જન્મદાતાએ તરછોડ઼ેલ દીકરીને ઇટાલિયન દંપતિએ માનસિક દિવ્યાંગ કૃપાલીને દત્તક લઇને માનવતા દર્શાવી

ઇટાલિયન દંપતીએ વડોદરાની સ્પેશ્યલાઇઝડ એડોપ્શન એજન્સીમાંથી દીકરી દત્તક લઇને સંતાનની ખોટ પૂરી કરી હતી. નોંધનીય બાબત એ છે કે, કુદરતની સામાન્ય ભૂલનો ભોગ બનેલી 6 વર્ષની કૃપાલી 2 વર્ષ પહેલા બિનવારસી હાલતમાં મળી આવી હતી. દિકરીને જન્મદાતાએ તરછોડી દીધી હતી. પરંતુ માનસિક દિવ્યાંગ હોવા છતાં ઇટાલિયન દંપતીએ બાળકીને આજે સહર્ષ અપનાવી છે. દંપતીએ જણાવ્યું હતું કે, કૃપાલીને માતા-પિતા મળવા સાથે દાદા-દાદી સહિતનો પરિવાર મળ્યો છે. આજે અમારી જિંદગીની ખુશીનો સર્વશ્રેષ્ઠ દિવસ માનીએ છે.

કૃપાલીને દાદા-દાદી સાથેનું હર્યોભર્યો પરિવાર મળ્યો

ઇટાલીમાં કોમ્પ્યુટર સાયન્સ ક્ષેત્રે વ્યવસાય કરતા એરીકો અને હેર સ્ટાઇલિસ્ટ પ્રોફેશન સાથે સંકળાયેલ કાટીઆએ વડોદરાની સંસ્થામાંથી કૃપાલીને દત્તક લઇને શેર માટીની ખોટ પૂરી કરી છે. આજે જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલના હસ્તે કૃપાલીને ઇટાલિયન દંપતિને સોંપી, ત્યારે કલેક્ટર સહિત સંસ્થાના સભ્યો અને આશ્રિત બાળકો પોતાની આંખોના આંસુ રોકી શક્યા ન હતા. જોકે, કૃપાલી ઉચ્ચ શિક્ષિત ઇટાલિયન દંપતિના ઘરે જવાની હોવાથી તમાની આંખોમાંથી વહેલા આંસુ હર્ષના આંસુ હતા. કારણ કે, કૃપાલીને માતા-પિતા મળવા સાથે દાદા-દાદી સાથેનું હર્યુભર્યુ પરિવાર મળ્યું છે.

કૃપાલીને અમે જિંદગીની તમામ ખુશીઓ આપીશુ.

કુદરતની સામાન્ય ભૂલના કારણે માનસિક બિમાર રહી ગયેલી કૃપાલીનો સહર્ષ સ્વિકાર કરતા ઇટાલિયન દંપતિ એરીકો અને કાટીઆએ જણાવ્યું હતું કે, અમે કૃપાલીના માતા-પિતા બનીને બહુ ખુશ થયા છે. આજે અમારી જિંદીગનો સર્વશ્રેષ્ઠ દિવસ છે. અમે કૃપાલીનું નામ બદલવાના નથી. કૃપાલી તેની જિંદગીમાં કૃપાલી તરીકે જ ઓળખાશે. સંસ્થાના સભ્યો અને આશ્રિત બાળકોને કૃપાલીની ચિંતા કરવાની જરૂર નથી. કૃપાલીને અમે જિંદગીની તમામ ખુશીઓ આપીશું.

દત્તક લેવાની સમગ્ર પ્રક્રિયા ઓનલાઇન થાય છે

સંસ્થાના મેનેજર કોઓર્ડિનેટર જાગૃતિ પટેલે જણાવ્યું હતું કે, સરકારી સંસ્થાઓના આશ્રિત અને પરિવાર વંચિત બાળકોને દેશ-વિદેશમાં દત્તક તરીકે આપવાનું કામ સેન્ટ્રલ એડોપ્શન રિસોર્સ ઓથોરિટી(કારા) દ્વારા કરવામાં આવે છે. અને આ સમગ્ર પ્રક્રિયા ઓનલાઇન થાય છે. સરકારી સંસ્થામાં આવતા બાળકોની કાયદાકીય પ્રક્રિયા પૂરી થયા બાદ તમામ વિગતો કારાને મોકલવામાં આવે છે. તે બાદ કારા જિલ્લા સમિતીને સાથે રાખીને બાળકને દત્તક આપવાનું કાર્ય કરે છે.

કૃપાલીને ભાવભરી વિદાય આપી

વડોદરા શહેરના નિઝામપુરા ખાતે આવેલી સ્પેશ્યલાઇઝડ એડોપ્શન સંસ્થામાં ઇટાલીયન દંપતિને દત્તક આપવાના યોજાયેલા કાર્યક્રમમાં સ્થાનિક નિર્ણાયક સમિતીના ધિમંત ભટ્ટ, અર્ચના પટેલ, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી હેતલ પરમાર, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી અમીત વસાવા તેમજ સામાજિક કાર્યકર આરતીબહેન પુરોહિત વિગેરે સબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અને કૃપાલીને ભાવભરી વિદાય આપી હતી.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: