અભણ ~ અંકિતા મુલાણીની કલમે

દીકરા નું 12 માં નું પરિણામ આવ્યું…. પપ્પા બોલ્યા વાહ બેટા સરસ…. રસોડા માં દીકરા ના પરિણામ ની રાહ માં લાપસી બનાવતી તેની પત્ની ને સાદ પડ્યો, એ સાંભળે છે? આપણો દીકરો 12 માં ધોરણ માં 90% અને 98 pr સાથે પાસ થયો છે…

તેની પત્ની દોડતી-દોડતી આવી.. બોલી બતાવો મને પરિણામ!

દીકરો બોલ્યો એ english માં છે, મમ્મી તું અભણ છે ને, તું રેવા દે, તને નઈ ખબર પડે..

માં ની આંખ છલકાઈ ગઈ પણ બિચારી કઈ બોલી ના શકી..

ત્યારે તેના પપ્પા બોલ્યા; બેટા અમારા લગ્ન ના ત્રણ જ મહિના માં તારી મા ને ગર્ભ રહ્યો હતો, મેં કહ્યું ચાલ abortion કરવી લઈએ, હજુ તો જિંદગી માં કઈ ફર્યા જ નથી આપણે, તેણે ત્યારે મારી વાત નો વિરોધ કર્યો, કારણ કે તે અભણ છે,

તારી મા ને દૂધ નથી ભાવતું પણ તને પોષણ મળે એ માટે તેણે 9 મહિના દૂધ પીધું, કારણ કે તે અભણ છે…

તને સવારે 7 વાગ્યે શાળા એ મોકલવા એ પોતે 5 વાગ્યા માં જાગી ને તારા માટે તને ભાવતો નાસ્તો બનાવતી , કારણ કે તે અભણ છે…

તું રાત્રે વાંચતો- વાંચતો સુઈ ગયો હોય ત્યારે તે તારી બુક વ્યવસ્થિત મૂકી, તને ગોદડું ઓઢાડી, તારો મોબાઈલ ચાર્જ માં મૂકી, હળવેક થી બત્તી બંધ કરી દેતી, કારણ કે તે અભણ છે…

આજ સુધી તે પોતે દેશી હોવા છતાં પણ તને વિદેશી સગવડો આપી છે, કારણ કે તે અભણ છે… તું નાનો હતો ને ત્યારે રાત્રે બોવ બીમાર પડી જતો, આખી રાત તારા માટે એ જાગતી રહે અને સવારે વળી પાછી પોતાના કામ માં વળગી જાય, કારણ કે તે અભણ છે…

તને સારા કપડાં પેહેરાવવા તે પોતે સસ્તી સાડી માં ચલાવી લેતી, કારણ કે તે અભણ છે….

બેટા ભણેલા ઓ ને તો પ્રથમ પોતાનો સ્વાર્થ દેખાય, પણ તારી મા એ આજ સુધી ઘર માં પોતાનો સ્વાર્થ નથી જોયો, તે આપણું જમવાનુ બનાવવામાં ક્યારેક પોતે જમતા ભૂલી જતી…. તેથી હું ગર્વ થી કહું છું કે મારી જીવનસંગીની અભણ છે… દીકરો આટલું સાંભળી રડી પડ્યો અને બોલ્યો: માં હું તો માત્ર કાગળ પર જ 90% લાવ્યો છું, પણ મારા જીવન ને 100% બનાવનારી પ્રથમ શિક્ષક તું છે… અને જે શિક્ષક નો વિદ્યાર્થી 90% લાવતો હોય, તે શિક્ષક પાસે કેટલું જ્ઞાન હશે એ તો હું વિચારી જ ન શક્યો…

માં આજે 90% સાથે પણ હું અભણ છું, અને માં તારી પાસે આજે phd. થી પણ ઉંચી ડિગ્રી છે…

કારણ કે આજે મેં અભણ માં ના સ્વરૂપ માં ડોક્ટર, શિક્ષક, સારી સલાહકાર (વકીલ), મારા કપડાં ને સિવતી ડિઝાઈનર અને બેસ્ટ કૂક વગેરે ના દર્શન કર્યા છે…

~ અંકિતા મુલાણી

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: