સમગ્ર ગુજરાતમાં જી.પી.એસ.સી પરીક્ષામા 11 મા ક્રમથી પાસ થનારમલય ને અંતરના ઓવારણા સાથે ઢગલો શુભકામનાઓ.

ગૌરવની ક્ષણે મને વર્ષો પહેલાની એક નાનકડી ઘટના યાદ આવે છે.એ વર્ષ હતું ઈ.સ.2002નું.’ગુજરાત જાહેર સેવા આયોગ’ દ્વારા મુલ્કી સેવા વર્ગ 1/2ની જગ્યાઓ માટેના ઇન્ટરવ્યૂમાં હાજર રહેવા મને ઇન્ટરવ્યૂ કોલ આવેલો.

હું અને મારા મોટાભાઈ (મલયના પપ્પા)ભારે રોમાંચ સાથે ઇન્ટરવ્યૂ કોલના એ કાગળને નીરખી રહ્યા હતાં. મારા માટે સફ્ળતા એક કદમ દૂર હતી.મોટાભાઇનું પણ સપનું હતું કે હું સરકારી અધિકારી બનું.અમે મહેનતમાં કોઈ કસર છોડી નહોતી.છોડવા માંગતા પણ નહોતાં.

મલય એ સમયે માંડ સાત વર્ષનો હતો.એ રૂમમાં રમતો હતો. અમે બન્ને ભાઇ ઇન્ટરવ્યૂની તૈયારી બાબતે ચર્ચા કરતા હતાં ત્યારે રમક્ડે રમતો નાનકડો મલય અમારી વાત બરાબર ધ્યાનથી સાંભળતો હતો.એ વારે વારે ઇન્ટરવ્યૂ કોલના કાગળને તાક્યા કરતો હતો.

થોડીવાર પછી એણે મને કહ્યું, ‘કાકા મને આ કાગળ આપોને ! મારે જોતો છે.’ હું એને કંઈ કહું એ પહેલા એણે ઝપટ કરીને કાગળ લઈ લીધો.એના પપ્પાએ કાગળ લેવાની કોશિશ કરી તો એણે હઠ લીધી.મારે પણ કાકા સાથે અમદાવાદ ઇન્ટરવ્યૂ દેવા જવુ છે.કાકાના નામના કાગળ જેવો જ કાગળ મને કાઢી આપો ‘ પપ્પાએ એને ખોળામાં બેસાડીને સમજાવ્યો કે,’ પહેલા કાકા જશે અને પછી તારે જવાનું છે.તારે હજુ વાર છે.તું મોટો થા પછી આપણે પાક્કું જઈશું.’ એના પપ્પાની ઘણી સમજાવટ પછી માંડ એ માનેલો.

આજે આ વાત યાદ કરતા રોમ રોમ હરખ ઉભરાય છે.મલયે એના નામનો કાગળ જી.પી.એસ.સી.માંથી એની જાતે કઢાવી લીધો છે.વર્ષો પહેલા એના બાળ મને જે નક્કી કર્યું હતું, ઠીક આજે એ અમારી સામે સાબિત કરીને ઉન્નત મસ્તકે ઊભો છે.આજે એ ગુજરાત સરકારની ઇજનેરી સેવા વર્ગ -2 ભરતી પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાં 11માં રેન્ક સાથે વટભેર પાસ થઈ અમારા ડેલાને આનંદ આપવાનું કારણ બન્યો છે. અમને આજે રોમ રોમ હર્ષ થાય છે.અમને એની સિદ્ધિ ઉપર અપાર ગૌરવ છે.

મલય તને લાખ લાખ આશીર્વાદ સાથે ઢગલો શુભકામનાઓ.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: