લોકહિત નું કોઈ પણ કાયઁ.. દેશ ને મજબુત બનાવે છે. લોકગાયિકા ગીતાબેનરબારી…

ભારત ના વડાપ્રધાન શ્રી. નરેન્દ્રભાઈ મોદી સાહેબે સમગ્ર ભારત ને   સ્વચ્છ ભારત અભિયાન જે સુત્ર આપ્યું છે તે અંતર્ગત આજે ભુજ તાલુકા ના કોડકી ગામે લોક ગાયિકા ગીતાબેન રબારી તથા કોડકી તેમજ મખણા ગ્રામ પંચાયત ના સંયુકત ઉપક્રમે પ્લાસ્ટિક નો ઉપયોગ અટકાવો પર્યાવરણ ને બચાવો નો પ્રારંભ કોડકી ગામે થી પ્રારંભ કર્યો હતો…

કાયઁક્રમ ની શરૂઆત તાલુકા પંચાયત ના માજી ચેરમેન અને સામાજિક અગ્રણી જેમલભાઈ ના સ્વાગત પ્રવચન થી કરવામા આવ્યું હતું..આ પ્રસંગે તેઓ એ જણાવ્યું હતુ કે દરેક ગામ સાથે કલાકારો ની લાગણીઓ તેમના પ્રશંસકો સાથે જોડાયેલી હોય તે સ્વાભાવિક છે ગીતાબેન મારા બહેન છે જેથી સ્વાભાવિક છે કે એ સંબધ નાતે કોડકી ગામ ના પણ બહેન છે આજે ભાઈબીજ જેવા સરસ દિવસે તેઓ આ ઝુંબેશ નો પ્રારંભ કરી રહયા છે ત્યારે સ્વાભાવિક છે કે ગ્રામજનો મા ઉત્સાહ ની લાગણી હોય…

કોડકી ગામ મા આ ઝુંબેશ ની શરૂઆત સાથે ખીમજ માતાજી તથા સ્વામિનારાયણ મંદિરે દશઁન કરી શ્રી ગણેશ કયાઁ હતા. સાંખ્યયોગી બહેનો એ  ગીતાબેન નું સન્માન કરી મોદીસાહેબ ના આ મિશન ને તમે  આગળ વધારો તેવા આશીર્વાદ આપ્યા હતા..ત્યારબાદ કોડકી વથાણ ચોક મા વિધિવત કાયઁક્રમ નો પ્રારંભ થયો હતો..કાયઁક્રમ ની શરૂઆત મા ગુજરાત અને દેશ નું નામ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ઉજાગર કરનાર લોકગાયિકા ગીતાબેન રબારી નું સરપંચ શ્રી. દેવલબેન મહેશ્ર્વરી ,ઉપ સરપંચ શિવજીભાઈ દબાસીયા , કોડકી શિક્ષણ સંસ્થા ના વિજયાબેન વરસાણી,  કસ્તુરબેન વરસાણી, તથા મખણા રબારી સમાજે પણ વિશેષ સન્માન કર્યુ હતું….

સન્માન ના પ્રતિઉતર આપતા ગીતાબેને જણાવ્યું હતું કે જયારે હું જયારે નાની હતી ત્યારે મોદી સાહેબ ને મળતી હતી..જયારે ગાયિકા તરીકે ની શરૂઆત મા જ મારું રોણા શહેર મા ગીતે ૨૫ કરોડ થી પણ વધારે લોકો ની લોક ચાહના મળતા મારી એવી ઈચ્છા હતી કે માલધારી સમાજ ની આ દિકરી ને ભારત ના વડાપ્રધાન ના આશીર્વાદ મળે તો વિશેષ આનંદ થાય..

આ અંગે મે મારા ભાઈ જેમલભાઈ ને વાત કરતા તેઓશ્રી એ કચ્છ ના સાંસદ શ્રી. વિનોદભાઈ ચાવડા ને વાત કરતા તેઓશ્રી એ મોદીસાહેબ ને એક માલધારી સમાજ ની સામાન્ય દિકરી આપશ્રી ના આશીર્વાદ મેળવી આપશ્રી જે વડાપ્રધાન તરીકે લોક કાર્યો કરો છો તેમા સહભાગી થવા માંગે છે..

મોદી સાહેબ તરત સમય આપી તેમના જે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત કાયઁ કરવાના આશીર્વાદ આપ્યા..જેને અનુલક્ષી ને  આજરોજ સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત પ્લાસ્ટીક નો ઉપયોગ અટકાવો પયાઁવરણ ને બચાવો ઝુંબેશ નો પ્રારંભ આજરોજ કોડકી ગામથી કરી રહી છું..એટલે જ કહેવાય છે કે લોકહિત નું કોઈ પણ કાયઁ દેશ ને મજબુત બનાવે છે…

વિશેષ મા ગીતાબેને જણાવ્યું હતું આ કાયઁક્રમ બહોળી સંખ્યા મા દેશ-વિદેશ મા વસતા લોકો પણ સહભાગી થયા છે તેવી ખુશીની લાગણી વ્યક્ત કરી હતી ..બહોળી સંખ્યા મા ગ્રામજનો સાથે ઉપસ્થિત રહયા હતા  નું સંચાલન મનજીભાઈ હાલાઈ જયારે  કાયઁક્રમ ને સફળ બનાવવા દેવજીભાઈ મહેશ્વરી તથા મનજીભાઈએ જહેમત ઉઠાવી હતી..રાષ્ટ્રગીત સાથે કાયઁક્રમ નું સમાપન થયું હતું.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: