હું માનું છું ત્યાં સુધી, સ્વર્ગ નામ નું કોઈ સ્થળ છે જ નહીં, પરંતુ જ્યાં અપાર, અનંત શાંતિ ત્યાં જ સ્વર્ગ. – અંકિતા મુલાણી ની કલમે

“ધરતી નું સ્વર્ગ”

હું માનું છું ત્યાં સુધી, સ્વર્ગ નામ નું કોઈ સ્થળ છે જ નહીં, પરંતુ જ્યાં અપાર, અનંત શાંતિ ત્યાં જ સ્વર્ગ.

આપણે સૌએ સ્વર્ગ જોયું છે, હા મેં પણ જોયું છે સ્વર્ગ,

ક્યારેક અસંખ્ય કામકાજ ની વચ્ચે થી સમય લઈ, પ્રકૃતિ નું દર્શન કરવા નીકળી પડવું,

ઝરમર વરસતા વરસાદ અને ઘનઘોર આકાશ ના વાદળો વચ્ચે, આકાશ ને ચીરતી મારી ગાડી જ્યારે વિશાળ પુલ પરથી પસાર થાય એ ખુબજ અતુલ્ય અને આનંદદાયક પળો હતી,

વરસાદ થી ભીના થયેલા રસ્તા,

ચોમેર લીલા વૃક્ષો,

પર્વતો ની વચ્ચે થી દેખાતો સૂર્ય,

પાણી નો સ્પર્શ,

જેની જોડે હળવા થઈ શકાય એવા મિત્રો, સુગંધિત વાતાવરણ,

મન ને પ્રફુલ્લિત કરી દેતું સંગીત,

વળી ક્યાંક વૃક્ષની ડાળી ની પાછળ સંતાઈ ને બોલતી કોયલ નો મીઠો સુર,

ઉતાર ચઢાવ વાળો રસ્તો, નદી નો કિનારો,

અને એ કિનારા ને બંને બાજુ થી જોડતો પુલ,

એ પુલ પર સેલ્ફી ની મજા,

બસ, દિલ માંથી એક જ સુર નીકળે, વાહ ખુબજ આહલાદક વાતાવરણ છે,

આવા વાતાવરણમાં દિલ ને શાંતિ મળે છે,

દુનિયા ની તમામ ચિંતા ભૂલી ને આપણી અંદર જીવતા માણસ ની અનુભૂતિ સાથે આપણી તેની સાથે એક નજીવી મુલાકાત થાય છે,

ફરી બાળક બનવાનું મન થાય છે,

હૈયા ને અને મગજ ને શાંત કરી દેતા આ વાતાવરણ માં શાંતિ નો અનુભવ થાય છે,

અને જ્યાં શાંતિ થાય,

મારે માટે તો એ જ સ્વર્ગ…..A+

~ અંકિતા મુલાણી

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: