ચાલ ગામડે જતા રહીએ…

ચાલ ગામડે જતા રહીએ…

ન તો હેલમેટની હાલાકી રહેશે…

ન તો લાયસન્સની લપ…

ન પીયુસીની પળોજણ…..

ન સીસીટીવીનો ડર…

ચાલ ગામડે જતા રહીએ…

પચ્ચીસ રૂપૈડીનું પીયૂસી કઢાવવા કરતા

શુદ્ધ હવામાં શ્વાસ લઇશું…

સવાર સાંજ ચોખ્ખુ ખાશું…

જેટલું કમાશું એટલું આપણા માટે કમાશું

દંડના દૂષણથી બચી તો જઇશું…

ચાલ ગામડે જતા રહીએ….

શહેરમાં આવીને શું પામ્યા….

જ્યાં જુઓ ત્યાં લાઇનોને લાઇનો…

આ લાઇનોમાં ઉભા રહીને ધંધે જ લાગ્યા…

કામ ધંધો કરીને કમાણી કરવાના સમયે

ક્યારેક નોટબંધી… તો ક્યારેક લાયસન્સ…

પીયુસી અને નંબર પ્લેટના નામે જ્યાં જુઓ ત્યાં રૂપિયા જ આપ્યા…

ચાલ ગામડે જતા રહીએ…

નોકરી ધંધામાં વેતન  કમાણી ઓછી તેમ છતાં કામ કરો.

મોંઘવારી એ માઝા મૂકી તેમ છતાં ગુજરાન ચલાવીએ

ગમે તેટલી મહેનત કરો..

અંતે તો દંડ ના નામે લૂંટવાના જ.

ચાલ ગામડે જતાં રહીએ….

દર વર્ષે મેડિકલ ઇન્સ્યુરન્સ ભરવાનો

તેમ છતાં દવા ના બિલ ભરવાના…

ઇન્કમટેક્સ ભરી વ્યવસાય વેરો પણ ભરવાનો….

ઊંચું લાઇટબીલ લટકામાં…

ચાલ ગામડે જતાં રહીએ….

શિક્ષણના નામે મોંઘી ફી ચૂકવવાની…

પણ ગણતર ના નામે મીંડું

વ્યવહાર હોય કે તહેવાર ગામડાનું જડતર તો ઊંચું

ચાલ ગામડે જતાં રહીએ…

શહેરમાં તો હેલ્લો અને હાય માત્ર દેખાડો..

ગામડામાં તો લાગણી…

અહી તો વાહનોનો ઘોંઘાટ જ્યારે

ગામડે તો પાદરમાં પક્ષીઓ નો કલરવ..

ચાલ ગામડે જતાં રહીએ…

ઘડીક ની નવરાશ નહિ પાઈ ની પેદાશ નહી

તેના કરતા શાંતિ કોઈ કચવાટ નહિ

ગામડાની મહેનત અને મીઠી નિંદર

તેની તો વાત જ જુદી…

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: