ખાલી પેટે ભૂલથી પણ ન કરો આ ચીજોનું સેવન, જાણો કેમ ??

ચા-કોફી સહિત આ વસ્તુઓ તમને કરી શકે છે બીમાર

સવારની શરૂઆત સારા અને આરોગ્યપ્રદ ખોરાકથી થવી જોઈએ. જો ખાલી પેટે તમે ખોટી વસ્તુઓનું ખાઓ છો, તો પછી પેટને લગતી સમસ્યાઓ તમને દિવસભર પરેશાન કરતી રહેશે અથવા તમને સુસ્તી લાગશે. ઘણા લોકો સવારે ઉઠતાની સાથે જ ચા-કોફીનું સેવન કરે છે, જે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ બરાબર નથી. તો આજે અમે તમને આવા જ કેટલાંક પદાર્થો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેનું સેવન સવારે ખાલી પેટે ન કરવું જોઈએ.

કેળા

કેળામાં એવા અનેક તત્વો હોય છે જે તમારા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે અને આથી જ આરોગ્ય નિષ્ણાતો રોજ એક કેળું ખાવાની સલાહ પણ આપતા હોય છે આપણે ત્યાં ગુજરાતીમાં કહેવત છે કે ઘી-કેળાં એનો અર્થ સુખી હોવું એવો થાય છે. પરંતુ શું તમે જાણો છો કે કેળાને ક્યારેય ખાલી પેટે ન ખાવું જોઈએ? તમને પ્રશ્ન થશે કે આ શું કામ તો તેનો જવાબ એ છે કે ખાલી પેટે કેળું ખાવાથી શરીરમાં મેગ્નેશિયમનું પ્રમાણ ઘણું વધી જાય છે. તેના કારણે લોહીમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમના પ્રમાણમાં અસંતુલન થઈ જાય છે. ખાલી પેટે કેળું ખાવાથી શરીરમાં છાતીમાં બળતરાની ફરિયાદ થઈ શકે છે.

કાચા શાકભાજી અથવા સલાડ

જો તમે નાસ્તામાં સલાડ ખાઓ છો, તો તેને આજથી જ બંધ કરી દો, કારણે કે સલાડ ખાવાથી પેટમાં ફાઈબરની માત્રા વધે છે અને તે મરડો, ગેસ જેવી બિમારીઓ પેદા કરી શકે છે.

દહીં અથવા દૂધમાંથી બનેલા પદાર્થો

દહીં અથવા દૂધમાંથી બનેલા પદાર્થોને ખાલી પેટે ન ખાવા જોઈએ. આ ખાવાથી આંતરડામાં હાઈડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન થાય છે અને તે પૂર્વ-અસ્તિત્વમાં રહેલા લેક્ટિક એસિડને મારે છે જેના કારણે પેટમાં બળતરા અને એસિડિટીની સમસ્યા રહે છે.

 

ચા અથવા કોફી

ચા અને કોફી પણ ખાલી પેટે ખતરનાક છે કારણ કે ચામાં થીન અને કોફીમાં કેફીન હોય છે. ખાલી પેટે ચા-કૉફીનું સેવન કરવામાં આવે તો તે આરોગ્ય માટે નુકસાનદાયક રહે છે પરંતુ જો તમને સવારે ચા કે કોફી વગર ચાલે તેમ ન જ હોય તો તમારે સવારે ઉઠીને પહેલા એક ગ્લાસ પાણી પી લેવું જોઈએ અથવા કંઈક ખાઈ લેવું જોઈએ.

ખાટ્ટા ફળો

સંતરા, લીંબૂ, નારંગી જેવા ખાટ્ટા ફળોમાં સાઈટ્રિક એસિડ હોય છે. આ ફળ ખોરાકના પાચન માટે યોગ્ય રહે છે. પરંતુ આ ફળોનું ખાલી પેટ સેવન કરવામાં આવે તો ગેસ અને છાતીમાં બળતરાનું કારણ બને છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: