જય શ્રી ક્ષત્રિય વીર ભાથીજી મહારાજ નો જય હો

પીઠી ભરેલા અંગડે,મીંઢોળ બાંધી નીકળો હતો

તલવાર લીધી હાથમા,ઘોડલીયે અસવાર હતો….

મંગલ વરતવા માંડવે, બાજોટીયે બેઠો હતો

રજપૂતી ના રંગમા,મુછે તા દેતો હતો

વાત સુણી વેગડની,હાકોટા કરતો હતો

રણ મેદાન માં રમવા પડકારા કરતો હતો….

સેના નોતી સાથમા,એકલડો અસવાર હતો

વેગડ વારવા વિરલો સોલંકી સરદાર હતો …

માથુ પડયુ મેદાન માં ,ધડથી તોય લડતો હતો

મરદ મંડી ગ્યો મારવા દુસ્મન ત્યાં ડરતો હતો…..

ગાયુ લઇને ગામમાં; પાછો જ્યાં ફરતો હતો

વાહરે વાહ વચ્છરાજ તુ મોજથી મરતો હતો …

રંગ છે વિર રજપૂત ને સોલંકી સરતાજ હતો.

ધરમ કાજ ધીંગાણા કરે એવો વિર_વચ્છરાજ હતો…!

રણશીંગા વાગે સુતા જાગે કાયર ભાગે કામ પડે,

ધગ ધગતી ધરતી ફોજુ ફરતી વિનાશ કરતી તેગ વડે,

 

જનનીના જાયા કવિએ ગાયા લોક વિરલા કોક જડે,

મેદાને મરવા અવસર વરવા મરદ કસુંબલ રંગ ચડે–

જીય મરદ કસુંબલ રંગ ચડે

 

ધગધગતી ધારા, તોય બહારા, પાકે બહારા પોબારા,

ધરતી ગાજે, કાયર ભાગે, હાંકે દેતા, હોંકારા,

 

જનનીના જાયા કવિએ ગાયા લોક વિરલા કો’ક જડે,

મેદાને મરવા, અવસર વરવા, મરદ કસુંબલ રંગ ચડે.

જીય મરદ કસુંબલ રંગ ચડે

 

ધગધગતી ધારા, તોય બહારા, પાકે બહારા પોબારા,

રણશીંગા વાગે, ધરતી ગાજે, સુતા જાગે , કાયર ભાગે, હાંકે દેતા, હોંકારા,

ધગ ધગતી ધરતી ફોજુ ફરતી વિનાશ કરતી તેગ વડે,

જનનીના જાયા કવિએ ગાયા લોક વિરલા કો’ક જડે,

મેદાને મરવા, અવસર વરવા, મરદ કસુંબલ રંગ ચડે.

જીય મરદ કસુંબલ રંગ ચડે….

 

ઘટમાં ઘોડા થનગને આતમ વીંઝે પાંખ

અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ

 

આજ અણદીઠ ભૂમિ તણે કાંઠડે

વિશ્વભરના યુવાનોની આંખો અડે

પંથ જાણ્યા વિના પ્રાણ ઘોડે ચડે

ગરુડ શી પાંખ આતમ વિષે ઉઘડે

 

કેસરિયા વાઘા કરી જોબન જુદ્ધે ચડે

રોકણહારું કોણ છે ? કોનાં નેન રડે

 

કોઈ પ્રિયજન તણાં નેન રડશો નહિ

યુદ્ધ ચડતાને અપશુકન ધરશો નહિ

કેસરી વીરના કોડ હરશો નહિ

મત્ત યૌવન તણી ગોત કરશો નહિ

 

રગરગિયાં-રડિયાં ઘણું, પડિયાં સહુને પાય

લાતો ખાધી, લથડિયાં એ દિન ચાલ્યા જાય

 

લાત ખાવા તણાં દિન હવે ચાલિયાં

દર્પભર ડગ દઈ યુવક દળ હાલિયાં

માગવી આજ મેલી અવરની દયા

વિશ્વ સમરાંગણે તરુણદિન આવિયા

 

અણદીઠને દેખવા, અણતગ લેવા તાગ

સતની સીમો લોપવા, જોબન માંડે જાગ

 

લોપવી સીમ, અણદીઠને દેખવું

તાગવો અતલ દરિયાવ-તળિયે જવું

ઘૂમવા દિગ્દિગંતો, શૂળી પર સૂવું

આજ યૌવન ચહે એહ વિધ જીવવું

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: