‘મહા’ વાવાઝોડા : રાજ્યમાં કમોસમી પવનની સાથે ધોધમાર વરસાદ વરસ્યો

સૌરાષ્ટ્રમાં મહા વાવાઝોડાની અસર તળે હવામાન ખાતાએ કરેલી વરસાદની આગાહી મુજબ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડયો હતો. બાબરા પંથકમાં અર્ધાથી દોઢ, કાલાવડ, ધોરાજીના વેગડીમાં એક ઈંચ વરસાદ પડયો હતો. મહા વાવાઝોડાની આગાહીના પગલે તંત્ર હાઈએલર્ટ પર છે. બીજી બાજુ અમદાવાદમાં પણ મોડી રાતે પવનની સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો.

અમદાવાદમાં આજે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ સર્જાયા બાદ અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. અમદાવાદ સહિત ગાંધીનગરમાં પણ ‘મહા’ વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. જેથી આજે વહેલી સવારથી શહેરના કેટલાક વિસ્તારોમાં ઝરમર વરસાદ પડ્યો છે. તો કોઇ જગ્યા ધડાકાભેર તૂટી પડ્યો છે. અમદાવાદમાં આજે GMDC ગ્રાઉન્ડ, વસ્ત્રાપુર, ગોતા, ચાંદખેડા, જગતપુર, ચાંદલોડિયામાં ધીમીધારે વરસાદ પડ્યો છે.

ઉત્તર ગુજરાતની વાત કરીએ તો આજે સવારે અરવલ્લીનાં મોડાસા, ભિલોડા, ટીંટોઇ, માલપુરમાં પણ વહેલી સવારથી ભારે વરસાદી ઝાપટું આવ્યું હતું. આ સાથે વડોદરા જિલ્લાનાં અનેક વિસ્તારોમાં પણ વરસાદી માહોલ સર્જાયો છે. આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં પોતાનાં પાક નિષ્ફળ જવાની ચિંતા વ્યાપી છે.

6ઠ્ઠી નવેમ્બરના રોજ હવામાન વિભાગના મતે, રાજકોટમાં દિવસ દરમિયાન અસહ્ય તડકો રહ્યાં બાદ સાંજના વાતાવરણ ગોરંભાયુ હતુ અને વરસાદ પડતા રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા હતા. બાબરા તાલુકાના કોટડાપીઠા, કરણુકી, ગરણી, પાનસડા, નવાણીયા, ઉંટવડ, વાવડા સહિતના ગામોમાં સાંજે એક કલાકમાં દોઢ ઈંચ કમોસમી વરસાદ પડયો હતો. કપાસના પાકને નુકસાન થયું છે.

જામકંડોરણામાં બપોર બાદ હવામાનમાં પલ્ટેા આવ્યો હતો અને વીસ મિનિટમાં દસ મીમી વરસાદ પડયો હતો. રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા હતા. ગોંડલમાં સાંજે આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા વરસાદના છાંટા પડયા હતા. ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડયો હતો.ગોંડલના દેરડી (કુંભાજી) અને હડમતાળા પંથકના આજુબાજુના ગામોમાં કડાકા ભડાકા વચ્ચે ધોધમાર વરસાદ પડયો હતો. દરિયાકાંઠાના પોરબંદર અને વેરાવળમાં દિવસ દરમિયાન વાદળછાયુ વાતાવરણ રહેવા પામ્યું હતુ.

ધોરાજીમાં વરસાદી ઝાપટા પડયા હતા. વેગડી ગામ પાસે આવેલ સિમ વિસ્તારમાં એક ઈંચ જેટલો વરસાદ વરસી જતા ખેતરોમાં રહેલા ખેડૂતોના નિરણના પાથરા બાબરા તાલુકામા પવન સાથે વરસાદી ઝાપટું વરસતા સામાન્ય અર્ધાથી પોણો ઇંચ વરસાદ પડયો હતો. ફુલઝર મોટા દેવળીયા ઈસાપર ચમારડી નિલવડા વાંકિયા સુખપુર લાલકા પંથકમાં અર્ધા ઇંચથી વધુ વરસાદ અને કરીયાણા માધુપુર ખંભાળા કીડી ઇશ્વરીયા નાની કુંડળ માં સામાન્ય છાટા પડયા હતા.

જામનગર જિલ્લાના કાલાવડ, લાલપુર, જામજોઘપુરના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડવાનું શરુ થતાં ખેડુતોના જીવ પડીકે બંધાયા હતાં. જામનગર શહેરમાં પણ મોડી સાંજથી ઝરમર વરસાદ નોંધાયો હતો. કાલાવાડમાં પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે એક ઈંચ વરસાદ પડયો હતો. મોરબી જિલ્લાના ટંકારા, નેસડા, ઓટાળા, વાવડી, બંગાવડીમાં પવન સાથે વરસાદ પડયો હતો.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: