ચાલો આજે જાણીએ, ફાટેલા દૂધના પાણીના હોય છે આટલા ફાયદા

જાણી લેશો તો ક્યારેય નહીં કરો ફેંકવાની ભૂલ

હવે ક્યારેક ઘરમાં દૂધ ફાટી જાય તો તેનાથી પનીર બનાવી લેવામાં આવે છે, પરંતુ તેની સાથે જ આપણે એક મોટી ભૂલ કરી બેસીએ છીએ. પનીર બનાવ્યા બાદ જે પાણી બચે છે આપણે તેને ફેંકી દઈએ છીએ. જે પાણીને આપણે બેકાર સમજીને ફેંકી દઈએ છીએ, તે પ્રોટીનથી ભરપૂર અને ખુબ જ પૌષ્ટિક હોય છે.

આ પાણી માંસપેશિઓમાં તાકાત વધારવા અને રોગ પ્રતિરોધક ક્ષમતાને વધારમાં મદદગાર છે. તદ્દપરાંત તે તમને હાર્ટ સંબંધિત બીમારીઓથી લઈ પેટ સંબંધિત મુશ્કેલીઓ તેમજ મોટાપાને દૂર કરવામાં મદદ કરે છે. આવો જાણીએ દૂધમાંથી બચેલા આ પાણીના ઉપયોગ કરવાની રીત…

લોટ બાંધવા માટે કરો ઉપયોગ

લોટ બાંધવા માટે તમે નૉર્મલ પાણીની જગ્યાએ આ પાણીનો ઉપયોગ કરી શકો છો. આ પાણીથી બાંધેલા લોટની રોટલીઓ નરમ તો બનશે જ સાથે જ પૌષ્ટિક પણ થશે. તો હવેથી દૂધમાંથી પનીર બનાવ્યા બાદ બચેલા પાણીને ફેંકવાની ભૂલ ન કરો.

શાકભાજીની ગ્રેવીને બનાવો હેલ્ધી

શાકભાજીને બનાવતી વખતે ગ્રેવી માટે તમે સાદા પાણીની જગ્યાએ ફાટેલા દૂધના પાણીનો પ્રયોગ પણ કરી શકો છો. આવું કરી શાકભાજીનો સ્વાદ પણ સારો થશે અને એ તમારા માટે ફાયદાકારક પણ હશે.

આ રેસિપીમાં પણ કરો શકો છો પ્રયોગ-

-ફાટેલા દૂધના પાણીનો ઉપયોગ તમે સૂપ બનાવવામાં પણ કરી શકો છો

-પાસ્તા બનાવી રહ્યા હોવ તો તેમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવી શકે છે.

ત્વચા પર આવશે નિખાર

ફાટેલા દૂધના પાણીને સ્નાન કરવાના પાણીમાં મિલાવી દો. તેનાથી તમારી સ્કિન સૉફ્ટ થશે. આ પાણીમાં માઈક્રોબિયલ ગુણ હોય છે, જે ત્વચા અને માથાનું પીએચ મેન્ટેઈન રાખે છે.

કંડીશનરની જેમ કરો ઉપયોગ

વાળમાં શેમ્પુ કર્યા બાદ આ પાણીથી ધોઈ નાખો અને દસ મિનિટ માટે એમ જ રેવા દો. ત્યાર બાદ સાદા પાણીથી વાળ ધોઈ નાખો. થોડાક જ દિવસમાં તમેને તમારા વાળ પર તેની અસર સ્પષ્ટપણે દેખાશે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: