24 = 1451520000 લીટર(એક દિવસમાં)
લિટરમાં આંકડો બોવ મોટો થાય એટલે આ એકમ શોધાણો હશે.
આપ સૌ મિત્રોની જાણકારી અર્થે….
પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..
જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.