ગ્લોબલ વોર્મિંગને કારણે બીમારી નું જોખમ વધ્યું.

ગ્લોબલ વોર્મિંગને કારણે ઇકો સિસ્ટમ પર તેની અસર થાય છે. પર્યાવરણ સાથે તેની અસર મનુષ્યના સ્વાસ્થ્ય પર પડે છે. ‘PLOS’ નામની મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયેલાં એક રિસર્ચમાં આ વાત સામે આવી છે. આ રિસર્ચ મુજબ ગ્લોબલ વોર્મિંગને લીધે ઉપજતા ન્યૂટ્રિશનના અભાવને કારણે બીમારીઓ થવાનું જોખમ વધી રહ્યું છે.

આ રિસર્ચ વર્ષ 2000થી 2015 સુધી બ્રાઝિલની કેટલીક હોસ્પિટલના ડેટાને આધારે કરવામાં આવ્યું હતું. રિસર્ચમાં તાપમાનમાં થતો વધારો અને ન્યૂટ્રિશનમાં જોવા મળતા અભાવનું અવલોકન કરવામાં આવ્યું હતું.

રિસર્ચમાં સામેલ મલેશિયામાં આવેલી મોનાશ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો અનુસાર 5થી 19 વર્ષ અને 80 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં તાપમાનમાં થતાં વધારા સાથે ન્યૂટ્રિશનમાં ઊણપ જોવા મળી હતી.

આ રિસર્ચમાં જોવા મળ્યું કે ઉનાળામાં 1 ડિગ્રીનું તાપમાન વધવાથી હોસ્પિટલમાં 2.5% ન્યૂટ્રિશનના ઉણપના કેસમાં વધારો જોવા મળતો હતો.

તાપમાન વધવાને કારણે ઓછી ભૂખ લાગવી, આલ્કોહોલનું વધારે સેવન,હરવા ફરવાની આદતમાં ફેરફાર આવી જવાથી બીમારી થવાનું જોખમ વધે છે.

એક રિપોર્ટ અનુસાર ક્લાઇમેન્ટ ચેન્જને લીધે લૉ અને મિડલ ઇન્કમ ધરાવતા દેશમાં ન્યૂટ્રિશનની ઊણપ વધારે જોવા મળે છે. ક્લાઇમેન્ટ ચેન્જને લીધે ફૂડ અવેલબિલિટી (સરળતાથી ખોરાક મળી રહેવો) 3.2% ઘટે છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: