ખબર ના પડી ક્યારે, દીકરી મારી મોટી થઈ ગઈ – અંકિતા મુલાણીની કલમે

ડગર-ડગર પ્રથમવાર દુનિયાને જોતી, આજે કાલીઘેલી ભાષામાં બોલતી થઈ ગઈ,

ખબર ના પડી ક્યારે, દીકરી મારી મોટી થઈ ગઈ,

પા પા પગલી માંડતી આજે, રૂમઝૂમ રૂમઝુમ ચાલતી થઈ ગઈ,

ખબર ના પડી ક્યારે, દીકરી મારી મોટી થઈ ગઈ,

બોલતા-ચાલતા શીખી આજે, એકડો ઘૂંટતી થઈ ગઈ,

ખબર ના પડી ક્યારે, દીકરી મારી મોટી થઈ ગઈ,

કક્કો,એબીસીડી, અને અંગ્રેજીની પોએમ, આજે બોલતી થઈ ગઈ,

ખબર ના પડી ક્યારે, દીકરી મારી મોટી થઈ ગઈ,

ખેલકુદ, ગરબા, સિગિંગ, અને ભણતરમાં, આજે અવ્વલ આવતી થઈ ગઈ,

ખબર ના પડી ક્યારે, દીકરી મારી મોટી થઈ ગઈ,

ખારું શાક ‘ને દાજેલી રોટલી બનાવતી આજે, રસોઈમાં પારંગત થઈ ગઈ,

ખબર ના પડી ક્યારે, દીકરી મારી મોટી થઈ ગઈ,

ભણી એ જીન્સ-ટોપ પહેરીને પણ, આજે મર્યાદામાં રહેતી થઈ ગઈ,

ખબર ના પડી ક્યારે, દીકરી મારી મોટી થઈ ગઈ,

માંગુ આવશે ડૉકટર, વકીલ અને પાયલોટનું, એવું દુનિયા આજે કહેતી થઈ ગઈ,

ખબર ના પડી ક્યારે, દીકરી મારી મોટી થઈ ગઈ,

અંતે આવ્યો સમય ‘ને પરણાવી એને, પણ લાગ્યું કે મારી દુનિયા સાવ સુની થઈ ગઈ,

ખબર ના પડી ક્યારે, દીકરી મારી મોટી થઈ ગઈ,

ઘરે ગયો એની ‘ને જોયું, જિદ્દી માંથી આજે એ ખુબજ સમજતી થઈ ગઈ,

ખબર ના પડી ક્યારે, દીકરી મારી મોટી થઈ ગઈ,

મોટાને માન નાનાને લાડ અને, સમવડાનો આદર કરતી થઈ ગઈ,

ખબર ના પડી ક્યારે, દીકરી મારી મોટી થઈ ગઈ,

મારી આંખ સામે મારી ઢીંગલી આજે, પુત્રી માંથી પુત્રવધુ થઈ ગઈ,

ખબર ના પડી ક્યારે, દીકરી મારી મોટી થઈ ગઈ.

(એક બાપના હૃદયની સંઘરેલી પોતાની દીકરીના બાળપણથી લઈને યુવાની સુધી ની તમામ યાદોને એક કાવ્યના રૂપે ઢાળવાનો પ્રયાસ કર્યો છે.)

~ અંકિતા મુલાણી

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: