આવો જાણીએ કેવી રીતે તૈયાર થાય છે પનીર ફ્રેન્કી .

મહેમાનો થશે તમારાથી ઇમ્પ્રેસ

ખાવાનું બનાવવાનો શોખ દરેકને હોય છે. શોખીન લોકો દરરોજ પોતાના કિચનમાં કઇંકને કંઇક નવું ટ્રાઇ કરતાં રહેતા હોય છે. ઘરે આવેલાં મહેમાનોને પણ નવી નવી ડિશિઝ બનાવીને ખવડાવતાં રહેતાં હોય છે. એવામાં જો તમને કોઇ ડીશ નથી સમજ પડી રહી તો તમે તમારાં ઘરે સ્વાદિષ્ટ પનીર ફ્રેન્કી ટ્રાઇ કરી શકો છો. આવો જાણીએ કેવી રીતે તૈયાર થાય છે પનીર ફ્રેન્કી .

સામગ્રી
100 ગ્રામ પનીર, 4 મેંદાની રોટલીઓ , 2 બટેટા છૂંદેલા, મીઠું સ્વાદ, લીંબુનો રસ બે ચમચી, એક ચમચી હળદર પાવડર, અડધો ચમચી લાલ મરચું પાવડર, શેકેલું જીરું એક ચમચી પાવડર, આમચુર 2 ચમચી, ચાટ મસાલો અડધી ચમચી, તાજાં લીલા ધાણાં, તેલ અને કોબીજ

બનાવવાની રીત
સૌ પ્રથમ, એક વાટકીમાં પનીરને છીણી લો. ત્યાર પછી બટાકા, મીઠું, લીંબુનો રસ, હળદર પાવડર, આમચુર અને ચાટ મસાલા ઉમેરો. લીલી કોથમીરને સરસ રીતે સમારી લો. પછી લાંબા કદના કબાબ બનાવો. હવે પેનમાં તેલ ગરમ કરો અને કબાબને બન્ને બાજુથી શેકો. કોબીજને લાંબી લાંબી કાપી લો.

આ રીતે ગાજરને પણ સમારી લો અને વાટકીમાં રાખો. મીઠું અને ચાટ મસાલો નાંખીને ભેળવો. પછી ઠંડુ કરવા માટે ફ્રિજમાં રાખો. હવે રોટલીને શેકી લો પછી તેમાં પનીરનો કબાબ રાખો . પછી તેમાં સલાડ રાખો. પછી ચાટ મસાલો નાંખો. ચારે તરફથી તેને વાળીને શેકો અને ગરમ ગરમ સોસ સાથે સર્વ કરો.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: