શ્રી મોગલ માતાજી ભગુડાધામ નો ઇતિહાસ

મોગલ માતા નું મંદિર ભાવનગર જિલ્લા ના, મહુવા તાલુકા ના ભગુડા ગામે આવેલું છે. જે મોગલ ધામ તરીકે પણ ઓળખાય છે. માતા મોગલ નો ઇતિહાસ લગભગ 450 વર્ષ જેટલો જૂનો છે. ચકલી ના માળા જેટલું કહી શકાઈ એટલું ભગુડા ગામ છે. જ્યાં માં મોગલ હાજરા હજુર બેઠી છે. આ સ્થળે ઘણી પાવન કરી ઘટના ઓ અને કથાઓ જોડાયેલી છે.

દેશ વિદેશ થી આવતા હજારો લાખો લોકો ની ભક્તિ નું સ્થાન એટલે ભગુડા માં મોગલ નું ધામ. માં મોગલ ના સાનિધ્યમાં એટલે કે ભગુડા દર મંગળવારે અને રવિવારે બહોળી સંખ્યામાં લોકો માતાજી ના દર્શન કરવા માટે આવે છે. અને ભગુડા આખું ગામ માતાજી ના દર્શન કરીને કામ ધંધે જાય છે.

તેમજ પવન ચેત્ર મહિના માં પણ હજારો લોકો માતાજી ના દર્શન કરવા માટે આવે છે. અને હજારો તેમજ લાખોને આ નાનું ભગુડા ગામ સાચવી લે છે. ભક્તો માતાજી ને લાપસી નો પ્રસાદ ધરાવી ધન્ય અનુભવે છે. કહેવામાં આવે છે કે માતાજી ને લાપસી નો પ્રસાદ ખુબજ પ્રિય છે. અહીં લાપસી નો પ્રસાદ ચઢાવવા થી તેમની તમામ મનો કામના પૂર્ણ થાય છે.

માતાજી ના આ મંદિર માં વિના મુલ્યે પણ ભોજન ની સુવિધા ઉપલબ્ધ છે. જેથી માતા ના દર્શન કરવા આવતા લોકો માતાજી ની પ્રસાદી અવશ્ય લેતા હોઈ છે. તેમજ બહારથી આવતા યાત્રાળુ ઓ માટે ચા પાણી ની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ બધીજ વ્યવસ્થા માં મોગલ ચેટીંટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે.

મિત્રો આ મંદિર ની ખાસ વાત તો એ છે કે અહીં કોઈ પણ ભુવા નથી અને નથી કોઈ દોરા ધાગા કરવામાં આવતા કેમ કે અહીં માં મોગલ પોતે હાજરા હજુર છે. જેથી તેમના દર્શને આવતા ભક્તો ની મન ની વાત સાંભળી માતાજી તેમની મનોકામના પૂર્ણ કરે છે. જેથી બહોળી સંખ્યા માં લોકો અહીં આવે છે.

લોકો પુત્ર પ્રાપ્તિ માટે પણ અહીં માતાજી ની માને છે અને પુત્ર ની પ્રાપ્તિ પછી લોકો તેમના પુત્ર નો ફોટો પણ અહીં માતાજી ના મંદિર માં ચડાવે છે. જેથી માતાજી ના મંદિર ની અંદર ઘણા બધા ફોટો લટકતા જોવા મળે છે.

માતાજીની દિલ થી પ્રાર્થના કરનાર ને માતાજી કોઈ દિવસ મુશ્કેલી આવવા દેતા નથી. અહીં ઘણા બધા લોકો માતાજી ને તેમના કુળદેવી માને છે. અહીં દરેક સમાજ ના લોકો માતાજી ની પૂજા અર્ચના કરે છે. માતાજી ની આરતી દિવસ માં બે વખત કરવામાં આવે છે. જેમાં સવારે મંગળા આરતી અને સાંજે સંધ્યા આરતી કરવામાં આવે છે.

માતાજી નું મંદિર 24 કલાક માટે ખુલ્લું રાખવામાં આવે છે. માતાજી ના મંદિર ની જો વાત કર્યે તો માતાજી નું નવું મંદિર સન 1997 માં નિર્માણ કરવામાં આવ્યું. તેમાં મંદિર ની પ્રતિષ્ટા વિધિ પણ વૈશાખ સુદ બારસ ના યોજાય છે. અને છેલ્લા 20 વર્ષ થી ધામ ધૂમ થી ઉજવવા માં આવે છે.

માં મોગલ ના સાનિધ્ય માં પાટોત્સવ વખતે રાત્રે સંતવાણી અને ભજન તેમજ ડાયરા ના પ્રોગ્રામ હોઈ છે. ગુજરાત ભર ના ઘણા કલાકારો ત્યારે માતા ના પાટોત્સવ માં ભેગા થાય છે. અને હજાર ઓ ની સંખ્યા માં માતા મોગલ ના ભક્તો પણ હાજર હોઈ છે.

માતા મોગલ ના ઇતિહાસ ની જો વાત કર્યે તો દરેક લોકો ના જુદા જુદા મતભેદ છે. એવું કહેવાય છે કે 18 વર્ષ ની દીકરી તેમના ભાતું દેવા જતી હોઈ છે. દીકરી ચાલી જતી હોઈ છે અને પાછળ થી ઘોડલાં ઓ નો અવાજ સંભળાય છે. તેનાથી દીકરી ને વિચાર આવ્યો કે હું ઘોડાવ ને આગળ જવા દવ. પરંતુ ઘોડા આગળ જતા નથી તે દીકરી ની બાજુમાં આવીને ઉભા રહી જાય છે.

ઘોડે સવારે દીકરી ને પૂછ્યું કે ક્યાં જાવ છો તો તે કહે છે કે મારા બાપુ ને ભાતું આપવા જાવ છું. ત્યારે ઘોડે સવાર લોકો એ કહ્યું તારે આવું રૂપ લઈને ભાતું આપવા ન જવાનું હોઈ તારું રૂપ તો અમારા જનાન ખાના માં શોભે કાંતો દરબાર માં શોભે. ઘોડે સવાર મુસલમાન બાદશાહ હતો. તેણે કહ્યું કે તું મારી બેગમ તરીકે મારા જનાન ખાનામાં સારી લાગે.

ત્યારે દીકરી ના દસ એ દસ નખ ખેંચી લીધા હોઈ એટલું એને ખોટું લાગ્યું. પરંતુ તેણે ખબર પડવા ના દીધી કે દેખાવા ના દીધી. ત્યારે દીકરી એટલુંજ બોલી કે તમારી વાત તો સાચી છે પરંતુ તમારે આ વાત કરવા માટે મારા પિતા પાસે આવવું પડશે. દીકરી ના માંગા બાપ પાસે નંખાઈ.

દીકરી ને પૂછ્યું કે તારા પિતા ક્યાં છે. તો દીકરી એ કહ્યું કે ધણ ચારે છે. ઘોડે સવાર અને દીકરી જાય છે તેમના પિતા પાસે. દીકરી સાથે ઘોડે સવાર લોકો જોઈને પિતા ચોકી જાઈ છે. અને પૂછ્યું કે બેટા આ કોણ છે. ત્યારે દીકરી બોલી કે આ મહેમાન છે. અને આપડે હવે કંકોત્રી છપાવવી પડે એમ છે.

પરંતુ પિતા દીકરી ને સારી રીતે ઓળખતો હતો કે મારી દીકરી કંકોત્રી છપાવવા નું કહે તો તે પરણી ને જાઈ નહિ. એના મન માં નક્કી કંઈક બીજુંજ હશે. એટલા માટે પિતા બાદશાહ ને હા પાડે છે. અને તેને કહે છે કે તમારી તૈયારી કરો. ત્યારે તેને તારીખ અને તિથિ કહી દીધા ત્યારે તમે જાન લઈને આવી જજો.

ત્યારબાદ બાદશાહ ત્યાંથી જાય છે. બાપ દીકરી સાંજે ઘરે આવે છે. ત્યારે પિતા એ દીકરી ને પૂછ્યું બેટા તે શું વિચાર્યું. તો દીકરી બોલી માં ચારણી જોગ માયા ને પ્રાર્થના કર્યે. પરંતુ તેને માતાનું નામ યાદ નથી આવતું વિચારતા વિચારતા તેને નામ યાદ આવે છે. અને કહે છે કે બાપુ મોગલ.

આમ મોગલ નું નામ લીધું ત્યારે ઓખા માંથી ભેળિયું ખંખેરી ને ઉભી થઇ સીધી અને બાદશાહ ના જનાન ખાનામાં માથે ત્રાટકી અને બાદશાહ  નીચે પડ્યો. બાદશાહ ઓળખી ગયો અને કહેવા લાગ્યો કે માફ કરી દે માં. માતા કહ્યા પછી માતાજી ને મારવો ન હતો પરંતુ ડરાવવો હતો.

એમ કરી બાદશાહ ત્યાંથી ભાગ્યો અને પાછળ હતી માં મોગલ ત્યારે બાદશાહ ભાગતો ભાગતો ભગુડા પહોંચે છે. અને એક ઘરમાં સંતાઈ જાય છે. ભગુડા ગામ ના લોકો ને કહે છે કે હું બાદશાહ છું અને અહીં સંતાઈ જાવ છું. કોઈને કહેતા નહિ. એમ કહેવાથી ગામ ના લોકો બાદશાહ થી ડરીને તેમને સંતાડે છે.

ત્યારેજ ત્યાં પાછળ આવે છે માં મોગલ. માતા મોગલ એ ભગુડામાં બધાજ ઘરોના તાળા તોડ્યા. અને જેમાં બાદશાહ સંતાણો હતો તે તાળું તેણે છેલ્લે તોડ્યું અને બાદશાહ ને બહાર કાઢ્યો. અને ગામ ના લોકો ને કહ્યું કે તમે હવે કોઈ પણ ઘરમાં તાળાં દેતા નહિ. હું મોગલ અહીં હાજરા હજુર છું. કોઈની ચોરી થવા ન દવ.

બાદશાહ ત્યાં ભાગી ને આવ્યો હોવાથી તે ગામ નું નામ પણ ભગુડા રાખવામાં આવ્યું. મિત્રો આજે પણ ત્યાં ભગુડા માં મંદિર કે કોઈ ઘરમાં તાળાં દેવામાં આવતા નથી. આજે પણ મોગલ અહીં હાજરા હજુર છે. અને ત્યાં માતાજી નું મંદિર બનાવવા માં આવ્યું.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: