4 કરોડ રૂપિયા કિમતની ‘ભીમ’ ભેંસનું વજન 1300 કિલો છે, તે રોજ 1 કિલો કાજુ-બદામ ખાય છે

રાજસ્થાનમાં 4 નવેમ્બરથી પુષ્કર મેળાની શરૂઆત થઈ ગઈ છે. પુષ્કર આંતરરાષ્ટ્રીય પશુ મેળામાં અલગ-અલગ પ્રજાતિના 5 હજારથી વધારે પશુ પહોંચ્યાં છે. આ વખતે મેળામાં સૌ કોનું ધ્યાન ભીમ ભેંસે ખેંચ્યું છે. આ ભેંસને પ્રદર્શનમાં બીજી વખત લાવવામાં આવી છે. તેનું વજન 1300 કિલો છે. ભેંસના માલિક જવાહર લાલ જાંગિડ, દીકરા અરવિંદ જાંગિડ જોધપુરથી પુષ્કર આવ્યા છે. આ ભેંસની કિંમત 14 કરોડ રૂપિયા છે.

ભેંસ પાછળ દર મહિને દોઢ લાખ રૂપિયા સ્વાહા

આ ભેંસની દેખરેખમાં દર મહિને દોઢ લાખ રૂપિયાનો ખર્ચ આવે છે. માલિકનાં પુત્ર અરવિંદે જણાવ્યું કે, ભેંસને રોજ 1 કિલો ઘી, 500 ગ્રામ માખણ, 200 ગ્રામ મધ, 25 લીટર દૂધ અને 1 કિલો કાજુ-બદામ ખવડાવવામાં આવે છે. અમે ભેંસને વેચવા માટે નહીં પણ પ્રદર્શન માટે મેળામાં લઈને આવીએ છીએ. ગયા વર્ષે પણ અમે ભીમને લઈને આવ્યા હતા.

ભીમનું વજન એક વર્ષમાં 100 કિલો અને કિંમત 2 કરોડ રૂપિયા વધી ગઈ છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: