ધોરાજી પંથકના ખેડૂતોની હાલત કફોડી બની…

ધોરાજી પંથકમાં ચોમાસામાં વરસાદ મનમુકી ને પણ વરસ્યો અને ધાર્યા કરતાં વધારે વરસાદ વરસી ને ખેતરોમાં પાકો ને વાવણી ને ભારે નુકશાન થવા પામ્યુ હતું જેમાં દરેક પાક ને ભારે નુકશાન થવા પામ્યુ હતું મોંઘા ભાવોના જંતુનાશક દવાઓ તથા બિયારણો લઈને ખર્ચ માથે પડ્યો હતો અને ખેડૂતો ની હાલત કફોડી બની જવા પામી હતી તેમાં છતાં ખેડૂતો ને શિયાળું પાક લેવાં માટે અપેક્ષા હતીં તે પણ ઠગારી નીવડી કારણે કે બે દિવસ ક મૌસમી વરસાદ ધોરાજી પંથકમાં પડ્યો હતો.

જેમાં મગફળી કપાસ ને ભારે નુકશાન થવા પામ્યુ હતું આ બાબતે ક મૌસમી વરસાદ ને કારણે ખેડૂતો ની મૌસમ બગડી ગઈ છે ત્યારે ધોરાજી પંથક નાં ખેડૂતો પર પડતાં પર પાટું જેવી પરિસ્થિતિ નિર્માણ થવા પામી છે ત્યારે સરકાર દ્વારા રાજકોટ જીલ્લા નાં પાક વિમા નાં પ્રિમીયમ ભરેલા હોય તેવાં તમામ ખેડૂતો ને તાજેતરમાં થયેલા ક મૌસમી વરસાદ ને કારણે ખેતીપાક માં કાપણી પછી નાં થયેલ હોય તો 72 કલાક મા વીમા કંપનીને અરજી કે કંપની નાં ટોલ ફ્રી નંબર પર નોંધણી કરાવી.

એવું જણાવેલ પણ જે ટોલ ફ્રી નંબર આપેલ છે તે 24 કલાક થી પણ વધારે ટોલ ફ્રી નંબર બંધ આવે છે તો ખેડૂતો કયાં નંબર નોંધણી કરાવી શકે સરકારે ખેડૂતો ની મજાક કરી હોય તેવી ખેડૂતો ને લાગી રહ્યું છે તેમ છતાં આખાં ગુજરાત માં 150 કરોડ ચૂકવવાની વાત કરી છે પણ ગુજરાત રાજ્ય માં ખેડૂતો ને આનાં થી પણ વધારે નુકશાન થવા પામ્યુ છે ત્યારે સરકાર દ્વારા ખેડૂતો ને કોણીએ ગોળ ચોપાડયો હોય તેવી પરિસ્થિતિ પેદા થઈ છે.

આને આ પરિસ્થિતિ રહી તો ખેડૂતો ને આત્મા હત્યા કરવાનો વારો આવશે સરકાર જો ખેડૂતો નું વિચારતી હોય તો ખેડૂતો માટે તાત્કાલિક સરકારે યોગ્ય રીતે વ્યવસ્થા કરવી જોઈએ એવું ખેડૂતો સરકાર પાસે માંગ કરી રહ્યા છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: